Last Updated on March 24, 2021 by
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. હવે કોરોના સૌથી સુરક્ષિત એવા રાજ્યના સચિવાલય અને વિધાનસભામાં પહોંચ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત નાયબ સચિવનો રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્રમાં ફફડાટ ફેલાયો છે.આજે મુખ્યમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ કોરોના પોઝિટિવ આવતાં તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે.
મંગળવારે પોઝિટિવ આવેલા
- પુંજાભાઈ વંશ
- નૌશાદ સોલંકી
- ભીખાભાઈ બારૈયા
- વિજય પટેલ
- ભરતજી ઠાકોર
ગુજરાતમાં જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઇ છે ત્યારથી રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધતું જઇ રહ્યું છે. રોજના કેસોની સંખ્યામાં સતત વધારો થતો જ જઇ રહ્યો છે. ત્યારે હવે જાણે કે, કોરોનાને રાજકીય રંગ ચઢ્યો હોય તેવી સ્થિતિ ગુજરાતમાં સર્જાઇ છે. રાજ્યમાં વિધાનસભામાં ચાલુ સત્રમાં કેટલાંક ધારાસભ્યો પણ કોરોનાની ઝપેટે ચડી ગયા છે.
- ભાજપના વિજય પટેલ અને કોંગ્રેસના પૂંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકી કોરોના પોઝિટિવ
- રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાશે
- ધારાસભ્ય ઈશ્વર પટેલ અને બાબુ જમના પટેલ સારવાર બાદ કોરોના નેગેટિવ
કોરોનાગ્રસ્ત થનારા ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદો
નામ | હોદ્દો |
વિજય રૂપાણી | મુખ્યમંત્રી |
ઈશ્વર પટેલ | રાજ્યકક્ષાના મંત્રી |
બાબુ જમના પટેલ | ધારાસભ્ય |
શૈલેશ મહેતા | ધારાસભ્ય |
વિજય પટેલ | ધારાસભ્ય |
ભીખા બારૈયા | ધારાસભ્ય |
પુંજા વંશ | ધારાસભ્ય |
ભરતજી ઠાકોર | ધારાસભ્ય |
નૌશાદ સોલંકી | ધારાસભ્ય |
કેશુભાઈ પટેલ | પૂર્વ મુખ્યમંત્રી |
હર્ષ સંઘવી | ધારાસભ્ય |
કિશોર ચૌહાણ | ધારાસભ્ય |
નિમાબહેન આચાર્ય | ધારાસભ્ય |
બલરામ થાવાણી | ધારાસભ્ય |
પૂર્ણેશ મોદી | ધારાસભ્ય |
જગદીશ પંચાલ | ધારાસભ્ય |
કેતન ઈનામદાર | ધારાસભ્ય |
વી.ડી. ઝાલાવાડિયા | ધારાસભ્ય |
રમણ પાટકર | રાજ્યકક્ષાના મંત્રી |
પ્રવીણ ઘોઘારી | ધારાસભ્ય |
મધુ શ્રીવાસ્તવ | ધારાસભ્ય |
ધર્મેન્દ્રસિંહ જાડેજા | રાજ્યકક્ષાના મંત્રી |
ગોવિંદ પટેલ | ધારાસભ્ય |
અરવિંદ રૈયાણી | ધારાસભ્ય |
રાઘવજી પટેલ | ધારાસભ્ય |
જયેશ રાદડિયા | કેબિનેટ મંત્રી |
અમિત શાહ | કેન્દ્રીય ગૃહમંત્રી |
ડો.કિરીટ સોલંકી | સંસદસભ્ય |
રમેશ ધડુક | સંસદસભ્ય |
હસમુખ પટેલ | સંસદસભ્ય |
અભય ભારદ્વાજ | સંસદસભ્ય |
ગુજરાત વિધાનસભા શરૂ થતા પહેલાં જ કેટલાંક ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં નેગેટિવ રિપોર્ટ સાથે જ ગૃહમાં તેઓને એન્ટ્રી આપવામાં આવી હતી. જો કે, તેમ છતાં ગૃહમાં કેટલાંક ધારાસભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. બીીજ તરફ બજેટ સત્ર ચાલું છે, ઉલ્લેખનીય છે કે આ સત્ર દરમ્યાન ઘાતક વાયરસનો કહેર વધ્યો છત્તાં વિધાનસભાગૃહમાં સત્ર હાલ કાર્યરત છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31