Last Updated on March 3, 2021 by
સૂપ્રિમ કોર્ટે પુનરોચ્ચાર કર્યો છે કે મહિલાઓ કોઈની અંગત સંપત્તિ નથી. કોર્ટે કહ્યું કે પત્નીને મજબૂર કરી શકાય નહીં અને તેના પતિ સાથે રહેવા દબાણ કરી શકાતું નથી. કોર્ટે મંગળવારે સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. એક વ્યક્તિએ અરજી કરી હતી કે કોર્ટ તેની પત્નીને ફરીથી તેની સાથે રહેવાનો આદેશ આપે. આ તરફ ન્યાયાધીશ એસ.કે. કૌલ અને ન્યાયાધીશ હેમંત ગુપ્તાની ખંડપીઠે કહ્યું હતું કે, “તમે શું વિચારો છો? શું સ્ત્રી કોઈની ગુલામ છે કે આપણે આ પ્રકારનો આદેશ આપીશું? શું પત્ની અંગત સંપત્તિ છે કે જે તેને તમારી સાથે જવાની સૂચના આપી શકાય? “”
ફેમિલી કોર્ટે પતિના પક્ષમાં આપ્યો હતો નિર્ણય
આ સમગ્ર વિવાદના મૂળમાં વૈવાહિક અધિકારની પુન:સ્થાપના માટેનો હુકમ છે, જે ગોરખપુરની ફેમિલી કોર્ટે 2019 માં આપ્યો હતો. મહિલાએ કહ્યું કે 2013 માં લગ્ન કર્યા બાદ તેના પતિએ દહેજ માટે તેના પર ત્રાસ આપ્યો હતો, મજબૂરીથી તે અલગ રહેવા લાગી હતી. 2015માં, જ્યારે તેણે ભરણ-પોષણ માટે કેસ કર્યો હતો, ત્યારે ગોરખપુર કોર્ટે તેના પતિને મહિને 20,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ પતિએ લગ્નના અધિકારની પુનઃસ્થાપના માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે પતિની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
દામ્પત્ય અધિકારોની બહાલીનો નિર્ણય થતા જ પતિ ફરી અદાલત ગયો. આ વખતે એમની સમસ્યા ભરણ-ભથ્થાની ચુકવણીને લઇ હતી જયારે તેઓ પત્ની સાથે રહે છે તો ભરણ-ચુકવણી કઈ વાતની. ઇલ્હાબાદ હૈ કોર્ટે એમની અરજી ફગાવી દીધી હતી ત્યાર પછી તેઓએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા.
પતિ વારંવાર કોર્ટમાં આ માગણી કરતો રહ્યો.
તેના બચાવમાં, મહિલાએ કહ્યું કે પતિની આ આખી ‘રમત’ એ ભરણ-પોષણ ચૂકવવાનું ટાળવાની છે. મહિલાએ કહ્યું કે તેનો પતિ ત્યારે ફેમિલી કોર્ટમાં ગયો હતો જ્યારે તેને આવુ કરવાનો આદેશ કરવામાં આવ્યો . મંગળવારે સુનાવણી દરમિયાન પતિના વકીલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તેની પત્નીને સમજાવીને પરત તેના પતિ સાથે મોકલવી જોઈએ. ખાસ કરીને ત્યારે જયારે ફેમીલી અદાલતે તેના પક્ષમાં ચુકાદો આપ્યો છે. વારંવાર માંગણી બાદ કોર્ટે કહેવું પડ્યું હતું કે, “શું સ્ત્રી કોઈ ખાનગી મિલકત છે? શું પત્ની ગુલામ છે? તમે અમને ઓર્ડર આપવા માટે કહી રહ્યા છો કે જાણે તેણીને એવી જગ્યાએ મોકલી શકાય જ્યાં તે જવા ઇચ્છતી નથી, જેમ કે કોઈ ગુલમ. ” ખંડપીઠે લગ્નના અધિકારને પુન: સ્થાપિત કરવા માટેની અરજીને ફગાવી દીધી હતી.
વર્ષ 2018માં પણ સુપ્રિમ કોર્ટે આવી જ ટીપ્પણી કરી હતી. ત્યારે એક મહિલા જેણે પોતાના પતિ વિરિદ્ધ ક્રૂરતાની ફરિયાદ કરી હતી. તેમજ કહ્યુ હતુ કે, તે પતિ સાથે રહેવા નથી ઈચ્છતી. જયારે પતિનનું કહેવુ હતું કે, તે પત્ની સાથે રહેવા માગે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31