GSTV
Gujarat Government Advertisement

બંગાળનું દંગલ/ ઈજાગ્રસ્ત થયા બાદ એક્શનમાં ‘દીદી’, આજે વ્હીલચેર પર કરશે પદયાત્રા, મોદી-શાહની ચિંતામાં થશે વધારો

પદયાત્રા

Last Updated on March 14, 2021 by

તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઇજા થયા પછી પહેલી વખત જાહેરમાં સામે આવી રહી છે. તેઓ આજે વ્હીલચેર પર પદયાત્રા કરશે. મમતા બેનર્જી બપોરે 1 વાગ્યે કોલકાતામાં પદયાત્રા કરશે. આ દરમિયાન દક્ષિણ કોલકાતામાં મેયો રોડ પર ગાંધીજીની પ્રતિમાથી પોતાની યાત્રા શરુ કરશે. સાથે જ ટીએમસીએ આજે પોતાના કાર્યક્રમમાં ફેરફાર કર્યા છે. પાર્ટી આજે પોતાનો મેનીફેસ્ટો જાહેર નહિ કરે .

TMC મેનીફેસ્ટો જાહેર નહિ કરે

આ પહેલા આજે પશ્ચિમ બંગાળમાં TMC પોતાનું ઘોષણાપત્ર જારી કરવાની હતી. પરંતુ હાલતેને સ્થગિત કરવામાં આવ્યુ છે. મમતા બેનર્જીની ઈજા બાદ પહેલીવાર મંચ પર વ્હીલ ચેર પર નજર આવશે. તે રવિવારે ચૂંટણી મેદાનમાં એકવાર ફરીથી ઉતરશે. જે બાદ તે 15 માર્ચથી જનસભાની શરૂઆત કરશે. મમતા 15 માર્ચે પુરુલિયા, 16 માર્ચે બાંકુરા અને 17 માર્ચે ઝારગ્રામમાં રેલી કરશે.

જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઇજા થયાને લઇ વિશેષ સુપરવાઈઝરોની ટીમે ચૂંટણી આયોગને રિપોર્ટ સોંપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સીએમ મમતા બેનર્જી દુર્ઘટના કારણે ઘાયલ થઇ છે. મુખ્યમંત્રીની ભારે સુરક્ષા વચ્ચે હતી. સુપરવાઈઝરે કોઈ પણ પ્રકારના હુમલાની આશંકાને નકારી છે. ત્યાં જ મુખ્ય સચિવ આલાપન બંદોપાધ્યાયએ ચૂંટણી આયોગની પોતાની નવી તપાસ રિપોર્ટ સોંપી છે.

બીજી તરફ મમતા દીદીને હોસ્પિટલમાં રજા મળી ગઈ પછી હવે એ ફરીથી ચૂંટણી પ્રચારના આરંભ કરશે. ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોના કહેવા પ્રમાણે ૧૫મી માર્ચથી એટલે કે સોમવારથી મમતા દીદી વ્હિલચેરમાં બેસીને પ્રચાર અભિયાન શરૃ કરશે. એક રેલી પુરુલિયામાં ૧૫મી માર્ચે થશે. બીજી રેલી ઝારગ્રામમાં ૧૬મી માર્ચે થશે. ઘાયલ હોવા છતાં મમતા દીદી ફરીથી ચૂંટણીના મેદાન-એ-જંગમાં ઉતરવા સજ્જ થયા હોવાનું તેમની નજીકના વર્તુળોએ કહ્યું હતું.

ખેડૂત નેતાઓનું કેમ્પેઇન ચાલુ

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ખેડૂત આંદોલનની એન્ટ્રી થઇ ગઈ છે. આજે ખેડૂત નેતા રાકેશ ટિકેટનો બંગાળ પ્રવાસનો બીજો દિવસ છે. જ્યાં સિંગુરમાં જનસભા કરશે. આ પહેલા નંદીગ્રામમાં રાકેશ ટિકૈતે જનસભામાં બીજેપી વિરુદ્ધ વોટ કરવાની અપીલ કરી છે.

બંગાળ પ્રવાસ પર શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પાશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસ પર જઈ રહ્યા છે. તે ખડગપુરમાં રોડ શો કરશે. આ પહેલા કાલે મોદી રાત સુધી બીજેપીની CEC બેઠક થઇ જેમાં બંગાળમાં બીજા ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ. બેઠકમાં પીએમ મોદી સહીત બીજેપીમાં આઠ નેતા સામેલ થયા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33