Last Updated on March 8, 2021 by
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રમણ પાટકરે આપેલા નિવેદન રાજ્યમાં વિધાનસભાની વહેલી ચૂંટણીનો છેદ ઉડાવ્યો છે.જે અંગે સીએમ વિજય રૂપાણીએ સોય ઝાટકીને કહ્યુ કે, કોઈ ચૂંટણી વિધાનસભાની થવાની નથી. રાજ્યમાં નિયત સમયે જ ચૂંટણીનું આયોજન થવાનું છે.
- સીએમ રૂપાણીએ રમણપાટકરના નિવેદનનો ઉડાવ્યો છેદ
- રમણપાટકરે વહેલી ચૂંટણી અંગે આપ્યું હતું નિવેદન
- રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી નહીં આવે: સીએમ
“જો પશ્ચિમ બંગાળમાં ભાજપ ચૂંટણી જીતે છે તો ગુજરાતમાં ચૂંટણી કરવાની જાહેરાત આગામી સમયમાં થઈ શકે છે.” રમણ પાટકર
સી એમ રૂપાણીએ આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યું જ્યારે રાજ્ય સરકારના મંત્રી રમણ પટકરે જણાવ્યુ હતુ કે, હાલમાં દેશમાં ભાજપ તરફી સારું વાતાવરણ છે. દેશના પશ્ચિમ બંગાળમાં ચૂંટણી યોજાવાની છે. આ અંતર્ગત બંગાળમાં જો સારું પરિણામ આવે તો ગુજરાતમાં વહેલી ચૂંટણી આવી જશે. જેને લઈને જ ભાજપમાં ભૂકંપ સર્જાયો હતો. જે બાદ સીએમ રૂપાણીએ પાટકરના નિવેદન અંગે ખુલાસો કરવો પડ્યો હતો.
સીએમ રૂપાણીએ પાટકરના નિવેદન અંગે ખુલાસો કરવો પડ્યો
ગુજરાત રાજ્યમાં તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને બહોળી સફળતા પ્રાપ્ત થઈ હતી. અને આ ચૂંટણીમાં વિપક્ષનો રકાસ થયો હતો. નોંધપાત્ર છે કે ભાજપે આ ચૂંટણીમાં અંદાજીત 90 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. બીજી તરફ રાજ્યની છ મહાનગરપાલિકા અને 81માંથી 75 નગરપાલિકા તેમજ તમામ 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતમાંથી 196માં ભાજપની વિજય પતાકા લહેરાઈ અને કોંગ્રેસની કારમી હાર નોંધાઈ હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને બહોળી સફળતા પ્રાપ્ત થઈ
સરકાર માં ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં સંકલન નો અભાવ હોવાના પુરાવા આપે વધુ એક વખત એવી સ્થિતિ સર્જાતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ને મેદાને આવવું પડ્યું અને ખુલાસો કરવો પડી રહ્યો છે કે રાજ્યમાં વહેલી ચૂંટણી નહીં આવે સરકાર અને બીજેપી સંગઠનમાં ઘણી વખત સંકલનનો અભાવ હોવાના કિસ્સા સામે આવ્યા છે ત્યારે વધુ એક વખત આવો જ બનાવ સામે આવ્યો છે… ગઈકાલે રાજ્ય સરકાર ના મંત્રી રમણ પટકરે નિવેદન કરી દીધું હતું કે હાલમાં દેશમાં ભાજપ તરફી સારું વાતાવરણ છે બંગાળ માં જો સારું પરિણામ આવે તો ગુજરાતમાં વહેલી ચૂંટણી આવી જશે… જેને લઈને જ બીજેપી માં ભૂકંપ સર્જાયો હતો
બીજેપી સંગઠનમાં ઘણી વખત સંકલનનો અભાવ હોવાના કિસ્સા સામે આવ્યા
જેને લઈને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને એ વાત નો ખુલાસો કરવો પડ્યો હતો કે રાજ્યમાં વહેલી ચૂંટણી નહીં આવે નિયત સમયે એટલે કે ડિસેમ્બર 2022 માં ચૂંટણી પંચ નક્કી કરશે એ મુજબ જ ચૂંટણી યોજવામાં આવશે.. આગામી સમયમાં હજી વિકાસની કામગીરી કરવામાં આવનાર છે અને હજી પણ સારું વાતાવરણ બનાવવામાં સરકાર સફળ થશે, એટલે એવી કોઈ બાબતમાં લોકો એ આવવું નહીં.
સરકાર અને સંગઠનમાં જુથબંધી છે
સચિવાલયમાં જ આ મામલે ચર્ચા ચાલી રહીં છે કે હાલમાં સરકાર અને સંગઠનમાં જુથબંધી છે જેના કારણે આ નિવેદનબાજી ચાલી રહી છે ત્યારે બીજેપી ની આંતરિક બાબતો જ સામે આવી રહીં છે.. ઉલ્લેખનીય છે કે રમણ પાટકર દક્ષિણ ગુજરાતથી ચૂંટણી જીતતા આવે છે… એક તરફ રાજ્યમાં સ્થિર સરકાર ચાલી રહીં છે આવા સંજોગોમાં સરકારના મંત્રી ના જ આ પ્રકારના નિવેદન બીજેપી ના આંતરિક જુઠવાદનો પુરાવા આપી રહ્યો છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31