Last Updated on March 1, 2021 by
રેપ સંબંધિત એક કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આરોપીને ચોંકાવનારો સવાલ કર્યો. કોર્ટના આ સવાલથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. જણાવી દઇએ કે સગીરા સાથે બળાત્કારનો આરોપી સરકારી કર્મચારી છે અને શીર્ષ કોર્ટે તેને પૂછ્યું હતું કે શું તે પીડિતા સાથે લગ્ન કરશે? મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિક પ્રોડક્શન કંપનીમાં ટેક્નીશિયન રેપનો આરોપી મોહિત સુભાષ ચ્વહાણની જામીન અરજી પર મુખ્ય ન્યાયધીશ એસએ બોબડેની બેંચ સુનાવણી કરી રહી હતી. પોક્સો એક્ટ અંતર્ગત મોહિત પર સગીરા પર રેપનો આરોપ છે.
શું આરોપી પીડીતા સાથે લગ્ન કરશે? સુપ્રીમનો સવાલ
કોર્ટના દસ્તાવેજો અનુસાર જ્યારે પીડિતાએ આ મામલે પોલીસની મદદ લીધી, તો ચ્વહાણની માતાએ તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. પરંતુ પીડિતાએ લગ્ન કરવાથી ઇનકાર કરી દીધો. પછીથી એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા કે સગીરાના 18 વર્ષ પૂર્ણ થવા પર બંનેના લગ્ન કરી દેવામાં આવશે. પછી જ્યારે સગીરા 18 વર્ષની થઇ તો આરોપીએ લગ્ન કરવાથી ઇનકાર કરી દીધો અને તે બાદ પીડિતાએ રેપનો કેસ કર્યો. મુખ્ય ન્યાયાધીશ બોબડેએ આરોપીના અરજદાર વકીલને સવાલ કર્યો, શું આરોપી પીડિતા સાથે લગ્ન કરશે? જો તે લગ્ન કરવા માંગતો હોય તો અમે મદદ કરી શકીએ છીએ. જો નહીં, તો તેણે પોતાની નોકરી ગુમાવીને જેલમાં જવુ પડશે. તે પહેલા સગીરાને ફસાવી અને તેના પર બળાત્કાર ગુજાર્યો.
રેપના આરોપીને પૂછવામાં આવી તેની ઇચ્છા
આરોપીના વકીલે શીર્ષ કોર્ટને કહ્યું કે તે પોતાના ક્લાયંટ સાથે આ બાબતે વિચાર કરશે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, એક સગીરાને ફસાવીને તેના પર રેપ કરતા પહેલા તારે વિચાર કરવો જોઇતો હતો, તને તે ખબર હોવી જોઇતી હતી કે તુ એક સરકારી કર્મચારી છે. બોબડેએ કહ્યું કે, અમે તારા પર લગ્નનું દબાણ નથી કરી રહ્યા. અમને જણાવ કે તારી શું ઇચ્છા છે? નહીંતર તુ કહીશ કે અમે તારા પર લગ્ન માટે દબાણ કર્યુ. આરોપીના વકીલે કહ્યું કે તે પોતાના ક્લાયંટ સાથે વાત કરીને આ અંગે કોર્ટને સૂચિત કરશે.
ધરપકડથી ચાર અઠવાડિયાની રાહત
રેપના આરોપી તરફથી કોર્ટમાં રજૂ થયેલા વકીલે કહ્યું, શરૂઆતમાં તે પીડિતા સાથે લગ્ન કરવા માગતો હતો પરંતુ તેણે ઇનકાર કરી દીધો. આરોપીએ કહ્યું કે હવે હું ફરી લગ્ન ન કરી શકુ કારણ કે હું પરણિત છુ. હું એક સરકારી કર્મચારી છુ અને જો મારી ધરપકડ થાય તો મને તરત જ બરતરફ કરી દેવામાં આવશે. તેના પર મુખ્ય ન્યાયાધીશે કહ્યું, તેથી જ અમે તમે સલાહ આપી. અમે તમારી ધરપકડ પર ચાર અઠવાડિયા માટે રોક લગાવી દઇશુ. તે બાદ તુ રેગ્યુલર બેલ માટે અપ્યાલ કરજે.
સુપ્રીમ કોર્ટે આરોપીને ધરપકડથી ચાર અઠવાડિયાની રાહત આપી દીધી અને તેને રેગ્યુલર બેલ માટે અપ્લાય કરવાની પરમિશન પણ આપી. આ મામલે ટ્રાયલ કોર્ટે આરોપીને ધરપકડથી પ્રોટેક્શન આપ્યુ હતું પરંતુ હાઇકોર્ટે તેને રદ કરી નાંખ્યુ હતુ.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31