Last Updated on March 27, 2021 by
આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં સાંજના 5 વાગ્યા સુધીમાં ક્રમશ: 71.62 ટકા અને 77.99 ટકા મતદાન નોંધાયુ છે. આ જાણકારી ચૂંટણી પંચ તરફથી આપવામાં આવી છે.
પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. પહેલા તબક્કાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન થયું છે અને અંદાજે સરેરાશ 70% મતદાન થયું છે. બંગાળની 30 વિધાનસભા બેઠકો માટે તો આસામની 47 બેઠકો માટે આજે ચૂંટણી યોજાઈ હતી.
બંગાળમાં 79.79% મતદાન
બંગાળમાં આજે પહેલા તબક્કામાં 30 બેઠકો માટેનું મતદાન પૂર્ણ થયું છે. સાંજે 6.47 વાગ્યા સુધીમાં 79.79% મતદાન નોંધાયું હતું. જયારે આસામમાં પણ 70%થી વધુ મતદાન થયું છે.
આસામમાં 72.16% મતદાન
આસામમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યની 47 બેઠકો પર આજે 72.16% મતદાન નોંધાયું છે.
71.62% and 77.99% voter turnout recorded till 5 pm, in the first phase of polling in Assam and West Bengal Assembly elections, respectively: Election Commission of India. pic.twitter.com/ph1BWtMXMV
— ANI (@ANI) March 27, 2021
ચાર વાગ્યા સુધીનું મતદાન
આસામ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં સાંજના 4 વાગ્યા સુધીમાં ક્રમશ: 62.36 ટકા અને 70.17 ટકા મતદાન નોંધાયું છે.
3 વાગ્યા સુધીનું મતદાન
પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. પ્રથમ તબક્કામાં 30 સીટો પર મતદાન દરમિયાન બપોરે 3 વાગ્યા સુધીમાં 73.80 લાખમાંથી 55.27 ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે આસામમાં પ્રથમ તબક્કા દરમિયાન 47 વિધાનસભા સીટો પર બપોરે 3 વાગ્યા સુધીમાં 81.09 લાખમાંથી 47.10 ટકા મતદારોએ મતદાન કર્યુ હતું.
47.10% and 55.27% voter turnout recorded till 3 pm, in the first phase of polling in Assam and West Bengal Assembly elections, respectively: Election Commission of India.
— ANI (@ANI) March 27, 2021
બપોર પહેલાનું 11 વાગ્યાનું મતદાન
દેશના મહત્વના બે રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. જેમાં રેકોર્ડ વોટિંગની ખબરો આવી રહી છે. આસામમાં જ્યાં પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં 24.61 ટકા વોટ પડ્યા છે. તો વળી પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં 24.48 ટકા મતદાન થયું છે.
Assam: 45.20 per cent of 81.09 lakh electors exercise their franchise till 1 pm. #AssamElections
— Press Trust of India (@PTI_News) March 27, 2021
આપને જણાવી દઈએ કે, આસામમાં આજે 47 સીટો પર મતદાન થઈ રહ્યુ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કાની 30 સીટો માટે મતદાન ચાલુ છે. બંને રાજ્યમાં પ્રથમ તબક્કાની મતદાન માટે સવારના સાત વાગ્યાથી લાઈનો લાગી ગઈ છે.
પશ્ચિમ બંગાળમાં મતદાન મથક પર ફાયરિંગની ઘટના
પશ્વિમ બંગાળમાં ચૂંટણી ટાણે જ ફાયરિંગની ઘટના સામે આવી છે. પૂર્વી મદિનાપુરમાં ફાયરિંગ થતા બે સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા.ભાજપના કાર્યકર્તાઓ સામે બુથ પર ઘુસવાનો આરોપ છે. મતદાન શરૂ થયાના થોડા કલાકો બાદ જ હિંસક ઘટનાઓ સામે આવી હતી. ઇજાગ્રસ્ત સુરક્ષા કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
East Midnapore: 2 security personnel injured in a firing incident at Satsatmal, Bhagwanpur assembly constituency, early morning today, ahead of voting for West Bengal polls
— ANI (@ANI) March 27, 2021
Those associated with TMC trying to terrorise ppl in Argoal panchayat area: Anup Chakraborty,BJP Dist Pres pic.twitter.com/FQNiKUjtff
બંને રાજ્યોમાં પ્રથમ તબક્કાનું આજે મતદાન
પશ્વિમ બંગાળ અને આસામમાં આજે વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું છે. અને સવારથી મતદાન મથકો પર લાંબી લાંબી કતાર જોવા મળી રહી છે. પશ્વિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણીનું આયોજન કરાયુ છે. અહીં પહેલા તબક્કામાં કુલ 30 બેઠક પર મતદાન થઈ રહ્યુ છે. તો આસામમાં 47 બેઠક પર મતદાન થઈ રહ્યુ છે. બંગાળમાં સાજે 6.30 વાગ્યા સુધી મતદાર મતદાન કરી શકશે. તો આસામમાં સાંજના છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. પશ્વિમ બંગાળમાં પહેલા તબક્કામાં પુરૂલિયા, બાંકુરા, પૂર્વ મેદિનીપુર જિલ્લાની બેઠક પર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થવાના છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31