GSTV
Gujarat Government Advertisement

મોદી અને અમિત શાહની મહેનત નકામી: ચાર રાજ્યોમાંથી ભાજપ માટે આવ્યા ખરાબ સમાચાર, રણનીતિ ફેલ થતી દેખાઈ

Last Updated on March 24, 2021 by

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ત્યારે આવા સમયે દરેક રાજ્યમાં રાજકીય પાર્ટી સત્તામાં પહોંચવા માટે હવાતિયા મારી રહ્યા છે. જો કે, આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટી માટે સારા સમાચાર નથી. એક બાજૂ પશ્ચિમ બંગાળમાં કાંટાની ટક્કર દેખાઈ રહી છે, ત્યાં ભાજપ અને ટીએમસી વચ્ચે બરાબરની ટક્કર થઈ રહી છે. આજ સમયે આસામ, કેરલ, તમિલનાડૂ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પણ ચૂંટણી યોજાવાની છે. તેને લઈને ઓપિનિયન પોલ્સ પણ આવી ગયા છે. જેમાં ભાજપને કાંટાની ટક્કર મળી રહી છે.

કેરલમાં કોની બનશે સરકાર

આ સવાલના જવાબમાં ભાજપ માટે સંકટ દેખાઈ રહ્યુ છે. સી-વોટરના ઓપિનિયન પોલ મુજબ જોઈએ તો, એલડીએફને 77માંથી 85 સીટો મળતી દેખાઈ રહી છે. જ્યારે યુડીએફને 54થી 62 સીટો મળવાના અણસાર છે. જ્યારે ભાજપ શૂન્યથી 2 સીટની આસપાસ રહેશે. જ્યારે અન્યને પણ શૂન્ય અથવા એકાદી સીટ મળી શકે છે.

તમિલનાડૂમાં પણ ઝટકો

આ સર્વે પ્રમાણે તમિલનાડૂમાં યુપીએની સરકાર બનવાનું અનુમાન છે. એટલે કે, ભાજપ માટે અહીં પણ રડવાના દા’ડા છે. 234 સીટો વાળી તમિલનાડૂ વિધાનસભામાં યુપીએને 161થી 169 સીટો મળવાનું અનુમાન છે. જ્યારે એનડીએને સત્તાથી દૂર જતાં ફક્ત 53થી 61 સીટો મળવાનું અનુમાન છે. એએમએમકેને એકથી 5 સીટ મળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં 3થી 7 સીટો આવી શકે છે. કમલ હાસનની પાર્ટી એમએનએમને 2થી 6 સીટો મળી શકે છે.

આસામમાં કાંટાની ટક્કર

આસામમાં હાલ ભાજપની આગેવાની હેઠળ સર્વાનંદ સોનોવાલની સરકાર છે. જો કે, ત્યાં પણ ભાજપની વાપસી મુશ્કેલી દેખાઈ રહી છે. તાજા સર્વેમાં જણાવ્યા પ્રમાણે આસામમાં ભાજપ સંગઠનની સરકાર બની શકે છે, પણ ઓપિનિયમ પોલમાં જણાવ્યા પ્રમાણે ત્યાં કાંટાની ટક્કર થઈ શકે છે. 126 સીટો વાલી આસામ વિધાનસભામાં એનડીએને 64થી 72 સીટો મળવાનું અનુમાન છે, જ્યારે યુપીએને 52થી 60 સીટો મલી શકે છે.

પશ્ચિમ બંગાળમાં બીજા નંબરે

પશ્ચિમ બંગાળમાં આ મહિનાના અંતમાં વોટિંગ પ્રક્રિયા શરૂ થવાની છે. 27 માર્ચે રાજ્યમાં આઠ તબક્કામાં ચૂંટણી યોજાશે. તાજા સર્વેમાં ભાજપ અહીં બીજા નંબરની પાર્ટી બની છે, જ્યારે ટીએમસી પ્રથમ નંબરે બિરાજે છે. ઓપિનિયન પોલ મુજબ ટીએમસીને 154થી 162 સીટો મળતી દેખાય છે. જ્યારે ભાજપને 98થી 106 સીટો મળવાનું અનુમાન છે. અહીં 8 માર્ચના ઓપિનિયન પોલમાં થોડુ અંતર ઓછુ થતું દેખાય છે. આ વખતના સર્વેમાં ટીએમસીની સીટો પર ભાજપની પક્કડ થતીં હોવાનું સામે આવ્યુ છે. ત્યારે હવે અહીં બંને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર દેખાઈ રહી છે.

જો ભાજપની આ ચૂંટણીઓમાં હાર થાય તો રણનીતિ પર કરવો પડશે વિચાર

અહીં ઉલ્લેખનીય છે કે, જો ચૂંટણીવાળા રાજ્યોમાં વડાપ્રધાન મોદીથી લઈને અમિત શાહ સુધીના નેતાઓ રેલીઓ કરી રહ્યા છે. ત્યારે જો આ રાજ્યોમાં ભાજપની હાર થાય તો, એક રીતે વિપક્ષને મોટો ફાયદો થઈ શકે છે. ભાજપ અને શાહે પોતાની રણનીતિ પર વિચાર કરવો પડશે. હકીકતમાં જોઈએ તો, ખેડૂત આંદોલનની વચ્ચે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં ભાજપને નુકસાન થવાની સંભાવના છે. કારણ કે, હાલમાં હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33