GSTV
Gujarat Government Advertisement

દર 3 માંથી 1 મહિલા બની છે શારિરીક અને યૌન હિંસાનો ભોગ: WHOનો ચોંકાવનારો રિપોર્ટ

મહિલા

Last Updated on March 10, 2021 by

યુએનની હેલ્થ એજન્સી અને તેના પાર્ટનર્સને એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સમગ્ર વિશ્વમાં દર 3માંથી 1 મહિલા પોતાના જીવનમાં શારિરીક અથવા તો જાતીય હિંસાનો ભોગ બની છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી મંગળવારે બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં, મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાના એજન્સીએ કરેલા વ્યાપક અભ્યાસમાં જાણવા મળ્યું કે આવી હિંસા વહેલી શરૂ થાય છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે રિલેશનમાં રહેતી ચોથા ભાગની યુવતીઓ જ્યારે 20 વર્ષની વયે પહોંચે ત્યાં સુધીમાં તેણે તેના પાર્ટનર દ્વારા હિંસા અનુભવી હતી.

WHOના આ રિપોર્ટમાં કોરોના મહામારીના આંકડા સામેલ નથી

2010 થી 2018 ના સમયગાળા દરમિયાનના આંકડા, કોવિડ -19 મહામારીની અસરને આવરી લેતા નથી. અભ્યાસમાં મહિલાઓ પરના ઘરેલું હિંસામાં વધારો જોવા મળ્યો છે કારણ કે ઘણી જગ્યાએ સરકારોએ લોકડાઉન અને અન્ય પ્રતિબંધોનો આદેશ આપ્યો હતો જેના કારણે ઘણા લોકો ઘરની અંદર જ રહેવા મજબૂર બન્યા હતા.

who

કોરોના મહામારી દરમિયાન મહિલાઓ પર હિંસા વધી

WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેએયિયસે કહ્યું કે, “મહિલાઓ સામે હિંસા દરેક દેશ અને સંસ્કૃતિમાં સદાયથી ચાલતી આવી છે, જે લાખો મહિલાઓ અને તેમના પરિવારોને નુકસાન પહોંચાડે છે, અને તેમાં કોવિડ -19 મહામારી દરમિયાન વધારો થયો છે,” WHOનાં ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેએયિયસે સરકારો, વ્યક્તિઓ અને સમુદાયોને સમસ્યાનું સમાધાન લાવવા માટે વિનંતી કરી.

2013 થી ડબ્લ્યુએચઓ દ્વારા આ પ્રકારનો પહેલો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં મહિલાના ઇન્ટીમેટ પાર્ટનર અને નૉન પાર્ટનર દ્વારા બંને પ્રકારની હિંસા આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત 736 મિલિયમ મહિલાઓ અને 15 મિલિયનથી વધુ યુવતીઓએ આ પ્રકારની હિંસાનો ઓછામાં ઓછી એક વાર સામનો કર્યો છે.

who

ત્રણમાંથી એક મહિલા બની છે હિંસાના આ સ્વરૂપોનો શિકાર

“વૈશ્વિક સ્તરે, જ્યારે આપણે ઇન્ટીમેટ પાર્ટનર અને નૉન પાર્ટનર દ્વારા જાતીય હિંસાના સંયુક્ત પ્રભાવને જોઇએ ત્યારે હિંસાના આવા સ્વરૂપોમાંથી ઓછામાં ઓછી એકનો અનુભવ કરનારી ત્રણ મહિલાઓમાંની એક છે,” તેમ WHO ના જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય અને સંશોધન યુનિટના ડો. ક્લાઉડિયા ગાર્સિયા-મોરેનોએ જણાવ્યું હતું.

who

એજન્સીનું કહેવું છે કે ઇન્ટીમેટ પાર્ટનર દ્વારા થતી હિંસા એ વિશ્વભરમાં મહિલાઓ પર થતી હિંસાનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે, જે લગભગ 641 મિલિયન લોકોને અસર કરે છે. પરંતુ ભાગ લેનારી 6 ટકા મહિલાઓએ તેમના જીવનસાથી સિવાય અન્ય કોઈ દ્વારા જાતીય શોષણ થયાની જાણ કરી હતી. અને યૌન શોષણના કલંક અને જરૂરિયાત પૂરતા રિપોર્ટિંગના અભાવના કારણે સાચા આંકડાઓ સામે આવી શકતાં નથી.

રિસર્ચમાં જોવા મળ્યું છે કે આવી હિંસા ઓછી અને મધ્યમ-આવક ધરાવતા દેશોમાં મહિલાઓને અપ્રમાણસર અસર કરે છે, કેટલાક દેશોમાં લગભગ અડધો અડધ મહિલાઓનો વ્યાપ દર્શાવે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33