GSTV
Gujarat Government Advertisement

ગાંધીનગર મહાપાલિકા ચૂંટણી: જૂની ફોર્મ્યુલા પર કરવામાં આવશે ભાજપના નવા ઉમેદવારોની પસંદગી

Last Updated on March 24, 2021 by

ગાંધીનગર મહાનગર પાલિકા માટે ચૂંટણી યોજાનાર છે જેમાં 11 વોર્ડ માટે 334 લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં પૂર્વ કોર્પોરેટર અને મેયર સહિતના દાવેદારોનો સમાવેશ થાય છે.પરંતુ ઉમેદવારોની પસંદગીમાં પણ ગત વખતની ફોર્મ્યુલા મુજબ જ પસંદગી કરવામાં આવશે

ગાંધીનગર મહાપાલિકા ચૂંટણી

ગાંધીનગર મનપા માટે બીજેપીના નેતાઓએ લાઇન લગાવી છે. બીજેપીએ મંગળવારે 4  ટિમ બનાવી 11 વોર્ડના 44 ઉમેદવાર માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરી. જેમાં એક ટિમના ભાગે 3 જેટલા વોર્ડ આવ્યા હતા. જેમાં દાવેદારી માટે લાંબી લાઈનો લાગી હોવાની માહિતી સામે આવી રહી છે.

સુત્રોની જો વાત માનીએ તો 11 વોર્ડ માટે સેન્સની પ્રક્રિયા કરવામાં આવી જેમાં કુલ 334 દાવેદરોએ પોતાની લોકોએ દાવેદારી નોંધાવી, એક વોર્ડમાં એવરેજ 30 લોકોએ દાવેદારી કરી છે.  11 વોર્ડ પૈકી સૌથી વધારે દાવેદારી વોર્ડ નંબર 5માં નોંધાઈ છે. જેમાં 50 જેટલા દાવેદારોએ દાવેદારી કરી છે.

તો બીજા નંબર પર વોર્ડ નંબર 10 છે જેમાં 44 લોકો એ પોતાની દાવેદારી કરી હોવાની માહિતી સામે આવી રહી છે જે 334 લોકોએ દાવેદારી કરી છે. જેમાં પૂર્વ મેયર વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરે ટિકિટ માંગી છે. તો સહકારી આગેવાનો પણ ગાંધીનગર મનપાની ચૂંટણીમાં મેદાને આવ્યા છે અને તે નેતાઓએ પણ ટિકિટ માંગી હોવાનું સામે આવી રહ્યું છે

આમ તો પાર્ટી અધ્યક્ષ પાટીલે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નિયમો બનાવ્યા હતા કે 3 ટર્મ જીતેલા, પૂર્વ મેયર અને સગા સંબંધીને ટિકિટ નહિ આપવામાં આવે એજ ફોર્મ્યુલા આ વખતે પણ યથાવત રાખવામાં આવશે. જેના આધારે પર જ 3 નામની પેનલ તૈયાર કરવામાં આવશે.

હવે શહેરના હોદ્દેદારો સાથે આગામી સંકલનની બેઠક યોજશે. જેમાં 1 સીટ માટે 3 નામોની પેનલ તૈયાર કરીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે. જેમાં પણ પાટીલે બનાવેલા નિયમોને ધ્યાને લઈને જ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33