Last Updated on March 20, 2021 by
બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ્યાં એક તરફ ભાજપ મમતા બેનર્જીના ગઢને તોડવાના પ્રયાસમાં લાગી છે, તો બીજી તરફ મમતા બેનર્જી પણ સતત ભાજપને હરાવવાના દાવાઓ કરી રહી છે. મિદનાપુરમાં એક રેલી દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપને અલવિદા, અમે બીજેપીને નથી ઇચ્છતા. અને નરેન્દ્ર મોદીનું મોં પણ જોવા નથી માંગતા.
મિદનાપુર રેલીમાં મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે અમે રમખાણ દર્યોધન, દુશાસન અને મીર જાફર પણ નથી ઇચ્છતા. તો આ તરફ ટીએમસી છોડીને ભાજપમાં આવેલા શુભેંદુ અધિકારીએ કહ્યું કે તમારે કોરોના સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રસી લેવી પડશે. તેઓ દેશના ચૂંટાયેલા વડાપ્રધાન છે. તેમની સામે બોલવુ એનો અર્થ લોકશાહી સામે બોલવા બરાબર થાય છે.
શુભેંદુ અધિકારીએ આગળ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલવાનો અર્થ ભારત માતા વિરુદ્ધ બોલવુ એવું થાય છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં વેક્સિન નથી, માટે તમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેક્સિન જ લેવી પડશે.મમતા બેનર્જી અને શુભેંદુ અધિકારી વચ્ચે નંદીગ્રામમાં આરપારનો જંગ જામ્યો છે. શુભંદુ અધિકારીએ તો ચેલેન્જ કરી છે કે તેઓ મમતા બેનર્જીને નહીં હરાવે તો રાજનીતિ છોડી દેશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31