Last Updated on April 3, 2021 by
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાવર્ડ કૈનેડી સ્કૂલના એમ્બેસેડર નિકોલસ બર્ન્સ સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી બીજેપી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાહુલ ગાંધીએ નિકોલસને જણાવ્યું કે બીજેપીએ દેશની મોટી સંવૈધાનિક સંસ્થાઓને પોતાના કબ્જામાં લીધી છે. વિપક્ષ પાર્ટીની ઈલેક્શનમાં હાર પછી બીજેપી પાર્ટી આર્થિક રીતે ખબૂજ મજબૂત થઈ ગઈ છે. સાથે સાથે મીડિયામાં પણ બીજેપીએ પોતાનું પ્રભુત્વ વધારી દીધું છે. જેના કારણે વિપક્ષ પાર્ટી ચૂંટણીઓમાં હારનો સતત સામનો કરી રહી છે. જેમાં પછી કોંગ્રેસ પાર્ટી હોય કે બીએસપી, એસપી, એનસીપી, જેવી પાર્ટીઓ ઈલેક્શનમાં સતત હારનો સામનો કરી રહી છે.
ઈલેક્શન જીતવા માટે સંસ્થાકીય માળખાની જરૂરિયાત પડતી હોય છે. અને આ સંસ્થાઓ એક નિષ્પક્ષ લોકતંત્ર માટે ખબૂજ જરૂરી હોય છે. પરંતુ ભારતમાં આ તમામ પર બીજેપી પૂરી રીતે હાવી થઈ ગઈ છે. જેના કારણે વિપક્ષની પાર્ટીઓ ઈલેક્શનમાં જીત મેળવી શકતી નથી. દરેકને ન્યાય વ્યવસ્થાની જરૂરિયાત હોય છે જે ન્યાય વ્યવસ્થા અમારી રક્ષા કરે. મીડિયાની જરૂરિયાત હોય છે. કે એ હંમેશા સ્વતંત્ર હોય પરંતુ અમારી પાસે આ બધું નથી.
LIVE: My interaction with Ambassador Nicholas Burns from Harvard Kennedy School. https://t.co/KZUkRnLlDg
— Rahul Gandhi (@RahulGandhi) April 2, 2021
અમેરિકા મૌન કેમ છે ? – રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ બર્ન્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમેરિકી સરકાર તરફથી કોઈ પણ ટિપ્પણી ભારત માટે આવી નથી. ભારત અને અમેરિકા વચ્ચે લોકતાંત્રિક ભાગીદારી હોય તો અમેરિકા ભારતમાં બનતી ઘટનાઓ પર કેમ કંઈ બોલવા તેયાર નથી. અમેરિકી સંવિધાનમાં સ્વતંત્રતાનો વિચાર છે. જેના પરથી સાબિત થાય છે. કે અમેરિકા ખૂબજ શક્તિશાળી છે. પરંતુ આપણે આ વિચારની પણ રક્ષા કરવી પડશે કારણ કે આ મુખ્ય વિષય છે.
સંસ્થાઓની નિષ્ફળતાઓના કારણે જનઆંદોલનો થઈ રહ્યા છે
રાહુલ ગાંધીએ વધુમાં વાતચીત કરતા કહ્યું કે કેટલીક અગત્યની સંસ્થાઓની નિષ્ફળતાના કારણે લોકો જનઆંદોલન કરવા માટે મજબૂર થઈ રહ્યા છે. જેમાં કિસાન આંદોલન એક જીવત ઉદાહરણ છે. અસમમાં ચાલી રહેલા ઈલેક્શન પ્રચારનું અભિયાન સંભાળી રહેલા બીજેપીના કાર્યકર્તાની ગાડીમાંથી વોટિંગ મશીન મળી આવ્યો તેનો વીડિયો પણ વાયરલ થયો છે. તે છતાં રાષ્ટ્રીય મીડિયા આ મુદ્દે ચૂપ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31