GSTV
Gujarat Government Advertisement

વિધાનસભામાં વાયરસનો આતંક/ આઠથી વધુ ધારાસભ્યો સંક્રમિત, ધારાસભ્ય ભરત પટેલ અને સાંસદ મિતેષ પટેલનો રિપોર્ટ પોઝિટીવ

Last Updated on March 29, 2021 by

ગુજરાત રાજ્યમાં ઘાતક કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ પાટનગર સચિવાલય ખાતે વિધાનસભા બજેટ સત્રના સમાપનને આડે હવે બે જ દિવસ બાકી છે ત્યારે ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ ઉપરાંત ભાજપના એક સાંસદ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. મળતી માહિતી મુજબ ધારાસભ્ય ભરત પટેલે ગત અઠવાડીયે કોરોના વાયરસની રસી લીધી હતી.

ભાજપના એક સાંસદ પણ કોરોનાથી સંક્રમિત થયા

વિધાનસભા બજેટ સત્ર હવે અંતિમ તબક્કામાં છે.તા.1લી એપ્રિલે વિધાનસભાનું કામકામ પૂર્ણ થઇ જશે.તા.31મી માર્ચે લવ જેહાદનુ બિલ વિધાનસભામાં પસાર થઇ શકે છે. દરમિયાન, ધારાસભ્ય પૂંજા વંશ, નૈાશાદ સોલંકી, બાબુ જમના, ભરતજી ઠાકોર, ભીખાભાઇ બારૈયા, વિજય પટેલ,  મોહન ઢોડિયા સહિતના ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યાં છે. 

વિધાનસભામાં કોરોનાએ એન્ટ્રી કરતાં માત્ર ધારાસભ્યો જ નહીં, પણ પાંચ ડેપ્યુટી સેક્રેટરી પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતાં. આ ઉપરાંત ત્રણ મંત્રીના પર્સનલ આસિસટન્ટને પણ કોરોના થયો હતો. આ દરમિયાન, વલસાડના ધારાસભ્ય ભરત પટેલને ય કોરોના થયો હતો. ભરત પટેલ શુક્રવારે જ વિધાનસભામાં હાજરી આપીને વલસાડ પરત ફર્યા હતાં.

મિતેષ પટેલનો રિપોર્ટ પોઝિટીવ

નવાઇની વાત તો એછેકે, ભરત પટેલે ગત અઠવાડિયે જ કોરોનાની રસી લીધી હતી આમ છતાંય તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં. આ ઉપરાંત આણંદના સાંસદ મિતેષ પટેલ પણ કોરોનાથી સંક્રમિત થતાં તેઓ હોમ કવોરન્ટાઇન થયા હતા. આમ,ભાજપના ધારાસભ્ય-સાંસદને કોરોના થયો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33