Last Updated on March 16, 2021 by
વાંકાનેર નગરપાલિકામાં ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. ભાજપના 16 જેટલાં સભ્યોએ રાજીનામાં ધરી દઇ અપક્ષ સરકાર બનાવતા સમગ્ર રાજ્યમાં ભાજપના આંતરિક ગજગ્રાહના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે.
જિલ્લા ભાજપ અને ચૂંટાયેલા સભ્યો વચ્ચે પ્રમુખપદને લઈને ખેંચતાણ
તમને જણાવી દઇએ કે, વાંકાનેર નગરપાલિકામાં 24 બેઠકો સાથે ભાજપને બહુમતી મળવા છતાં આજે જિલ્લા ભાજપ અને ચૂંટાયેલા સભ્યો વચ્ચે પ્રમુખપદને લઈને ખેંચતાણ સર્જાયું હતું. ત્યારે એવું કહેવાય છે ને કે અંતે ધાર્યું તો ધણીનું જ થાય. તે ઉક્તિ મુજબ ભાજપના 16 સભ્યોએ એક સાથે રાજીનામાં ધરી દેતા પાર્ટી આદેશને અવગણીને બળવો કરી અપક્ષ સરકાર બનાવતા સમગ્ર રાજ્યમાં ભાજપમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે હોદ્દેદારોની ચૂંટણી સમયે ભાજપના સત્તાવાર ઉમેદવારોને માત્ર 10 જ મત મળ્યા હતાં જ્યારે બળવાખોર જૂથના પ્રમુખ અને ઉપપ્રમુખ 15 મત સાથે ચૂંટાઈ આવ્યાં હતાં.
ભાજપના હોઠ સુધી આવેલો કોળિયો જાણે કે છીનવાઇ ગયો
તમને જણાવી દઇએ કે, વાંકાનેર નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં 24 બેઠકો ઉપર ભાજપ જ્યારે 4 બેઠકો ઉપર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા હતાં અને સ્પષ્ટ બહુમતી મળતા ભાજપ સતા પર બિરાજે તે સ્પષ્ટ હતું પરંતુ અહીં બહુમતીથી ચૂંટાયેલ સભ્યોએ પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાનું નામ મવડી મંડળ અને જિલ્લા ભાજપ સમક્ષ રજૂ કર્યું હતું પરંતુ આંતરિક ખેંચતાણના કારણે જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા બહુમતી સભ્યોની માંગણીથી વિપરીત પ્રમુખ તરીકે રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ તેમજ ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન ભરતભાઈ સુરેલાનો મેન્ડેડ આપતા વાંકાનેર પાલિકામાં રાજકીય ભૂકંપરૂપે ભાજપના હોઠ સુધી આવેલો કોળિયો જાણે કે હાથમાંથી છીનવાઇ ગયો તેમજ 16 સભ્યોએ બગાવત કરીને અપક્ષ સરકાર રચી ભાજપને સત્તાથી દૂર રાખી હતી.
15 સભ્યોએ પાર્ટી આદેશનો અનાદર કરતા ભાજપ લઘુમતીમાં મુકાઈ ગયું
અત્રે ઉલ્લેખનીય છે કે, વાંકાનેર નગરપાલિકામાં આજે ઇન્ચાર્જ વાંકાનેર પ્રાંત અધિકારી ગંગાસિંગના અધ્યક્ષસ્થાને પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 28 સભ્યો પૈકી ત્રણ સભ્યો ગેરહાજર રહેતા 25 સભ્યોએ મતદાન કર્યું હતું. જેમાં ભાજપના પાર્ટી આદેશ મુજબ પ્રમુખ તરીકે રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ જ્યારે ઉપ પ્રમુખ તરીકે જયશ્રીબેન ભરતભાઈ સુરેલાની ચૂંટણી થતા જીતુભાઇ સોમાણી તેમજ અગાઉ રાજીનામું ધરી દેનાર રમેશભાઈ વોરાએ પાર્ટીના આદેશ મેન્ડેટ મુજબ આંગળી ઊંચી કરીને ભાજપના સત્તાવાર ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું હતું. જો કે, ભાજપના અન્ય 15 સભ્યોએ પાર્ટી આદેશનો અનાદર કરતા ભાજપ લઘુમતીમાં મુકાઈ ગયું હતું.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31