Last Updated on March 15, 2021 by
વિધાનસભા ગૃહમાં કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાના પોષાકને લઇને ભારે વિવાદ સર્જાયો હતો. વિમલ ચુડાસમા ગૃહમાં ટી-શર્ટ પહેરીને આવતા વિધાનસભાના અધ્યક્ષે તેમને ગૃહની બહાર કાઢ્યા. જેના કારણે ભાજપ અને કોંગ્રેસના સભ્યો આમનેસામને આવી ગયા. અધ્યક્ષે વિમલ ચુડાસમાને ટોકતા કહ્યું કે તમે ટી-શર્ટ પહેરીને ગૃહમાં ન આવો.
ભાજપ અને કોંગ્રેસના સભ્યો આમનેસામને આવી ગયા
અધ્યક્ષે વિમલ ચુડાસમાને ટોકતા કહ્યું કે તમે ટી-શર્ટ પહેરીને ગૃહમાં ન આવો
જો તમારી પાસે શર્ટ ન હોય તો બીજા પાસે માંગીને પહેરીને આવો. જેની સામે વિમલ ચુડાસમાએ કહ્યું કે ટી-શર્ટ પહેરીને ન આવવું એવો ગૃહનો કોઇ કાયદો નથી. જે બાદ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સાર્જન્ટને વિમલ ચુડાસમાને ગૃહની બહાર કાઢવાનો આદેશ આપ્યો. પ્રદિપસિંહ જાડેજાએ અધ્યક્ષ સાથે ગેરવર્તન કરવા બદલ વિમલ ચુડાસમાને 3 દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી… ગૃહમાંથી બહાર આવ્યા બાદ વિમલ ચુડાસમાએ જણાવ્યું કે હું છેલ્લા સાડા ત્રણ વર્ષથી ટી-શર્ટ પહેરીને આવું છું.
વિમલ ચુડાસમાએ જણાવ્યું કે હું છેલ્લા સાડા ત્રણ વર્ષથી ટી-શર્ટ પહેરીને આવું છું
ભાજપના પ્રધાનો અને ધારાસભ્યો પણ ટી-શર્ટ પહેરીને આવે છે… મેં મારા મતવિસ્તારમાં ટી-શર્ટ પહેરીને પ્રચાર કર્યો છે અને 20 હજાર કરતા વધુ મતોથી જીત્યો છું… પ્રજાએ મારા કામ જોઇને મને ચૂંટ્યો છે… કપડા જોઇને નહીં તેમ વિમલ ચુડાસમાએ જણાવ્યું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31