Last Updated on April 5, 2021 by
ગુજરાતમાં સતત કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે રાજ્યમાં મહાનગરો બાદ હવે ગામડાંઓમાં પણ કોરોના વકર્યો છે. એવામાં વ્યારામાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઇને વેપારીઓએ બપોરના 2 વાગ્યા બાદ સ્વૈચ્છિકપણે દુકાનો બંધ રાખવાની જાહેરાત કરાઇ છે. તેમ છતાં વ્યારામાં મોટા ભાગની દુકાનો ખુલ્લી જોવા મળી હતી. વ્યારામાં અમુક વિસ્તારોની ફક્ત એકલદોકલ દુકાનો જ બંધ જોવા મળી હતી. બાકીની મોટા ભાગની દુકાનો બપોર બાદ પણ રાબેતા મુજબ ખુલ્લી જોવા મળી હતી.
રાજ્યમાં વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો મહારાષ્ટ્રમાં વધેલા કોરોનાના કેસના કારણે સુરતથી મહારાષ્ટ્ર તરફ દોડતી સરકારી બસ એક સપ્તાહથી બંધ કરી દેવાઇ છે. તો બીજી તરફ ખાનગી બસોના સંચાલકોને પણ મહારાષ્ટ્રની બસ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. તંત્રની સૂચના બાદ ખાનગી બસના સંચાલકોએ બસ ન ચલાવવા સહમતિ દર્શાવી છે. મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વધારે કથળી છે. જેથી મહારાષ્ટ્ર તરફથી ટ્રાવેલ કરી રહેલા લોકોને અટકાવવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
સુરતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે બહારગામથી સુરત આવતા મુસાફરોના એસ.ટી.બસ સ્ટેન્ડ પર કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. શહેરના એસ.ટી.ડેપો પર સવાર અને બપોર એમ બે પાળી દરમ્યાન અંદાજીત 400થી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે. એસ.ટી ડેપો પર કરવામાં આવતા ટેસ્ટ દરમ્યાન જો કોઈ મુસાફર પોઝિટિવ મળી આવે તો તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સતત પાંચમાં દિવસે કોરોનાએ વધુ એક નવી સર્વોચ્ચ સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૮૭૫ નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી ૮, અમદાવાદમાંથી ૪, વડોદરા-અમરેલીમાંથી ૧-૧ એમ ૧૪ના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે સરેરાશ ૨ વ્યક્તિ સંક્રમિત થઇ રહી છે. રાજ્યમાં ૧૩ ઓક્ટોબર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૫ હજારને પાર થયો છે. હાલમાં ૧૫,૧૩૫ એક્ટિવ કેસ છે જ્યારે ૧૬૩ દર્દી વેન્ટિલેટર પર છે. ૨૬ માર્ચના રાજ્યમાં ૧૦,૧૩૪ એક્ટિવ કેસ હતા. આમ, છેલ્લા ૧૦ દિવસમાં એક્ટિવ કેસમાં ૫૦% નો વધારો નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૧૮,૪૩૮ છે જ્યારે કુલ મરણાંક ૪,૫૬૬ છે.
રાજ્યમાં સુરતમાં સૌથી વધુ નોંધાયા ૭૨૪ નવા કેસ
છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી સૌથી વધુ ૭૨૪ નવા કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાંથી ૫૪૫-સુરત ગ્રામ્યમાંથી ૧૭૯ કેસનો સમાવેશ થાય છે. સુરતમાં ૩,૮૬૨ એક્ટિવ કેસ છે જ્યારે કુલ કેસનો આંક ૬૭,૮૬૦ છે. અમદાવાદ શહેરમાં ૬૬૪-ગ્રામ્યમાં ૧૨ સાથે ૬૭૬ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ કેસ હવે ૭૫,૨૦૭ છે જ્યારે એક્ટિવ કેસનો આંક ૨,૨૭૩ છે. વડોદરામાં પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લાં ૨૪ કલાકમાં વડોદરા શહેરમાં ૩૦૯-ગ્રામ્યમાં ૫૮ સાથે ૩૬૭ નવા કેસ સામે આવ્યા છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31