GSTV
Gujarat Government Advertisement

વડોદરા મહાપાલિકા ચૂંટણીના પરિણામોની અસર પંચાયતો પર પડશે?: જાણો રાજકીય પક્ષોનો મત

ભાજપ

Last Updated on February 24, 2021 by

વડોદરા કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોની જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના પરિણામો પર અસર પડશે કે કેમ તે મુદ્દે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખે કહ્યું હતું કે,વર્ષ-૨૦૧૫ની ચૂંટણીમાં શહેરમાં ભાજપ તરફે પરિણામો આવ્યા હતા અને તેમ છતાં વડોદરા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે ૩૬માંથી ૨૨ બેઠકો મેળવી હતી.જ્યારે ૮ તાલુકા પંચાયતોમાંથી ૬ તાલુકા પંચાયતો કોંગ્રેસે મેળવી હતી. તેમણે કહ્યું હતું કે,કોર્પોરેશનના પરિણામોની ગ્રામ્ય વિસ્તારોમાં કોઇ અસર પડે તેમ લાગતું નથી.આ વખતે કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલ અને મોંઘવારીને મુખ્ય મુદ્દો બનાવ્યો છે.કોંગ્રેસને આ વખતે પણ બહુમતી મળશે.

વડોદરા જિલ્લા  ભાજપના પ્રમુખે કહ્યું હતું કે,લોકોએ નરેન્દ્ર મોદીને જોઇ મત આપ્યા છે.ભાજપની પેજ સમિતિ અને બુથ સમિતિ જેવું માઇક્રો પ્લાનિંગ ખૂબ જ અસરકારક રહેતું હોય છે.સરકારની જુદીજુદી યોજનાઓ અને ખેડૂત લક્ષી સવલતો તેમજ વિકાસના કામો પ્રચારનો મુખ્ય મુદ્દો રહ્યો છે.

ભાજપની ૧૬ પેનલ જીતી કોંગ્રેસની માત્ર એક જ

જ્યારે આ વખતે ૧૯માંથી ૧૬ પેનલ પર કબજો જમાવ્યો હતો વર્ષ ૨૦૧૦ માં ભાજપે ૭૫માંથી ૬૧ બેઠકો પર કબજો કર્યો હતો. ૨૦૧૦ માં ભાજપે ૧૬ પેનલો જીતી હતી. ૨૦૧૫ માં ૫૮ બેઠકો જીતી ૧૨ પેનલ જીતી હતી. એટલે કે ૨૦૧૦ ની સરખામણીએ ૨૦૧૫ માં બેઠકો ઘટવાની સાથે પેનલો પણ ઘટી હતી. ૨૦૧૫ માં કોંગ્રેસે વોર્ડ નં.૧ અને વોર્ડ નં.૧૬ એમ બે પેનલ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી હતી, પરંતુ આ વખતે વોર્ડ નં.૧ માં એક જ પેનલ જીતી શક્યું છે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33