GSTV
Gujarat Government Advertisement

વિધાનસભા/ લવજેદાહનું બિલ થશે પસાર, નીતિન પટેલ આ તારીખે રજૂ કરશે ગુજરાતનું અંદાજપત્ર

Last Updated on March 1, 2021 by

સોમવારથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. આ સત્રમાં ભાજપ સરકાર યુપી સરકારની જેમ લવ જેહાદનો કાયદો વિધાનસભામાં પસાર કરી શકે છે. આ ઉપરાંત 3જી માર્ચે નાણાંમંત્રી નીતિન પટેલ વિધાનસભામાં અંદાજ પત્ર રજૂ કરશે. જોકે, કોરોના ફરી વકર્યો છે ત્યારે વિધાનસભામાં મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકાયો છે. એટલું જ નહીં, કોરોનાને લીધે ગુજરાત વિધાનસભામાં ય ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસવું પડશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે શોક ઠરાવ રજૂ કરી પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલ અને સ્વ.માધવસિંહ સોલંકીને ગૃહમાં શ્રધૃધાજંલિ અર્પવામાં આવશે.

લવ

ભાજપ સરકાર યુપી સરકારની જેમ લવ જેહાદનો કાયદો વિધાનસભામાં પસાર કરી શકે છે

આ ઉપરાંત રાજ્યપાલ આભાર પ્રસ્તાવ પર ત્રણ દિવસ ચર્ચા કરાશે. પાલિકા અને પંચાયતોની ચૂંટણી પરિણામ તા.2જી માર્ચે જાહેર કરાશે. આ જોતાં તા.3જીએ નાયબ મુખ્યમંત્રી-નાણાંમંત્રી નીતિન પટેલ તા.3જીએ બજેટ રજૂ કરશે. નિતિન પટેલ 9મી વાર વિધાનસભામાં અંદાજ પત્ર રજૂ કરશે. 24 દિવસ સુધી બજેટ સત્ર ચાલશે. આ બજેટમાં ભાજપ સરકાર યુપીની જેમ ગુજરાતમાં ય લવ જેહાદનુ બિલ પસાર કરી શકે છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં હિન્દુત્વનો મુદ્દો ભાજપને ફળ્યો છે ત્યારે લવ જેહાદનો કાયદો પસાર કરી ભાજપ મતદારોને રિઝવવા માંગે છે.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં હિન્દુત્વનો મુદ્દો ભાજપને ફળ્યો

મહાનગરપાલિકા-પંચાયતોની ચૂંટણી બાદ ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાના કેસો વધ્યા છે તે જોતાં વિધાનસભામાં મંત્રી,ધારાસભ્યો અને અિધકારીઓને કોરોના ટેસ્ટ કર્યા બાદ પ્રવેશ મળશે. એટલું જ નહીં, વિધાનસભામાં ય સોશિયલ ડિસટન્સ સાથે બેઠક વ્યવસૃથા ગોઠવવામાં આવી છે. કેટલાંક ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસવુ પડશે.

ભાજપ

જોકે,ગત વખતે પ્રેક્ષક ગેલેરીમાં બેસતા ઉઠતા ફાવતુ ન હોવાની ફરિયાદો ધારાસભ્યોએ જ કરી હતી જેથી આ વખતે ગૃહ જેવી જ વ્યવસૃથા પ્રેક્ષક ગેલેરીમાં ગોઠવાઇ છે.ધારાસભ્યો સારી રીતે ઉઠી-બેસી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. આ તરફ, મહાનગરપાલિકામાં વિજય વાવટો લહેરાવ્યા બાદ ભાજપને પંચાયતોમાં જીત મેળવશે તેવી આશા છે. આ સંજોગોમાં પ્રાણ વિનાની કોંગ્રેસ સત્તાધારી પક્ષનો વિધાનસભામાં કેવી રીતે સામનો કરશે તે જોવાનું રહ્યુ.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33