Last Updated on March 4, 2021 by
કોરોનાને કારણએ ૨૦૨૦-૨૧ના નાણાંકીય વર્ષની વેલ્યુ એડેડ ટેક્સ-વેટ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-જીએસટીની ગુજરાત સરકારની આવકમાં અંદાજે રૂા. ૯૦૦૦ કરોડનું ગાબડું પડે તેવી ધારણા છે. ફેબુ્રઆરીના અંત સુધીમાં ગુજરાત સરકારની જીએસટી રૂા. ૨૭,૨૦૦ કરોડની અને વેટની રૂા. ૧૭૪૩૦ કરોડની આવક થયેલી છે. આમ અત્યાર સુધીમાં સીધી રૂા. ૪૪,૬૩૦ કરોડની જીએસટીની આવક થઈ છે. ઉપરાંત સેસ પેટે રૂા. ૬૦૦૦ કરોડની તથા વેટની આવકની ઘટને સરભર કરવા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી લોનના રૂા. ૯૨૦૦ કરોડ મળીને ફેબુ્રઆરી ૨૦૨૧ના અંત સુધીમાં ગુજરાતની જીએસટીની આવક રૂા. ૫૯૮૩૦ કરોડની થઈ છે.
ફેબુ્રઆરી ૨૦૨૧ના અંત સુધીમાં ગુજરાતની જીએસટીની આવક રૂા. ૫૯૮૩૦ કરોડની થઈ
૨૦૧૯-૨૦ના વર્ષમાં ગુજરાતની જીએસટી અને વેટની આવક અંદાજે રૂા. ૬૯૦૦ કરોડની આસપાસની થઈ હતી. તેની સામે રૂા. ૭૭૦૦૦ કરોડથી વધુ આવક ૨૦૨૦-૨૧ના વર્ષમાં નક્કી કરવામાં આવ્યું છે. તેની સામે અત્યાર સુધીમાં ૫૯,૮૩૦ કરોડની થયેલી આવકને જોવામાં આવે તો પણ આવકમાં ૧૮,૨૦૦ કરોડની આસપાસની ઘટ ફેબુ્રઆરી ૨૦૨૧ના અંતે જોવા મળી રહી છે. હવે માર્ચ મહિનામાં બીજી સાતથી આઠ હજાર કરોડની આવક થાય તો પણ અંદાજે રૂા. ૯૦૦૦થી ૧૦,૦૦૦ કરોડની ઘટ પડવાની સંભાવના છે. બજેટ પછીની પત્રકાર પરિષદમાં બોલતા જીએસટીના કમિશનર જે.પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં જ જીએસટીની આવકમાં ૪૦ ટકાનું ગાબડું પડી ગયું હતું. જોકે બીજા ત્રિમાસિક ગાળા એટલે કે જુલાઈ ૨૦૨૦થી પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો.
તેમ છતાંય આ ત્રિમાસિક ગાળામાં જીએસટીની આવક આગળના વર્ષની આવકની તુલનાએ ૧૫ ટકા ઓછી રહી હતી. ઓક્ટબર, નવેમ્બર અને ડિસેમ્બર ૨૦૨૦ના ત્રણ માસના ગાળામાં જીએસટીની આવક પહેલીવાર અગાઉના વર્ષની આવક કરતાં ૫ ટકા વધારે થઈ હતી. તેમ છતાંય સમગ્રતયા નવ માસની આવક ગણીએ તો તેમાં ઘટ જ જોવા મળી હતી. જાન્યુઆરી અને ફેબુ્રઆરી ૨૦૨૧ના બે માસના ગાળામાં તેમની જીએસટીની આવકમાં વધારો થયો છે. જાન્યુઆરી ૨૦૨૧માં જીએસટીની આવક વધીને રૂા. ૩૪૧૩ કરોડ અને ફેબુ્રઆરી ૨૦૨૧માં જીએસટીની આવક રૂા. ૩૫૧૪ કરોડની થઈ હતી. જીએસટીની વધેલી આવક દેશનું અર્થતંત્ર ફરીથી પાટે ચઢી રહ્યું હોવાનો નિર્દેશ આપી રહ્યો છે. હવે માર્ચ મહિનાની આવકમાં બહુ મોટો વધારો થવાની આશા રાખવામાં આવે તો પણ ૧૮૦૦૦ કરોડની આવક થવાની શક્યતા ઓછી જ જણાય છે. માર્ચ મહિનામાં વેટ અને જીએસટીની મળીને રૂા. ૭૦૦૦થી ૮૦૦૦ કરોડની પણ થાય તો રૂા. ૧૦,૦૦૦ કરોડની ઘટ રહેવાની ધારણા છે.
જીએસટીની 2020-21ના અને 2019-20ની આવક
મહિનો | આવક (૨૦૨૦-૨૧) | આવક (૨૦૧૯-૨૦) |
એપ્રિલ | રૂ. ૪૯૩ કરોડ | રૂ. ૨૯૮૦ કરોડ |
મે | રૂ. ૧૫૨૦ કરોડ | રૂ. ૨૭૫૭ કરોડ |
જૂન | રૂ. ૨૪૨૬ ક રોડ | રૂ. ૨૬૯૩ કરોડ |
જુલાઈ | રૂ.૨૫૦૩ કરોડ | રૂ. ૩૩૨૮ કરોડ |
ઓગસ્ટ | રૂ. ૨૨૯૯ કરોડ | રૂ. ૨૯૪૦ કરોડ |
સપ્ટેમ્બર | રૂ.૨૪૫૭ કરોડ | રૂ. ૨૭૬૧ કરોડ |
ઓક્ટોબર | રૂ.૨૭૩૧ કરોડ | રૂ. ૨૪૨૪ કરોડ |
નવેમ્બર | રૂ.૨૯૦૯ કરોડ | રૂ. ૨૭૫૫ કરોડ |
ડિસેમ્બર | રૂ.૨૯૪૦ કરોડ | રૂ. ૨૮૯૯ કરોડ |
જાન્યુઆરી | રૂ. ૩૪૧૩ કરોડ | રૂ. ૩૧૩૨ કરોડ |
ફેૂબ્રુઆરી | રૂ. ૩૫૧૭ કરોડ | રૂ. ૩૨૦૯ કરોડ |
ગુજરાત સરકારને જીએસટી કાઉન્સિલ પાસેથી વળતર પેટે રૂા. ૨૫૦૦૦ કરોડ મળ્યા છે. તેમાંથી લોન પેટે રૂા. ૯૨૦૦ કરોડ આપવામાં આવ્યા છે. આ લોનની રકમની ચૂકવણી કરવાની જવાબદારી ગુજરાત સરકારની રહેશે નહિ. તેની ચૂકવણી કેન્દ્ર સરકાર જ સીધી કરશે. આ સંજોગોમાં પેટ્રોલ-ડીઝલ અને સીએનજી પરના વેટમાં ઘટાડો થવાની સંભાવના ઓછી જ છે. તેનો જવાબ આપતા નાણાં મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ પર વેટ વસૂલવાની બાબતમાં દેશમાં ગુજરાતનો ક્રમ ૧૫મો છે.
વેટની 2020-21ના અને 2019-20ના વર્ષની આવક
મહિનો | આવક (૨૦૨૦-૨૧) | આવક (૨૦૧૯-૨૦) |
એપ્રિલ | રૂ. ૧૫૧૪ કરોડ | રૂ. ૧૮૩૩ કરોડ |
મે | રૂ. ૭૬૬ કરોડ | રૂ. ૧૮૦૬ કરોડ |
જૂન | રૂ. ૧૧૩૯ ક રોડ | રૂ. ૧૯૬૪ કરોડ |
જુલાઈ | રૂ.૧૩૦૬ કરોડ | રૂ. ૧૮૩૪ કરોડ |
ઓગસ્ટ | રૂ. ૧૫૪૦ કરોડ | રૂ. ૧૮૮૨ કરોડ |
સપ્ટેમ્બર | રૂ.૧૫૦૦ કરોડ | રૂ. ૧૭૨૫ કરોડ |
ઓક્ટોબર | રૂ.૧૬૩૩ કરોડ | રૂ. ૧૬૬૮ કરોડ |
નવેમ્બર | રૂ.૧૯૯૦ કરોડ | રૂ. ૧૮૩૪ કરોડ |
ડિસેમ્બર | રૂ.૧૯૨૩ કરોડ | રૂ. ૧૮૦૦ કરોડ |
જાન્યુઆરી | રૂ. ૨૦૪૨ કરોડ | રૂ. ૧૯૨૨ કરોડ |
ફેબુ્રઆરી- | રૂ.૨૨૮૮ કરોડ | રૂ. ૧૯૨૦ કરોડ |
બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાત કરતા દેશના બીજા ૧૪ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પર વધુ વેટ વસૂલવામાં આવી રહ્યો છે. આમ છતાંય આ મુદ્દે ચર્ચા કરવા માટે કેન્દ્રના નાણાં મંત્રી બોલાવશે તો તેમની સાથે ચર્ચા કરવા અમે ચોક્કસ જઈશું એમ તેમણે જણાવ્યું હતું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31