Last Updated on March 14, 2021 by
અમદાવાદમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે..પરંતુ બેકાબુ બનતા કોરોનાનીથી અમદાવાદીઓ બેફિકર જોવા મળ્યા છે..કારણ કે વહેલી સવારથી શહેરના ફુલબજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા..કીડીયારુ ઉભરાયુ હોય તેવી ભીડ વચ્ચે કેટલાય લોકો માસ્ક વિના જોવા મલ્યા હતા..સોશિયલ ડિસ્ટન્સિંગ તો સાવ જ ભૂલાઈ ગયુ હતુ.
વહેલી સવારથી ફૂલ બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
- અમદાવાદીઓ રહેજો સાવધાન કોરોના હજી ગયો નથી
- એક તરફ કોરોના બેકાબુ બીજી તરફ બેફિકર અમદાવાદીઓ
- વહેલી સવારથી ફૂલ બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
- કીડીયારાની જેમ લોકો ઊમટતા કોરોના વર્કરવાનો ભય
- ફૂલ બજારમાં આવતા લોકો માસ્ક વગર જોવા મળ્યા
કીડીયારાની જેમ લોકો ઊમટતા કોરોના વર્કરવાનો ભય
- હજારો ની સંખ્યા માં લોકો ઉમટ્યા ,
- ભીડ બે કાબૂ બની છે જેથી કોરોના બેકાબૂ બને તો નવાઈ નહી
- ગાઢ નિંદ્રા માં પોઢતુ તંત્ર આખરે ક્યારે જાગશે ?
- રાત્રે પોલીસ કાર્યવહી કરે તો શું સવારે કોરોના નથી આવતો??
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણથી ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.શનિવારે એક જ દિવસમાં કોરોનાના નવા 185 કેસ નોંધાવાની સાથે કોરોના સંક્રમિત એક દર્દીનું મોત થવા પામ્યું છે.શહેરમાં શનિવારે નવા પાંચ કોરોના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં ગત માર્ચથી અત્યારસુધીમાં કોરોનાના કુલ 60383 કેસ નોંધાવા પામ્યા છે.શનિવારે 133 દર્દી સારવારમાંથી મુકત થતા અત્યાર સુધીમાં કુલ 57599 લોકો કોરોનાથી મુકત થયા છે.
અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 2266 લોકોના કોરોના સંક્રમણથી મરણ થયા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકેલા સ્થળ પૈકી ચાર સ્થળમાંથી નિયંત્રણ દુર કરી નવા પાંચ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકતા શહેરમાં કુલ 46 સ્થળ નિયંત્રિત વિસ્તારમાં છે. શનિવારે ધોડાસરની બંધન સોસાયટી,સાઉથ બોપલના ઓર્ચીડ પેરેડાઈઝ,ત્રાગડ રોડ ઉપર આવેલા ધરતી બંગલો,બોડકદેવ વોર્ડમાં આવેલા નેબુલા ટાવર અને કાસા વ્યોમાના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31