GSTV
Gujarat Government Advertisement

BIG NEWS : પશ્વિમ બંગાળ સહિત દેશના 5 રાજ્યોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, આટલા તબક્કામાં યોજાશે મતદાન

Last Updated on February 26, 2021 by

ચૂંટણી પંચે આજે 4.30 કલાકે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર કરી છે. કોરોનાકાળમાં યોજાતી આ ચૂંટણીને ધ્યાને રાખીને ચૂંટણી પંચે ખૂબ તૈયારીઓ પણ કરી છે. અહીં નીચે જણાવેલી તારીખોએ આ રાજ્યોમાં યોજાશે મતદાન. ત્યારે હવે ચૂંટણી પંચે કરેલી જાહેરાત અનુસાર આ પાંચેય રાજ્યોમાં આદર્શ આચરસંહિતા લાગૂ થઈ જશે.

5 રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીનો સમાવેશ થાય છે. આ પૈકી આસામમાં અત્યારે ભાજપની સરકાર છે.

આસામમાં યોજાશે 3 તબક્કામાં મતદાન

ચૂંટણી પંચે કરેલી જાહેરાત અનુસાર આસામમાં 3 તબક્કામાં મતદાન યોજાશે. જે અંતર્ગત ત્રીજા તબક્કામાં નોટિફિકેશન માટે 10 માર્ચ, નોમિનેશનની છેલ્લી 19 માર્ચ , 28 માર્ચ ફોર્મ ખેંચી શકે. 6 એપ્રિલે ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાશે.

આસામમાં 3 તબક્કામાં થશે મતદાન

  • આસામમાં વિધાનસભા ચૂંટણી 3 તબક્કામાં યોજાશે. મતગણતરી 2 મેના રોજ થશે.
  • પ્રથમ તબક્કો-47 બેઠક
  • અધિસૂચના-2 માર્ચ
  • નામાંકનની અંતિમ તારીખ-9 માર્ચ
  • સ્ક્રુટની-10 માર્ચ
  • મતગણતરીની તારીખઃ 2 મેના રોજ આવશે પરિણામ
  • બીજો તબક્કો
    બેઠકઃ 39
  • અધિસૂચનાઃ 5 માર્ચ
  • નામાંકનઃ 10 માર્ચ
  • સ્ક્રુટનીઃ 16 માર્ચ
  • નામ પાછું ખેંચવાની તારીખઃ 17 માર્ચ
  • મતદાનઃ 1લી એપ્રિલ
  • ત્રીજો તબક્કો
    બેઠકઃ40
  • અધિસૂચનાઃ 12 માર્ચ
  • નામાંકનઃ 19 માર્ચ
  • સ્ક્રુટનીઃ 20 માર્ચ
  • નામ પાછું ખેંચવાની તારીખઃ 22 માર્ચ
  • મતદાનઃ 6 એપ્રિલ

કેરલમાં 1 તબક્કામાં યોજાશે મતદાન

કેરલમાં એક જ તબક્કામાં મતદાન થશે. 6 એપ્રિલે કેરલમાં મતદાન થશે.

તમિલનાડૂમાં પણ 6 એપ્રિલે યોજાશે મતદાન

તમિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન થશે. નોમિનેશનની 28 માર્ચ સુધી નોંધણી થશે. 31 માર્ચે ફોર્મ પરત ખેંચી શકાશે. 6 એપ્રિલે તમિલનાડુમાં મતદાન થશે.

પુડુચેરીમાં 1 તબક્કામાં યોજાશે મતદાન

પુડુંચેરીમાં એક જ તબક્કામાં મતદાન થશે. નોટિફિકેશન 10 માર્ચ, લાસ્ટ ડેટ 19 માર્ચ રહેશે. 6 એપ્રિલે ચૂંટણી થશે.

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં યોજાશે મતદાન

પશ્ચિમબંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે.

  • અહીં પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચે યોજાશે.
  • બીજા તબક્કામાં 13 વિધાનસભા માટે નોટિફિકેશન 5 માર્ચ રહેશે. છેલ્લી 12 માર્ચ નોમિનેશનની રહેશે.
  • 1 એપ્રિલે બીજા તબક્કામાં ચૂંટણી થશે.
  • ત્રીજા તબક્કામાં 12 માર્ચે નોમિનિશન થશે. 6 એપ્રિલે ત્રીજા તબક્કામાં ચૂંટણી થશે.
  • ચોથા તબક્કામાં 14 સીટો માટે 10 એપ્રિલે ચૂંટણી થશે.
  • હાવડા પાર્ટ ટ હુગલી પાર્ટ 2 સાઉથ પાર્ટ3 , અલિપુરદાન, બેઠકો માટે ચૂંટણી યોજાશે.
  • 55 બેઠકો માટે પાંચમા તબક્કાની ચૂંટણી 17 એપ્રિલે થશે.
  • છઠ્ઠા તબક્કામાં 22 એપ્રિલે મતદાન થશે.

આઠમા તબક્કામાં 31 માર્ચે નોટિફિકેશન થશે. નોમિનેશનની છેલ્લી તારીખ 7 એપ્રિલ છે. છેલ્લા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાશે. માલદા પાર્ટ

  • 27 માર્ચ પ્રથમ તબક્કાનું મતદાન
  • અસામમા 3 ફેસમાં ઈલેક્શન થશે.
  • પહેલા ફેસમાં નોટિફિકેશન 2 માર્ચ, નોમિનેશનની 9 માર્ચ રહેશે.
  • 10 માર્ચે ફોર્મ ખેચવાની રહેશે. 27 માર્ચ પ્રથમ તબક્કામાં ચૂંટણી થશે.
  • 2 મેના કાઉન્ટિંગ થશે.
  • તમામ ઈલેક્શનનું પરિણામ 2 મેના આવશે.
રાજ્યમતદાનની તારીખપરિણામની તારીખ
પશ્ચિમ બંગાળ27 માર્ચ (8 તબક્કામાં)2 મે
આસામ27 માર્ચ ( 3 તબક્કામાં)2 મે
કેરલ6 એપ્રિલ2 મે
તમિલનાડૂ6 એપ્રિલ2 મે
પુડુચેરી6 એપ્રિલ2 મે
  • પાંચ રાજ્યોમાં 824 વિધાનસભા સીટો પર થશે મતદાન
  • આ પાંચેય રાજ્યોમાં કુલ 18 કરોડની આસપાસ મતદારો મતદાન કરશે.
  • પાંચ પ્રદેશોમાં મતદાન કેન્દ્રોની સંખ્યા વધારાઈ
  • 18.6 કરોડથી વધારે મતદાતાઓ મત નાંખશે.
  • ચારેય રાજ્યોમાં મતદાન કેન્દની સંખ્યા વધારાઈ
  • 2.7 લાખ મતદાન કેન્દ્રોપરથી લોકો કરી શકશે મતદાન
  • બંગાળમાં 1લાખથી વધારે મતદાન કેન્દ્ર
  • તમામ ચૂંટણી અધિકારીઓનું રસીકરણ થશે.
  • આસામમાં 33 હજાર મતદાન મથકો
  • મતદાનનો સમય એક કલાક વધાર્યો
  • સિક્યોરિટી મની ઓનલાઈન જમા કરાવી શકાશે.
  • તમામ મતદાન કેન્દ્રો ગ્રાઉન્ડ ઉપર હશે.
  • ડોર ટુ ડોર પ્રચાર માટે 5 લોકોને મંજૂરી
  • ગ્રાઉન્ડ ફ્લોર પર થશે તમામ મતદાન
  • મતદાન મથકો
  • સામમાં આ વખતે 33 હજારથી વધારે પોલિંગ સ્ટેશન હશે.
  • તમિલનાડુમાં 88 હજારથી વધારે પોલિંગ સ્ટેશન હશે.
  • પશ્ચિમ બંગાળમાં 1 લાખ 1 હજારથી વધારે પોલિંગ સ્ટેશન હશે.
  • કેરળમાં 40 હજારથી વધારે પોલિંગ બુથ હશે.
  • પુંડુંચેરીમાં 1,500થી વધારે પોલિંગ બૂથ હશે.

રાજ્ય અને કેન્દ્રીય બળ સાથે મળીને કામ કરશે. બંગાળ સહિત રાજ્યોમાં સીઆરપીએફની ટીમ તૈનાત હશે. ચૂંટણી પંચે ચુંટણી સંબંધિત માહિતી માટે ટોલફ્રી નંબર 1950 જાહેર કર્યો. તહેવારો અને પરીક્ષાઓના સમયમાં ચૂંટણી નહીં યોજાય. ઓનલાઈન વોટરકાર્ડ પણ નીકાળી શકાશે.

કોરોના ગાઈડલાઈનનું તમામ પાલન સાથે ચૂંટણી થશે. કોરાના યોદ્ધાઓને સલામ છે. ચુંટણી આધિકારીઓ ફ્રન્ટલાઈન વોરિયર્સ છે. ચૂંટણી પંચે તમામ રાજ્યોમાં ચુંટણી અધિકારીઓ સાથે વાતચીત કરી, ત્યાંની મુલાકાત કરી. દેશના 4 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર કરાઈ રહી છે. પશ્ચિમ બંગાળ, કેરલ, તમિલનાડુ, કેરલ, આસમ અને પુડુંચેરીમાં વિધાનસભાની તારીખો જાહેર થશે. તામિલનાડુમાં 24 મેના વિધાનસભા કાર્યકાળ પૂરો થાય છે. પશ્ચિમ બંગાળમાં 30 મેનો વિધાનસભા કાર્યકાળ પૂરો થાય છે. અસમમાં 31 મેના વિધાનસભા કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોડાએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને કારણે મુશ્કેલી પડી છે. કોરોના સંક્રમણને કારણે બધાએ ખૂબજ મહેનત કરી છે. ઈલેક્શન ડ્યૂટીમાં તમામ પ્રકારના લોકોની સેફ્ટી રહે તે પ્રકારના આયોજનો ગોઠવણ કરવામાં આવશે. બિહારમાં સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે. મતદાતાઓનું સ્વાસ્થ્ય સુવિધા મહત્ત્વની છે. તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે. કોરોના કાળમાં બિહારનું ઈલેક્શન સફળતાપૂર્વક થયું છે.

1 મે પહેલા વિધાનસભા ગઠનનો છે પ્લાન

હકીકતમાં જોઈએ તો, ચાર મેથી અહીં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. જેને ધ્યાને રાખીને ચૂંટણી પંચે આ પાંચેય રાજ્યોમાં એક મે પહેલા ચૂંટણી કાર્યક્રમ ખતમ કરવાનો પ્લાન બનાવ્યો છે. આપને જણાવી દઈએ કે, ચૂંટણી પંચે સૌથી વધારે આ પાંચ રાજ્યોની મુલાકાત કરી છે. હાલમાં પણ એક ટીમ વેસ્ટ બેંગાલમાં છે.

કોરોનાના કારણે ખાસ તૈયારીઓ

ચૂંટણી પંચની સામે તમિલનાડૂ અને કેરલમાં કોરોનાના વધતા કેસોને જોતા ચૂંટણી યોગ્ય રીતે પાર પાડવી સૌથી મોટો પડકાર છે. જો કે, ચૂંટણી પંચનું કહેવુ છે કે, તેમણે કોરોના પ્રોટોકોલને ધ્યાને રાખતા તમામ તૈયારીઓ કરી છે. આ સાથે જ સુરક્ષાદળોનો પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરક્ષાબળની 125 કંપની તૈનાત

ચૂંટણી પંચનું કહેવુ છે કે, બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન થાય તેના માટે કેન્દ્રીય સુરક્ષા દળની 125 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. તેમાં સીઆરપીએફની 60 કંપની, બીએસએફની 25 કંપની, એસએસબીની 30 કંપની, સીઆઈએસએફની 5 કંપની અને આઈટીબીપીની 5 કંપની શામેલ છે.

રાજ્યસીટવર્તમાન સ્થિતી
પશ્ચિમ બંગાળ294તૃણમૂલ કોંગ્રેસ- 211
ભાજપ- 03
કોંગ્રેસ- 44
ડાબેરી- 32
આસામ126ભાજપ-60
કોંગ્રેસ- 19
કેરલ141એલડીએફ- 91
યુડીએફ- 43
તમિલનાડૂ234અન્નાદ્રુમક-124
ડીએમકે- 97
કોંગ્રેસ- 7
પુડુચેરી33કોંગ્રેસ- 15
એનઆઈએનઆર કોંગ્રેસ-8, અન્નાદ્રુમક-4

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 294 સીટો

પશ્ચિમ બંગાળમાં ટીએમસી પાસે છે 211 ધારાસભ્યો. અહીં વિધાનસભામાં 294 સીટો છે. જ્યારે તેમાંથી મમતા બેનર્જીના નેતૃત્વવાળી સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસની પાસે 211 ધારાસભ્યો છે. ભાજપ પાસે અહીં ત્રણ, કોંગ્રેસ પાસે 44, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈંડિયા પાસે 32 સીટો છે. જ્યારે અન્ય પાર્ટીઓ પાસે અહીં દશ સીટો છે.

કેરલ વિધાનસભામાં 141 સીટો

કેરલમાં એલડીએફ પાસે 91 ધારાસભ્ય છે. કેરલ વિધાનસભામાં 141 સીટો છે. તેમાંથી 140 ચૂંટાયેલ અને એક નામિત સીટ છે. હાલમાં ત્યાં પિનરાઈ વિજયનના નેતૃત્વવાળી લેફ્ટ સરકાર છે. અહીં સત્તાધારી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટની પાસે 91 ધારાસભ્યો છે. તો વળી યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટની પાસે 43 સીટો છે. જ્યારે એનડીએની પાસે એક સીટ છે. જ્યારે કેરલ જનપક્ષમ સેક્યુલરની પાસે એક સીટ છે. આ ઉપરાંત વધુ ચાર સીટો ખાલી પડેલી છે.

તમિલનાડૂમાં વિધાનસભાની 234 સીટો

તમિલનાડૂમાં એઆઈએડીએમકેની પાસે 124 ધારાસભ્યો છે. જ્યારે તમિલનાડૂ વિધાનસભામાં 234 સીટો છે. તેમાંથી સત્તાધારી ઓલ ઈંડિયા અન્ના દ્વવિડ કડઘમની પાસે 124 ધારાસભ્યો છે. તો વળી દ્વવિડ મુનેત્ર કડઘમની પાસે 97, કોંગ્રેસ પાસે 7, ઈંડિયન મુસ્લિમ લીગ પાસે એક અને અમ્મા મક્કલ મુનેત્ર કડઘમ પાસે એક સીટ છે. આ ઉપરાંત ચાર સીટ ખાલી છે. વર્તમાનમાં ઈડાપડ્ડી પલાનીસ્વામી રાજ્યના મુખ્યમંત્રી છે.

આસામ વિધાનસભામાં 126 સીટો

આસામમાં ભાજપ પાસે 60 ધારાસભ્યો છે. જ્યારે ત્યાં વિધાનસભામાં 126 સીટો છે. અહીં સત્તાધારી ભાજપની પાસે 60 તો વળી કોંગ્રેસ પાસે 19 ધારાસભ્યો છે. જ્યારે અસમ ગણ પરિષદની પાસે 13, ઓલ ઈંડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ પાસે 14, બોડોલેંન્ડ પીપુલ્સ ફ્રંટ પાસે 11 અને અપક્ષની એક સીટ છે. તો વળી આઠ સીટો અહીં ખાલી છે. હાલમાં ત્યાં રાજ્યમાં કાર્યભાર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સંભાળી રહ્યા છે.

પુડુચેરી વિધાનસભામાં 33 સીટો

પુડુચેરીમાં હાલ વિધાનસભાની 33 સીટો છે. ગત અઠવાડીયે જ અહીં કોંગ્રેસ સરકાર ધરાશાયી થતાં ત્યાં ગત રોજ રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યુ છે. આ અગાઉ અહીં વી. નારાયણસામીના નેતૃત્વવાળી કોંગ્રેસ અને ડીએમકે ગઠબંધનવાળી સરકાર હતી.

આ કેન્દ્રશાસિત પ્રદેશમાં 30 સભ્યો ચૂંટાઈને આવે છે. જ્યારે ત્રણ સભ્યો નામિત કરવામાં આવે છે. વિધાનસભા ભંગ થતાં પહેલા અહીં કોંગ્રેસ પાસે 15 ધારાસભ્યો હતા. તો વળી ઈંડિયા એનઆર કોંગ્રેસ પાસે અહીં આઠ સભ્યો હતા. જ્યારે એઆઈએડીએમકે પાસે ચાર, ડીએમકે પાસે અહીં બે અને અપક્ષની એક સીટ હતી. તો વળી ભાજપ નામિત અહીં ત્રણ સભ્યો હતાં.

2016 ચૂંટણીના પરિણામો

આસામ, તામિલનાડુની ચૂંટણી (2016)ના પરિણામો

આસામમાં વિધાનસભાની 126 બેઠકો છે. જેમાંથી ગત ચૂંટણીમાં ભાજપે 60 બેઠકો, એજીપી 14, કોંગ્રેસ 26, એઆઈયુડીએફ 13, બીઓપીએફ 12 અને અન્ય 01 બેઠકો જીતી હતી. તમિળનાડુમાં કુલ 234 વિધાનસભા બેઠકો છે. 2016 ની વિધાનસભાની ચૂંટણીમાં, AIADMK એ 135, ડીએમકેની 88, કોંગ્રેસની 8 અને અન્યએ 01 બેઠકો જીતી હતી.

પશ્ચિમ બંગાળની ચૂંટણી (2016) પરિણામો

પશ્ચિમ બંગાળની વાત કરીએ તો અહીં 294 બેઠકો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીની ટીએમસીએ 211, કોંગ્રેસને 44, ડાબેથી 32, ભાજપને 3 અને અન્ય 04 બેઠકો જીતી હતી.

કેરળ 2016 ની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો શું હતા

કેરળની વાત કરીએ તો અહીં કુલ 140 બેઠકો છે. ૨૦૧6 માં ગત વિધાનસભાની ચૂંટણીમાં એલડીએફને 84 બેઠકો, યુડીએફને 47 બેઠકો, ભાજપને 01 બેઠકો અને અન્યને 8 બેઠકો મળી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33