GSTV
Gujarat Government Advertisement

West Bengal Opinion Poll: પશ્વિમ બંગાળમાં સરકાર રચવા અમિત શાહના ધમપછાડા, દીદીને સતાવી રહ્યો છે આ ડર

Last Updated on March 19, 2021 by

પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે દમખમની સાથે ઉતરેલી મમતા બેનર્જીની આગેવાનીવાળી રાજ્યની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસનો રસ્તો આ વખતે એટલો સરળ નથી. આ વખતે 10 વર્ષ સુધી એન્ટી ઈંકબેન્સી ફેક્ટર તો બીજી તરફ કોંગ્રેસ-લેફ્ટનું ગબડતુ જનાધારની વચ્ચે ઝડપથી રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી ઉભરી આવી છે. ભાજપે આ ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીઓને લઈને રાજ્ય સ્તરના નેતાઓને ઉતારીને પુરી તાકાતથી જોર લગાવી રહી છે.

જો કે મમતા સરકારમાં ચૂંટણી બેદખલ કરવા માટે ટીએમસીના મોટા નેતાઓને તોડીને તેને નબળી પાડવાના પ્રયાસો કરી રહ્યાં છે. પરંતુ હવે જાન્યુઆરીથી માર્ચમાં ત્રણ વખત બંગાળની ચૂંટણીને લઈને ઓપિનિયન પોલ સામે આવ્યાં છે. જેમાં ટીએમસીની સીટો ભલે પાછળની તુલનામાં ઓછી આવતી જોવા મળે પરંતુ તેના કારણે રાજ્યમાં મમતાની સરકાર બનતી જોવા મળે છે. તેમ છતા પણ મમતાના સમર્થકોમાં બેચેની જોવા મળી રહી છે.

ઓપિનિયન પોલમાં વધી રહ્યાં છે ટીએમસીના આંકડા

જાન્યુઆરીમાં જ્યારે ઓપિનિયન પોલ થયો હતો તે સમયે ટીએમસીને 154-162 સીટો જીતવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જ્યારે ભાજપને 98-106 સીટો આપવામાં આવી હતી. તો કોંગ્રેસ અને ડાબેરીઓનું ગઠબંધનના ખાતામાં 26-34 સીટો મળવાની સંભાવના દેખાઈ રહી છે. એક મહિના બાદ ફેબ્રુઆરીમાં બંગાળમાં થયેલા ઓપિનિયન પોલમાં ટીએમસીના ખાતામાં 148-164 સીટો, ભાજપને 92-108 સીટો તો કોંગ્રેસ-લેફ્ટના ખાતામાં 31-39 સીટો આવશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. જ્યારે માર્ચમાં થયેલા ઓપિનિયન પોલમાં ટીએમસીના ખાતામાં 150-166, ભાજપના ખાતામાં 98-114 તો કોંગ્રેસ અને ડાબેરીઓના ગઠબંધનના પક્ષમાં 23-31 સીટો આવવાનું અનુમાન લગાવ્યું છે.

કેમ લાગી રહ્યો છે મમતાને ડર ?

પશ્ચિમ બંગાળમાં ભાજપ ઝડપથી ઉભરી આવી છે. 2019ના લોકસભાની ચૂંટણીમાં ભાજપને રાજ્યની કુલ 42 સીટોમાંથી 18 સીટો ઉપર જીત મેળવી હતી. તો લોકસભાની ચૂંટણી દરમયાન ટીએમસીને 43.69 ટકા વોટ મળ્યાં છે. તો ભાજપે કોંગ્રેસ અને લેફ્ટને પાછળ છોડી કુલ 40.64 ટકા વોટ મેળવ્યાં હતાં. જ્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને 5.67 ટકા અને લેફ્ટને 6.34 ટકા વોટ મળ્યાં હતા. એટલે કે કોંગ્રેસ અને લેફ્ટ ગઠબંધનના કુલ વોટ 10 ટકા રહ્યાં છે.

તેવામાં રાજનીતિના વિશ્લેષકોની વાત માનીએ તો ઓપિનિયન પોલ એક સંકેત હોય છે. તેનાથી ઘણી વખત આંકડા નથી મળતા. પરંતુ ઓપિનિયન પોલમાં ભાજપમાં આગળ વધી રહી છે તો તેમાં હેરાન થવું જોઈએ નહીં તે સરકાર બનાવી શકે છે. પહેલી વખત રાજ્યમાં જ્યારે કોઈ પક્ષ ઉભરી રહ્યો છે તો એક્ઝિટ પોલમાં તેને બહુમત નથી મળતો પરંતુ તેને ઉભરી રહેલા પક્ષના રૂપમાં ગણાવવામાં આવી રહ્યું છે. તેનું ઉદાહરણ દિલ્લીમાં આમ આદમી પાર્ટીએ આપ્યું હતું.

શું મમતાની વિરૂદ્ધમાં ચાલી રહ્યું છે ચૂંટણી બજાર ?

ઓપિનિયન પોલમાં બંગાળમાં ભલે મમતાની સરકાર બની રહી હોય પરંતુ જો નજીકથી સમજવા જઈએ તો રાજ્યમાં મમતાની વિરૂદ્ધમાં એક લહેર ઉભી થઈ છે. રાજ્યમાં મમતાની પાછળ 10 વર્ષની સરકાર છે. એન્ટી ઈન્કબેંસી ફેર્ટરનો મમતા આ ચૂંટણીમાં સામનો કરી રહી છે. તેવામાં જો કોંગ્રેસ અને ડાબેરીઓનું ગઠબંધનના વોટર ભાજપ તરફ શિફ્ટ થાય છે તો મમતાની ખુરશી ખસી શકે છે. આ ચૂંટણીમાં મમતા બેનર્જીને સૌથી મોટો ડર છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33