Last Updated on February 24, 2021 by
રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના વિધાનસભો ક્ષેત્રમાં આવતા અને જ્યાં તેઓ રહે છે તે વસ્ત્રાલ વોર્ડમાં ભાજપની જંગી બહુમતીથી જીત થઇ છે. ચારેય ઉમેદવારોને ૩૦ હજારથી વધુ મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને માંડ ૧૧ હજાર જેટલા મતો જ મળ્યા હતા.
કોંગ્રેસના ઉમેદવારોને માંડ ૧૧ હજાર જેટલા મતો જ મળ્યા
વસ્ત્રાલ વોર્ડ મ્યુનિ.માં ભળ્યો ત્યારથી લઇને અત્યાર સુધી કોંગ્રેસનો એકપણ ઉમેદવાર જીતી શક્યો નથી. આ વોર્ડ ભાજપનો ગઢ છે. પાટીદાર આંદોલનની સૌથી વધુ અસર આ વોર્ડમાં જોવા મળી હતી અને પોલીસ ગોળીબારમાં પિતા-પુત્રના મોત થયા હતા.
પાટીદાર આંદોલનની સૌથી વધુ અસર આ વોર્ડમાં જોવા મળી
પાટીદાર આંદોલનની અસર હવે સાવ ભુસાઇ ગઇ છે. આ વોર્ડમાં સૌથી વધુ પાટીદારો રહે છે. તેવામાં પાટીદારોએ ભાજપને મત આપીને જીતાડી છે. ભાજપના અનિરૂદ્ધસિંહ ઝાલાને સૌથી વધુ ૩૫,૧૪૨ મત મળ્યા હતા. નોટામાં ૬૯૦ મત પડયા હતા. જ્યારે ૬૭ વોટ અમાન્ય ઠર્યા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31