GSTV
Gujarat Government Advertisement

પ્રજાએ મારા કામ જોઇને મને ચૂંટ્યો છે કપડાં જોઇને નહીં : ભાજપના મંત્રીઓને છૂટ, કોંગ્રેસના ધારાસભ્યએ ટીશર્ટ પહેરતાં સસ્પેન્ડ

Last Updated on March 15, 2021 by

ગુજરાત વિધાનસભામાં ટી શર્ટ પહેરીને આવેલા કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ના અધ્યક્ષે ગૃહની બહાર કાઢી મુક્તા મામલો ગરમાયો હતો. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડાસમાના પોષાકને લઇને ભારે વિવાદ સર્જાયો હતો. વિધાનસભામાં ટી શર્ટ પહેરીને આવેલા કૉંગ્રેસ ના ધારાસભ્ય વિમલ ચુડાસમા ના અધ્યક્ષે ગૃહની બહાર કાઢી મુક્તા મામલો ગરમાયો હતો.

ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આવી ગયા

વિમલ ચુડાસમા ગૃહમાં ટી-શર્ટ પહેરીને આવતા વિધાનસભાના અધ્યક્ષે તેમને ગૃહની બહાર કાઢ્યા. જેના કારણે ભાજપ અને કોંગ્રેસના સભ્યો આમનેસામને આવી ગયા. અધ્યક્ષે વિમલ ચુડાસમાને ટોકતા કહ્યું કે, ‘તમે ટી-શર્ટ પહેરીને ગૃહમાં ન આવો.’

સાર્જન્ટ એ ચુડાસમાને ગૃહની બહાર કાઢ્યા

ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ચાલી રહ્યું છે તયારે ધારાસભ્યોને ટી શર્ટ ના પહેરવાનો આદેશ કર્યો હતો તેમ છતાં આજે કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટી શર્ટ પહેરીને ગૃહમાં આવતા અધ્યક્ષે તેમને ગૃહમાંથી નીકળી જવા અને શર્ટ પહેરીને આવવા ની સૂચના આપી હતી. પરિણામે સાર્જન્ટ એ ચુડાસમાને ગૃહની બહાર કાઢ્યાં હતાં.

pradipsinh jadeja

પ્રદિપસિંહ જાડેજાએ ચુડાસમાને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી

જો તમારી પાસે શર્ટ ન હોય તો બીજા પાસે માંગીને પહેરીને આવો. જેની સામે વિમલ ચુડાસમાએ કહ્યું કે ટી-શર્ટ પહેરીને ન આવવું એવો ગૃહનો કોઇ કાયદો નથી. જે બાદ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સાર્જન્ટને વિમલ ચુડાસમાને ગૃહની બહાર કાઢવાનો આદેશ આપ્યો. પ્રદિપસિંહ જાડેજાએ અધ્યક્ષ સાથે ગેરવર્તન કરવા બદલ વિમલ ચુડાસમાને 3 દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી.

વિમલ ચુડાસમાને ત્રણ દિવસ સુધી ગૃહની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ થતા કૉંગ્રેસના ધારાસભ્યો અકળાઈ ઉઠ્યાં હતા અને ધારાસભ્યોનું અપમાન હોવાનો આક્ષેપ કરી કેટલાંક ધારાસભ્યો કાળા કપડાં પણ પહેરીને આવે છે તેમની સામે પણ પગલાં લેવાની માંગણી કરી હતી.

છેલ્લાં સાડા ત્રણ વર્ષથી ટી-શર્ટ પહેરીને આવું છું

ગૃહમાંથી બહાર આવ્યા બાદ વિમલ ચુડાસમાએ જણાવ્યું કે, ‘હું છેલ્લા સાડા ત્રણ વર્ષથી ટી-શર્ટ પહેરીને આવું છું. ભાજપના પ્રધાનો અને ધારાસભ્યો પણ ટી-શર્ટ પહેરીને આવે છે. મેં મારા મતવિસ્તારમાં ટી-શર્ટ પહેરીને પ્રચાર કર્યો છે અને 20 હજાર કરતા વધુ મતોથી જીત્યો છું. પ્રજાએ મારા કામ જોઇને મને ચૂંટ્યો છે. કપડાં જોઇને નહીં, હું તો મતવિસ્તારમાં પણ ટી શર્ટ પહેરું છું, ફિટનેસ છે એટલે ટી શર્ટ પહેરું છું, આ વીસમી સદી છે, યુવાનોની સદી છે.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33