Last Updated on March 7, 2021 by
અમદાવાદમાંથી ચોંકવનારા અહેવાલ આવ્યા છે, શહેરના એક વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં વસ્ત્રાલમાં દુકાનનું ભાડુ લેવા બોલાવીને બે શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધા બાદ દુકાનનું શટલ બંધ કરીને હત્યારા પલાયન થઇ ગયા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે ખૂનનો ગુનો નોધી એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકે ફોન પર પત્નીને ભાડુ લઇને અડધા કલાકમાં આવવાનું કહ્યું કલાક બાદ ફોન સ્વીચ ઓફ થતાં હત્યાની જાણ થઇ
આ કેસની વિગત એવી છે કે ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદીર પાસે વનદેવી બંગલોઝમાં રહેતા અને કોન્ટ્રાક્ટથી ફ્લોરિંગની કામગીરી કરતા બીપીનભાઇ કેશુભાઇ પ્રજાપતિએ પત્નીના નામે વસ્ત્રાલમાં વેદ શ્રી રેસિડેન્સી શોપિંગ સેન્ટરમાં દુકાન લીધી હતી અને તે દુકાન વર્ષ પહેલા વસ્ત્રાલમાં મહાદેવ નગર પાસે પાર્વતીનગર, ઠાકોર વાસમાં દશરથભાઇ પ્રહલાદજી ઠાકોરને મહિને રૃા. ૧૭,૦૦૦ના ભાડે આપી હતી .
દુકાનનું ત્રણ મહિનાનું ભાડુ બાકી હતું જેથી તેઓ બે દિવસથી ભાડુ લેવા ધક્કા ખાતા હતા
આ દુકાનનું ત્રણ મહિનાનું ભાડુ બાકી હતું જેથી તેઓ બે દિવસથી ભાડુ લેવા ધક્કા ખાતા હતા ગઇકાલે રાતે ૯ વાગે આરોપીએ તેમને ભાડુ લેવા માટે બોલાવ્યા હતા, બીજીતરફ ઘરે નિયમીત સાંજ સાત વાગે આવી જતા હોવાથી ગઇકાલે રાતે મોડુ થતાં પત્નીએ ફોેન કરતાં તેમણે કહ્યું કે ભાડુ લઇને અડધા કલાકમાં આવું છું કલાક બાદ તેમની દિકરીએ ફોેન કરતા મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો જથી દુકાન પાસે રહેતા પરિચીત વ્યક્તિને ફોન કરીને તપાસ કરવા કરવાનું કહેતા તેઓએ તપાસ કરતાં બીપીનભાઇનુ બાઇક ત્યાં પડેેલું હતું.
બીપીનભાઇનુ બાઇક ત્યાં પડેેલું હતું
જેથી દીકરીએ દુકાનમાં તપાસ કરવાનું કહેતા તેઓએ દુકાનનું શટર ખોલીને જોયુ તો જાણવા મળ્યું કે દુકાનમાં યુવકની લોહી લુહાણ હાલતમાં લાશ પડેલી હતી. જેને લઇને પરિવારના સભ્યોએ આવીને રામોલ પોલીસ સ્ટેશનમાં દુકાનના ભાડુઆત વસ્ત્રાલમાં મહાદેવ નગર પાસે પાર્વતીનગર ઠાકોરવાસમાં રહેતા દશરથ ઠાકોર અને વસ્ત્રાલ સુમીતપાર્ક ખાતે રહેતા હિતેન્દ્રસિંહ ભવાનસિંહ પરમાર સામે હત્યાનો ગુનો નોધાવ્યો હતો આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી ફરાર બીજા શખ્સને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31