GSTV
Gujarat Government Advertisement

મમતા બેનર્જીના સેનાપતિ જેમના ટીએમસી છોડ્યા બાદ ‘દીદી’ આવી ગયા હતા બેકફૂટ પર

Last Updated on March 7, 2021 by

એક સમયે મમતા બેનર્જીના સેનાપતિ રહેલા શુભેંદુ અધિકારી હવે ટીએમસી સાથે નથી. મમતા સરકારમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા શુભેંદુએ ટીએમસી ત્યારે છોડી જ્યારે પાર્ટીમાં દીદીના ભત્રીજા અભિષેક બેનર્જી અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની દખલગરી ટીએમસીમાં વધી. તમામ રાજકીય ઘમાસાણ વચ્ચે પાર્ટીથી નારાજ થયેલા મમતાના સેનાપતિને પક્ષપલ્ટો કરવા મજબૂર થવું પડ્યુ.

ટીએમસી

મમતાના દક્ષિણ બંગાળના ગઢના સેનાપતિ શુભેંદુ અધિકારી ભાજપમાં સામેલ થતાંની સાથે મમતા બેનર્જી બેકફૂટ પર આવી ગયા. દક્ષિણ બંગાળના નવ જિલ્લા એવા છે જ્યાં ટીએમસીનો જનાધાર સૌથી વધારે છે. પરંતુ સેનાપતિની બળવાખોરી મમતા બેનર્જીના શાસન પર લુણો લગાવી શકે છે. ત્યારે એ પણ જાણવુ જરૂરી છે કે, બંગાળની રાજનીતિમાં શુભેંદુ અધિકારીનું શું મહત્વ છે અને તેમના રાજરીય કરિયરની શરૂઆત ક્યાંરથી થઈ.

કોંગ્રેસથી રાજકીય સફર શરૂ કરનાર શુભેંદુ અધિકારી રાજનીતિના માહેર ખેલાડી છે.  કાંથી પીકે કોલેજમાં અભ્યાસ દરમ્યાન તેમની રાજકીય સફર શરૂ થઈ. તેઓ પહેલા કોંગ્રેસમાં સામેલ થયા અને ટીએમસીથી તેમની રાજકીય કારકિર્દી વધારે ચમકી. 1989માં તેઓ છાત્ર પરિષદના પ્રતિનિધિ બન્યા હતા. 1988માં જ્યારે ટીએમસીની સ્થાપના કરવામાં આવી ત્યારે શુભેંદુના પિતા શિશિર અધિકારી ટીએમસીમાં સામેલ થયા હતા. 

શુભેંદુને પહેલા 2001માં વિધાનસભા અને 2004માં તામલુક લોકસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.  જે બાદ હારની ચિંતા કર્યા વગર તેઓ 2006માં પહેલીવાર કાંથી દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્રણ વર્ષના સફર બાદ તેઓ 2009 અને 2014માં તામલુક લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા.  2016માં શુભેંદુએ નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી જીત હાંસલ કરી. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં શુભેંદુએ સીપીઆઈના અબ્દુલ કબીને હરાવ્યા હતા. શુભેંદુને 1 લાખ 34 હજાર 623 મત મળ્યા હતા. જ્યારે અબ્દુલ કબીને 53 હજાર 393 મત મળ્યા હતા. બન્ને વચ્ચે જીતનું અંતર 40.3 ટકા હતુ. ચૂંટણીમાં મળેલી જીત બાદ શુભેંદુને ઈનામ તરીકે મમતા બનર્જીએ કેબિનેટ પ્રધાનનું પદ આપ્યું હતુ.

મમતા સરકારમાં કેબિનેટ પ્રધાન બનતાની સાથે બંગાળમાં શુભેંદુનું રાજકીય કદ પણ વધ્યુ. જેથી મમતા બેનર્જીએ શુભેંદુને બંગાળમાં ટીએમસીને વધારે મજબૂત કરવાની જવાબદારી સોંપી. જોકે, ટીએમસીમાંથી એક-બાદ એક નેતાઓ ભાજપમાં સામેલ થતાંની સાથે ટીએમસીને મોટો ઝટકો લાગ્યો, તો બીજી તરફ ટીએમસીમાં અભિષેક બેનર્જી અને પ્રશાંત કિશોરનો વધી રહેલા પ્રભાવે શુભેંદુની ઉપેક્ષા કરી. જેથી પાર્ટીથી નારાજ થયેલા શુભેંદુએ ટીએમસીને અલવિદા પણ કહી દીધુ.

ભાજપમાં સામેલ થયેલા શુભેંદુને હવે ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ભાજપ જાણે છે કે, મમતા બેનર્જીની જે  દક્ષિણ બંગાળના નવ જિલ્લાની બેઠક પર પકડ છે. તે કિલ્લાને ધ્વંશ કરવા માટે શુભેંદુ જેવા મહારથીની જરૂર છે. શુભેંદુ આ કિલ્લાને ધરાશાયી કરશે તો મમતા બેનર્જીના શાસનનો બંગાળમાં અંત પણ આવી શકે છે. બીજી તરફ મમતાનો જનાધાર દક્ષિણ બંગાળના ચૂસ્ત મતદારો  પણ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33