GSTV
Gujarat Government Advertisement

બંગાળમાં પીએમ મોદીનું સંબોધન / બંગાળની ધરતીએ ભારતને સશક્ત કર્યું, મમતાએ આપ્યો દગો

Last Updated on March 8, 2021 by

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ચૂંટણી તારીખોની જાહેરાત બાદ પીએમ મોદી આજે પહેલી રેલી કરી રહ્યા છે. તેના માટે કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ પર ભવ્ય તૈયારીઓ કરી દેવામાં આવી છે, પીએમ મોદી બપોરે દોઢ વાગે કોલકાતા એરપોર્ટ પહોંચ્યા હતા. ટૂંક સમયમાં પીએમ મોદી સંબોધન કરશે. બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચી અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા હતા. તો ભાજપમાં જોડાવાની સાથે જ મિથુન દાએ સંબોધન કર્યું હતું.

મોદી

પીએમ મોદી કરી રહ્યા છે સંબોધન

કોલકાતા પહોંચેલા પીએમ મોદીએ બ્રિગેડ ગ્રાઉન્ડથી હાજર જનમેદનીને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું બંગાળની ધરતીએ ભારત દેશને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. આઝાદીની લડાઈમાં બંગાળનું ખાસ મહત્વ રહ્યું છે. બંગાળની ધરતીએ આઝાદીની લડાઈમાં નવા પ્રાણ ફૂંક્યા હતા. બંગાળની ધરતી સ્વામી વિવેકાનંદની ધરતી છે. પીએમ મોદીએ ભારત માતા કી જયના નારા સાથે સંબોધનની શરૂઆત કરી હતી, પીએમ મોદીએ કહ્યું કે બંગાળથી આવેલ મહાન વ્યક્તિત્વોએ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સશક્ત કરી. બંગાળની આ ધરતીએ એક વિધાન, એક નિશાન, એક પ્રધાન માટે બલિદાન આપનાર સપૂત આપનાર ધરતી છે.આવી પાવન ધરતીને હું નમન કરું છું. પીએમ મોદીએ કહ્યું કે બંગાળની ધરતીએ આપણા સંસ્કારોને ઉર્જા આપી છે, બંગાળની ધરતી એ જ્ઞાન-વિજ્ઞાનમાં ભારતને ગૌરવ અપાવ્યું. મમતા દીદીએ બંગાળની સાથે દગો કર્યો છે.

કેટલાંક લોકોને લાગે છે આજે 2જી મે આવી ગઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બંગાળમાં પરિવર્તન માટે મમતા દીદી પર વિશ્વાસ મુક્યો હતો, પરંતુ તેમણે અને તેમના લોકોએ આ વિશ્વાસ તોડ્યો. આ લોકોએ બંગાળનો વિશ્વાસ તોડ્યો, બંગાળનું અપમાન કર્યું, અહીંની બહેન દીકરીઓ પર અત્યાચાર કર્યા. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં એક તરફ ટીએમસી છે લેફ્ટ-કોંગ્રેસ છે, તેમનું બંગાળ વિરોધી વલણ છે.અને બીજી તરફ ખુદ બંગાળની જનતા કમર કસીને ઉભી છે. બ્રિગેડ ગ્રાઉન્ડ પર ઉમટી ઉઠેલા લોકજુવાળ પર પીએમ મોદીએ કહ્યું કે આજે બ્રિગેડ ગ્રાઉન્ડમાં તમારા લોકોનો હુંકાર સાંભળ્યા બાદ હવે કોઈ શંકા નથી રહી. કેટલાંક લોકોને તો લાગતું હશે કે 2જી મે આવી ગઈ છે.

બંગાળને અપાવ્યો વિકાસનો વિશ્વાસ

પીએમ મોદીએ કહ્યું કે બ્રિગેડ ગ્રાઉન્ડથી તમને આ આશોલ પોરિબોરતોનનો વિશ્વાસ આપવા આવ્યો છું. વિશ્વાસ, બંગાળના વિકાસનો વિશ્વાસ, બંગાળમાં પરિસ્થિતિઓ બદલવાનો વિશ્વાસ, બંગાળમાં રોકાણ વધવાનો વિશ્વાસ, બંગાળમાં પુનઃનિર્માણનો વિશ્વાસ, બંગાળની સંસ્કૃતિની રક્ષાનો વિશ્વાસ, હું વિશ્વાસ અપાવું છું કે હું તમારા માટે, અહીંના નવયુવાનો માટે, ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો, બહેનો-દીકરીઓના વિકાસ માટે અમે 24 કલાક રાત દિવસ મહેનત કરીને કામ કરીશું. અમે મહેનત કરવામાં કોઈ કમી નહીં રાખીએ.

કોલકાતા પહોંચ્યા પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતા પહોંચી ચુક્યા છે. ટૂંક સમયમાં તેઓ બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચશે. અહીં તેઓ જંગી સભાને સંબોધન કરશે. તો, બીજી તરફ બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડયા હતા. કોલકાતા એરપોર્ટ પર પહોંચતાની સાથે જ પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33