GSTV
Gujarat Government Advertisement

કોંગ્રેસીઓ ભાજપ પર ત્રાટક્યા, ભાજપના નેતાઓ જ છે ‘સુપર સ્પ્રેડર’! દંડ વસૂલવાનો ટાર્ગેટ આપવાની સરકારની નીતિ ખોટી

Last Updated on March 23, 2021 by

ગુજરાતમાં કોરોનાના કેસો વધવા માટે ભારતીય જનતા પાર્ટીની બેવડી નીતિઓ જ જવાબદાર હોવાનો આક્ષેપ આજે ગૃહમાં આરોગ્ય વિભાગની માગણીઓ પરની ચર્ચા દરમિયાન ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યો હતો. કોરોનાના સુપર સ્પ્રેડર ભાજપના નેતાઓના જ ટેસ્ટ કરાવવા જોઈએ. કોરોનાના કેસોને નિયંત્રણમાં લેવા માટે અધિકારીઓ ઉપરાંત જિલ્લાવાર પ્રભારી મંત્રીઓને પણ તે જવાબદારી સોંપવી જોઈએ. 

કોરોનાના કેસોને નિયંત્રણમાં લેવા માટે અધિકારીઓ ઉપરાંત જિલ્લાવાર પ્રભારી મંત્રીઓને પણ તે જવાબદારી સોંપવી જોઈએ. 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માગણીઓ પરની ચર્ચામાં બોલતા દરિયાપુરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના ફેલાવાની ત્રીજી લહેર જોવા મળી રહી છે. કોરોના સંક્રમણની શરૂઆત નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમથી થઈ હતી. બીજી લહેર દિવાળીના તહેવારો પછી અને ત્રીજી લહેર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ઇન્ગ્લેન્ડ સામે રમાયેલી ઇન્ગ્લેન્ડ સામેની ક્રિકેટ શ્રેણી પછી શરૂ થઈ છે. રાજ્યસરકારની ઘોર બેદરકારી કોરોનાના સંક્રમણ માટેની ત્રીજી લહેર માટે જવાબદાર હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. 

રાજ્યસરકારની ઘોર બેદરકારી કોરોનાના સંક્રમણ માટેની ત્રીજી લહેર માટે જવાબદાર હોવાનો તેમણે આક્ષેપ

કોરોનાની પહેલી લહેર પછી સરકારે સારી કામગીરી કરીને તેને નિયંત્રણમાં લીધો હતોે. દિવાળીનો તહેવારોમાં બજારોમાં મોટી ભીડ થતાં કોરોનાની બીજી લહેર જોવા મળી હતી. અમદાવાદની હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા ખેડા આણંદ સુધી પેશન્ટ્સને મોકલવા પડયા હતા.

આ ઘટનામાંથી બોધ લેવાને બદલે સરકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વધુ મુલતવી ન રાખવાનું અને ભારત ઇન્ગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ શ્રેણી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાડવાની મોટી ભૂલ કરી હતી. પહેલા માત્ર 50 ટકા ટિકીટો વેચવાની વાત કરી હતી. ત્યારબાદ 70ટકાથી વધુ ટિકીટ વેચીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેની પણ દરકાર નહોતી કરી. ક્રિકેટની મેચ ટી.વી. પર જોનારાઓને પણ સંખ્યાબંધ લોકો માસ્ક પહેર્યા વિના જ મેચ જોતા જોવા મળ્યાહ અમદાવાદ શહેરમાં કોઈ માસ્ક ન પહેરે તો રૂા. 1000નો દંડ કરવામાં આવે છે. ભાજપના ચૂંટાયેલા 160 કોર્પોરેટર ગાંધીનગરમાં ટીફીન મિટિંગ કરે છે. તેઓ માસ્ક નથી પહેરતા. છતાંય તેને કોઈ જ દંડ કરવામાં આવતો નથી.

મોટેરા

સામાન્ય માણસ નિયમનો ભંગ કરે તો દંડ વસૂલવામાં આવે છે. પરંતુ ભાજપના નેતાઓ નિયમો તોડે તો તેમને દંડ કરવાની હિમ્મત કરવામાં આવતી નથી. અમદાવાદ શહેરમાં ગરીબ ફેરિયાઓ, મધ્યમ પર્ગના વેપારીઓને સુપર સ્ટ્રેડર ગણીને તેમને ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં સુપર સ્પ્રેડર બની રહેલા ભાજપના નેતાઓના જ ટેસ્ટ કરાવવા જોઈએ.

21મી માર્ચ 2021ની સ્થિતિએ રાજ્યમાં 2,28,559 કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમાંથી 7321 એક્ટિવ કેસ છે. અમદાવાદ શહેરમાં 62,773 કેસ નોંધાયા છે. તેમાં કુલ મળીને 4450 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાને કારણે લોકોની આવકને મોટો ફટકો પડયો છે. આ સંજોગોમાં કામ બંધ થતાં આવક વિના ભૂખ્યા મરી જવાને બદલે કોરોનાને કારણે મરી જવાનું લોકો પસંદ કરે છે.

દંડ વસૂલવાનો ટાર્ગેટ આપવાની સરકારની નીતિ અનુચિત

કોરોનાના સમયમાં નિયમનો ભંગ કરનારી પ્રજા પાસેથી રોજના એક લાખ રૂપિયા ભેગા કરવાનો ટાર્ગેટ દરેક પોલીસ સ્ટેશનને આપવામાં આવી રહ્યો છે. આ રીતે સરકારે માસ્કના નિયમનો ભંગ ન કરનારાઓ પાસેથી અત્યાર સુધીમાં અંદાજે રૂા. 165 કરોડથી વધુ રકમ વસૂલી લીધા છે. કોરોનાને કારણે બેકારી- મોંઘવારી – આર્થિક મુશ્કેલી વધી રહી છે. આ રીતે બળજબરીથી દંડ વસૂલવાની પ્રવૃત્તિ સરકારે અટકાવવી જોઈએ. કોરોના મહામારી અંગે જનતામાં જાગૃતિ લાવવા માટે ચૂંટાયેલા સંસદસભ્ય, ધારાસભ્ય સાથે સંકલન સમિતિની બેઠક અમ્યુકોના કમિશનરે બોલાવવી જોઈએ. 13 મહિનાથી સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવી નથી. તેઓ કચેરીમાં પણ હાજર રહેતા નથી.

ટેસ્ટિંગ વિના 15 લાખ લોકો વિદેશથી આવતા કોરોના વધ્યો

કોરોનામાં થઈ રહેલી માનવ જીવની ખુવારી માટે સરકાર ખુદ જવાબદાર હોવાનો આક્ષેપ આજે વિધાનસભાની ચર્ચામાં ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે કર્યો હતો. 29મી જાન્યુઆરી 2020ના ભારતમાં કોરોનાનો પહેલો કેસ આવ્યો તે પછી તેની સામે જંગ છેડવાને બદલે દિલ્લીની ચૂંટણી જીતવાની તૈયારી કરવા માંડી હતી. 18મી જાન્યુઆરી 2020થી 23મી માર્ચ 2021 સુધીમાં 15 લાખ લોકો ટેસ્ટિંગ વિના જ વિદેશથી ભારત આવી ગયા છે. તેને કારણે જ કોરોના ફૂલ્યો ફાલ્યો છે. 

ખાનગી હોસ્પિટલમાં સરકારી બેડ પરના કોરોનાના દરદીઓને અન્ય સારવાર મળતી નથી

કોરોનાની સારવાર માટે સરકારી હોસ્પિટલ્સ ડેઝિગ્નેટ કરવામાં આવે છે. પરંતુ તેમાં સારવાર લેવા જતાં દરદીઓને ખિસ્સા ખંખેરી લેવામાં આવે છે. પરિણામે મધ્યમ વર્ગના સંખ્યાબંધ પરિવારો ગરીબી રેખા નીચે આવી ગયા છે. બીજું, આ દરદીઓને અન્ય કોઈ બીમારી હોય તો તેની પણ વ્યવસ્થિત સારવાર આપવામાં આવતી નથી. ત્રીજું, કોરાનાની ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને કોરોના માટે ડેઝિગ્નેટ કરેલી હોસ્પિટલમાં વેન્ટિલેટરની સારવાર આપવામાં આવતી નથી. ખાનગી હોસ્પિટલના ખાનગી બેડ પર અડમિટ થયેલા દરદીઓને જ વેન્ટિલેટરની સુવિધા આપવામાં આવે છે.

કોંગ્રેસ

સરકારની કોરોના કાળમાં દરેક માટે અલગ નીતિ અયોગ્ય

સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે જણાવ્યું હતું કે કોરોનાને કારણે ભાજપનો મોટો કાર્યક્રમ ચાલુ રહી શકે છે. બીજીતરફ 16 નવદંપત્તિના લગ્નની જાન લીલા તોરણે પાછી વાળવામાં આવી હતી. ક્રિકેટ મેચ મોડી રાત સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ વિના ચાલુ રાખી શકાય છે, પરંતુ ભાડાંની દુકાન અને મકાન લઈને નાના મોટા ધંધા કરનારાઓને આઠથી નવ વાગ્યે દુકાનો બંધ કરવાની ફરજ પાડવામાં આવી છે. કોરોનાના કાળમાં સરકારે દરેક માટે અલગ અલગ નીતિનિયમો કર્યા છે તે ખરેખર અનુચિત છે. 

કોરોના માટેની દવા અને કિટ ખરીદવામાં પણ મોટું કરપ્શન

કોરોના માટે ટેસ્ટિંગ કીટ સહિત દવાઓ સહિતની ખરીદી કરવામાં જીએમએસસીએલ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પૂંજાભાઈ વંશે આજે વિધાનસભામાં કર્યા હતો. આ ખરીદીમાં આચરવામાં આવેલી લાખો રૂપિયાની ગેરરીતિઓ પકડી પાડવા માટે તપાસ કરાવવી જરૂરી છે. સરકારે નક્કી કરેલી કિંમતથી ઊંચા દામ આપીને ખરીદી કરવામાં આવી છે. તેમાં લાખો રૂપિયાની નાણાંકીય ગેરરીતિો આચરવામાં આવી હોવાના આક્ષેપો પણ થયા છે.

રેટકોન્ટ્રાક્ટમાં એઝિથ્રોમાઈસિનને રેટ રૂા. 4.65 જ છે. પરંતુ આ ગોળી રૂા. 16.67 પૈસાના ભાવે ખરીદવામાં આવી છે. આ ભાવે 30 લાખથી વધુ ગોળીઓની ખરીદી કરવામાં આવી છે. નક્કી કરેલા ભાવ કરતાં 700 ટકા ઊંચા ભાવે માસ્ક, ગ્લોવ્ઝ અને પીપીએ કીટની ખરીદી કરવામાં આવી છે. રૂા. 1.29ની કિંમતના થ્રીલેયર માસ્કના રૂા. 9.40 ચૂકવીને 30 લાખ માસ્ક ખરીદવામાં આવ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33