Last Updated on March 14, 2021 by
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત- ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચેની લાંબીલચક સિરીઝ અમદાવાદ માટે જોખમી બની શકે છે તે મુદ્દે લોકોમાં અનેક ચર્ચા થઈ રહી છે. હવે, ટ્વેન્ટી-20 મેચ જોવા માટે સ્ટેડિયમમાં હજારો દર્શકોની ભીડ ઉમટે છે પણ સેનેટાઈઝરનો અભાવ જોવા મળે છે.
લોકોમાં અનેક ચર્ચા થઈ રહી છે
દર્શકો સેનેટાઈઝરની પોકેટ બોટલ લઈને જાય છે તે પોલીસ બહાર મુકાવી દે છે. આમ, કોરોના સુરક્ષા કોરાણે મુકવામાં આવી રહી હોવાની ચર્ચા જાગી છે. કોરોનાની ભીતિ વચ્ચે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ટ્વેન્ટી-20 સિરીઝની મેચ જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતાં ભારે ભીડ થઈ રહી છે. કોરોનાની ભીતિ હોવાથી ક્ષમતા કરતાં અડધું સ્ટેડિયમ ભરવા નિર્ણય લેવાયો છે તેમ છતાં અંદાજે 75000 દર્શકો દરેક મેચમાં એકત્ર થાય છે.
લોકોમાં અનેક ચર્ચા થઈ રહી છે
હજુ ચાર ટ્વેન્ટી-20 મેચ બાકી છે ત્યારે વ્યવસૃથાની અમુક ત્રૂટીને કારણે કોરોના વકરવાની ભીતિ નાગરિકો અને દર્શકોમાં સર્જાઈ છે. પ્રથમ ટ્વેન્ટી-20 મેચ જોવા ગયેલાં દર્શકોમાં એવી ફરિયાદ ઉઠવા પામી છે કે, મેચ જોવા આવતા હજારો દર્શકો માટે સેનેટાઈઝરની કોઈ વ્યવસૃથા કરવામાં આવી નથી.
સેનેટાઈઝરની પોકેટ બોટલ લઈને આવે છે તે પોલીસ તંત્ર દ્વારા બહાર મુકાવી દેવામાં આવે છે
હદ તો એ વાતની છે કે, મોટાભાગના દર્શકો પોતાની સાથે સેનેટાઈઝરની પોકેટ બોટલ લઈને આવે છે તે પોલીસ તંત્ર દ્વારા બહાર મુકાવી દેવામાં આવે છે. મેચના ઉત્સાહ વચ્ચે દર્શકોમાં સોશિયલ ડીસ્ટન્સ જળવાતું નથી તેના પર નિયંત્રણ મેળવી શકાય તેવું કોઈ આયોજન પણ સ્ટેડિયમમા જોવા મળતું નથી.
દર્શકોમાં સોશિયલ ડીસ્ટન્સ જળવાતું નથી
નવનિર્મિત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ કોરોના કે અન્ય કોઈને કોઈ કારણે વિવાદમાં રહ્યું છે. આ અગાઉ ટેસ્ટમેચ વખતે એન્ટ્રી ગેઈટ પર દર્શકોને રાષ્ટ્રધ્વજ સાથે લાકડી લઈને જવા ન દેવાનો વિવાદ છેડાયો હતો. એ પહેલાં ફોટોગ્રાફર્સને નો-એન્ટ્રીનો વિવાદ પણ સર્જાયો હતો.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31