Last Updated on March 13, 2021 by
કોરોનાના વધતા જતા ફફડાટ વચ્ચે એક ખુશખબર આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને શુક્રવારના રોજ અમેરિકી દવા કંપની જોહન્સન એન્ડ જોહન્સનની સિંગલ ડોઝ કોરોના વેક્સિનને તાત્કાલિક ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપી છે. જે ખૂબ જ સારા સમાચાર છે. આ મંજૂરી આપ્યા પછી હવે આંતરરાષ્ટ્રીય કોવેક્સ અભિયાન અંતર્ગત ગરીબ દેશોમાં સપ્લાઇ કરી શકાશે. જોહન્સન એન્ડ જોહન્સનની વેક્સિનની ખાસ વાત એ છે કે આના 2 ડોઝની જગ્યાએ દર્દીને 1 જ ડોઝની જરૂર પડે છે. એટલે એક જ ડોઝનમાં ઇમ્યુનિટી આવવવાની શરૂ થશે.
ભારતમાં એક સમયે કાબુમાં આવેલી ગયેલી કોરોના મહામારી ફરીથી ઉથલો મારી રહી છે, જે સરકાર માટે ચિંતાજનક બાબત છે. દેશમાં શુક્રવારે છેલ્લા ૨૪ કલાકમાં સતત બીજા દિવસે અને ૭૮ દિવસમાં કોરોનાના સૌથી વધુ ૨૩ હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ સાથે છ દિવસમાં કોરોનાના એક લાખ કેસ વધી ગયા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. બીજીબાજુ મહારાષ્ટ્રમાં પણ કોરોનાની સ્થિતિ વધુ કથળી રહી છે. કોરોનાના કેસમાં સતત વધારો થવાથી મહારાષ્ટ્ર સરકારે નાગપુર પછી હવે અકોલા અને પરભણીમાં આકરું લોકડાઉન લાગુ કરવાનો તેમજ પૂણેમાં નાઈટ કરફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે.
અમેરિકામાં અત્યારસુધી 13.3 કરોડ વેક્સિનના ડોઝ અપાયા છે
ડેનમાર્ક, નૉર્વે સહિત ઘણા યુરોપિય દેશોમાં રસીના ઉપયોગ પર રોક લગાવી દેવામાં આવી છે. આશરે 50 લાખ યુરોપિય લોકોને એસ્ટ્રાઝેનેકાની રસી લગાવવામાં આવી છે જેમાંથી 30 કેસ એવા સામે આવ્યા છે જેમાં લોહીના ગઠ્ઠા જામવા લાગ્યા છે. ઇટાલી અને ઑસ્ટ્રિયાએ પણ દવાની કેટલી બૅચનો ઉપયોગ કરવાનું બંધ કર્યું છે. ડેનમાર્ક, નૉર્વે અને આઇસલૅન્ડે એસ્ટ્રાઝેનેકા રસીના ઉપયોગ પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે.
એસ્ટ્રાજેનેકાની વેક્સિન પર પ્રતિબંધ લગાડવાની જરૂર નથીઃ WHO
યુરોપિયન મેડિસિન્સ એજન્સીએ ગુરુવારના રોજ કહ્યું હતું કે એ વાતના કોઈ સંકેત નથી કે લોહીના ગઠ્ઠા જામવા પાછળ આ રસીનો ઉપયોગ જ જવાબદાર છે પરંતુ એ સારું રહેશે કે તેના ખતરાને ઓછો કરવા પ્રયાસ ચાલુ રાખવામાં આવે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને(WHO) કહ્યું હતું કે એસ્ટ્રાજેનેકાની વેક્સિન પર પ્રતિબંધ લગાડવાની જરૂર નથી. સંગઠનના પ્રવક્તા માર્ગરેટ હેરિસે શુક્રવારે કહ્યું હતું કે આ એક ઉત્તમ વેક્સિન છે, જેનો ઉપયોગ વિશ્વભરમાં કરાઈ રહ્યો છે. આડઅસરોની જેટલી પણ ફરિયાદો આવી રહી છે, પરંતુ એના હજુ સુધી કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી.
WHO today listed the #COVID19 vaccine developed by Janssen (Johnson & Johnson), for emergency use in all countries and for COVAX roll-out https://t.co/zwKdoxuntn pic.twitter.com/naclx9Xnzs
— World Health Organization (WHO) (@WHO) March 12, 2021
આ ત્રણ બાબતો પર કોરોનાનું ભવિષ્ય ટકેલું છે
- 1. શું લોકોના શરીરમાં કુદરતી રીતે કોરોના સામે પ્રતિકારક શક્તિ ઉભી થાય છે?
- 2. ઠંડી ગરમી અને વરસાદની ઋતુની કોરોનાના ચેપ કેટલી અસર રહે છે?
- 3. સરકાર અને ખાસ કરીને નાગરિકો પોતે કોરોના સામે લડવા કેટલી તકેદારીઓ રાખે છે?
શું છે કોરોનાની હાલની સ્થિતિ?
વિશ્વભરમાં હાલ કોરોનાના 1 કરોડ 50 લાખથી વધુ કેસ નોંધાવી ચુક્યા છે. દુનિયામાં કોરોનાને કારણે 6 લાખ 50 હજાર લોકોના મોત થયા છે. આ સ્થિતિ પ્રમાણે જો માનવ શરીર કોરોના સામે લાંબા ગાળાની રોગ પ્રતિકારક શક્તિ કેળવી ન શક્યું તો કોરોના 2025 અથવા તેનાથી પણ આગળના વર્ષો સુધી ચાલતો રહે તેવી સંભાવના છે.
Johnson & Johnson announced that the @US_FDA has issued Emergency Use Authorization for our single-dose #COVID19 vaccine for ages 18+. Read more: https://t.co/HqP7pG3cH3
— Johnson & Johnson (@JNJNews) February 28, 2021
The Janssen COVID-19 Vaccine has not been approved or licensed by FDA: https://t.co/Xnh5QXScdQ pic.twitter.com/8a2sNJZx3N
નજીકના ભવિષ્યમાં શું થઇ શકે છે?
એક આશાસ્પદ સમાચાર એવા છે કે કોરોનાના એક્ટિવ કેસ જ્યારે દુનિયાભરમાં વધી રહ્યા હતા અને મોટાભાગના દેશો લોકડાઉનની સ્થિતિમાં હતા ત્યારે વૈજ્ઞાનિકોએ ધાર્યું હતું કે આ લોકડાઉન હટશે તે સાથે જ દુનિયાભરમાં કેસમાં અધધ વધારો થશે. જો કે વૈજ્ઞાનિકોની ધારણા જેટલો વધારો લોકડાઉન પૂર્ણ થયા પછી પણ થયો નથી.
આ ટેવો લાંબા ગાળામાં મહામારીને કાબૂમાં કરી શકે
આ પાછળનું મુખ્ય કારણ એ છે કે હવે સામાન્ય લોકોએ પણ 1. માસ્ક પહેરવાનું, 2. સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવાનું, 3. હાથને સાબુથી ધોવાનું નિયમિત શરુ કરી દીધું છે. નિષ્ણાતોના મતે આ ટેવો કોઈ પણ પ્રકારના લોકડાઉન, રસીઓ, દવાઓ કરતા પણ કોરોના સામે બચવા માટે વધુ ઉપયોગી છે. આ ટેવો લાંબા ગાળામાં મહામારીને કાબૂમાં કરી શકે છે. જો 50-65% લોકોએ સાવધાની રાખી તો આવતા બે વર્ષમાં કોરોનાને કાબૂ કરી શકાશે તેવી વૈજ્ઞાનિકોની ગણતરી છે.
વિશ્વમાં 2 કરોડ 6 લાખથી વધુ દર્દીઓ સારવાર હેઠળ
વિશ્વમાં ગત 24 કલાકમાં 4.85 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 9 હજારથી વધુ દર્દીઓનાં મોત થયાં છે. અત્યારસુધી વિશ્વમાં 9 કરોડ 62 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે, તો બીજી બાજુ, 26 લાખ 50 હજારથી વધારે લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. સમગ્ર વિશ્વમાં અત્યારે જોવા જઈએ તો 2 કરોડ 6 લાખથી વધારે દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. આ તમામ માહિતી www.worldometers.info/coronavirusના આધારે લેવામાં આવી છે.
કોરોના કાબૂમાં આવી ગયા પછી શું કરવું?
દુનિયામાં અત્યારે હોંગકોંગ, ન્યુઝીલેન્ડ, સાઉથ કોરિયા જેવા દેશો છે જ્યાં કોરોના સફળતાપૂર્વક કાબૂમાં આવી ગયો છે. આ દેશોમાં કોરોના ફરી ન ફેલાય તે માટે સતત ટેસ્ટિંગ, મોનિટરિંગ અને ચેપગ્રસ્ત દર્દી જેટલા લોકોને મળ્યો હોય તેના ઓછામાં ઓછા 80% લોકોનું કોન્ટેક્ટ ટ્રેસીંગ કરીને તેમને આઇસોલેટ કરવામાં આવે છે. આ ઉપરાંત બીજા દેશથી આવતા લોકોનું ટેસ્ટિંગ અને આઇસોલેશન કડકાઈથી કરવામાં આવે છે જેથી બહારના દેશથી વાયરસ ફરીથી દાખલ ન થાય.
જો કે કોન્ટેક્ટ ટ્રેસીંગની પ્રક્રિયા અઘરી છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે MIT યુનિવર્સીટીના જૂન મહિનાના રિસર્ચ પ્રમાણે દુનિયાભરમાં કોરોનાના રજીસ્ટર્ડ કેસીસ કરતા હકીકતમાં 12 ગણા વધુ કેસીસ છે. આમ કોરોના અજાણતા જ કરોડો લોકોમાં ફેલાઈ ગયો છે. આ અજાણ લોકો સુપર સ્પ્રેડર બની જાય છે.
કોરોના 2021 પછીનું ભવિષ્ય:
શક્યતા 1
એક શક્યતા પ્રમાણે કોરોના થયા બાદ શરીરમાં મળતી રોગ પ્રતિકારક શક્તિ હંમેશ માટે રહે છે. આ રોગ પ્રતિકારક શક્તિ જો ચેપ પછી અથવા વેક્સીન પછી શરીરમાં આવી તો કોરોના 2021માં જ સમાપ્ત થઇ જાય તેવી શક્યતા છે. જો કે એક અહેવાલ પ્રમાણે અમેરિકા, જ્યાં સુધી વધુ કોરોનાના કેસ અને મોત થયા છે ત્યાં હજુ ફક્ત 1 થી 6% જેટલી ઇમ્યુનીટી આવી છે. આમ ઇમ્યુનીટી ફેલાતા ઘણો સમય લાગી શકે તેમ છે.
શક્યતા 2
બીજી એક શક્યતા પ્રમાણે કોરોનાનો ચેપ અથવા વેક્સીન શરીરને બે વર્ષ સુધીની રોગ પ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. જો આમ થાય તો થોડા સમય માટે ગાયબ થયા પછી 2024થી ફરીથી કોરોનાનો કહેર શરુ થઇ શકે તેમ છે.
શક્યતા 3
ત્રીજી એક શક્યતા પ્રમાણે કોરોનાનો ચેપ અથવા વેક્સીન શરીરને 40થી 80 અઠવાડિયાની રોગ પ્રતિકારક શક્તિ આપે છે. આ સંજોગોમાં આ રોગ મહામારી એટલે કે પાન્ડેમિક માંથી એન્ડેમિક બની જાય તેવી સંભાવના છે. અર્થાત જે દેશોમાં ઠંડો અને સૂકો શિયાળો રહે છે, જે દેશોમાં વૃદ્ધોની સંખ્યા વધુ છે ત્યાં કોરોના થોડા થોડા સમયે ફૂંફાડો મારીને પોતાનો કેર વર્તાવતો રહે તેવી સંભાવના છે.
વધુ આંકડાઓ અને વધુ સંશોધનથી ભવિષ્યમાં વધુ અસરકારક રસીની આશા
જો કે કોરોના હાલના થોડા વર્ષોમાં કાબૂમાં ન પણ આવે તો પણ વૈજ્ઞાનિકોને આશા છે જે ઝડપથી સંશોધન થઇ રહ્યા છે તે પ્રમાણે કોરોનાની વધુને વધુ અસરકારક રસીઓ બનાવીને આ મહામારીથી લોકોને બચાવી લેવામાં આવશે. જો કે ત્યાં સુધી લોકો પાસે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા ધોરણોનું પાલન કરવા સિવાય કોઈ રસ્તો નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31