Last Updated on April 6, 2021 by
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કોવિડ-19ને લઈને સુરતની પરિસ્થિતિ અન્ય જીલ્લાઓ કરતા અત્યંત ખરાબ છે. શહેરમાં પોઝિટીવ કેસોમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. બીજી તરફ સુરતમાં 34 વેન્ટીલેટર આપવાના આદેશ આપ્યા હતા.સરકારના આદેશનું પાલન કરતા વલસાડ શહેરથી 34 વેન્ટીલેટર સુરત પહોચ્યા હતા, પરંતુ તે પહોંચ્યા તો જે હાલતમાં પહોંચ્યા તે જોઈને તમામ લોકો દંગ રહી ગયા હતા.
જોઈને તમામ લોકો દંગ રહી ગયા
સુરત મહાનગર પાલિકાએ 34 વેન્ટીલેટર લાવવા માટે કચરાની ગાડીનો વપરાશ કર્યો હતો, સમગ્ર દેશમાં ગુજરાત મોડલના વખાણ કરવામાં આવે છે ત્યાં આવી સ્થિતિએ સરકારની પોલ ખોલી દીધી છે. બીજી તરફ દેશભરમાં સતત બીજા દિવસે કોરોનાના કેસો લાખ નજીક સામે આવ્યા છે. જેને પગલે સિૃથતિ વધુ કથળી રહી છે.
મહારાષ્ટ્ર સહિતના જે રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યાંના મુખ્ય મંત્રીઓ અિધકારીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે વધુ એક ઓનલાઇન બેઠક યોજવા જઇ રહ્યા છે. જેમા કોરોનાની વર્તમાન સિૃથતિ અંગે વધુ યોગ્ય પગલા લેવા પર ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે પણ તેની સામે સાજા થનારાની સંખ્યા એટલી ઝડપથી નથી વધી રહી જે એક ચિંતાજનક બાબત માનવામાં આવી રહી છે.
દેશમાં કોરોના મહામારીની બીજી લહેર શરૂ થઇ ગઇ છે જેને પગલે જ અગાઉની જેમ લાખ જેટલા કેસો સામે આવવા લાગ્યા છે. કેટલાક મેડિકલ નિષ્ણાંતોનો દાવો છે કે હાલ કોરોના મહામારીની બીજી લહેર દેશમાં શરૂ થઇ છે તે ચિંતાજનક સાબિત થઇ શકે છે, કેમ કે નવા કેસો સામે આવી રહ્યા છે તેની સામે નવા સાજા થયેલાની સંખ્યા અગાઉની લહેરમાં જેમ વધતી હતી તેમ નથી વધી રહી. ચેન્નાઇ સિૃથત ઇન્ડિયન મેડિકલ અસોસિએશન કોલેજ ઓફ પ્રેક્ટિશનરના પ્રોફેસર કુટીકુપ્પલા સુર્યા રાવે કહ્યું હતું કે કોરોના મહામારીની બીજી લહેર ભારતમાં ખુબ જ ઝડપથી પ્રસરી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31