GSTV
Gujarat Government Advertisement

રોષ/ વાઘોડિયા ખાતે જાહેર સભામાં મતદારે એવું તે શું કર્યું કે મચી ગયો ઓહાપોહ, મધુ શ્રીવાસ્તવની બોલતી બંધ

Last Updated on February 26, 2021 by

વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કે જેઓ સતત કોઇને કોઇ કારણોસર વિવાદમાં આવતા રહેતા હોય છે. ત્યારે તાજેતરમાં જ તેમને કરેલા એક નિવેદનથી રાજકારણમાં ભારે ચર્ચાઓ થવા લાગી હતી. મધુ શ્રી વાસ્તવે કરેલા બફાટને કારણે તેમના નિવેદન પર અનેક સવાલો પણ ઊઠ્યા હતાં. એવામાં વાઘોડિયામાં યોજાયેલી ચૂંટણી સભામાં મધુ શ્રીવાસ્તવને એક મતદારે જાહેરમાં ખખડાવી દેતા ઓહાપોહ મચી ગયો હતો.

મધુ શ્રીવાસ્તવે મતદાર પર લગાવ્યો પીધેલો હોવાનો આક્ષેપ

મતદારે મધુ શ્રી વાસ્તવના ચાલુ ભાષણમાં જ ખખડાવી દેતા મધુ શ્રીવાસ્તવની બોલતી બંધ થઇ ગઇ હતી. જેથી ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવે મતદાર પર પીધેલો હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ ગુંડા તરીકે પણ ઓળખ આપી દીધી હતી. જો કે આ ઘટના દરમ્યાન આ રીતે જાહેરમાં જોવા મળેલા વૃદ્ધનો રોષ જોઈ કાર્યકરોમાં પણ સન્નાટો છવાઇ ગયો હતો. અત્રે નોંધનીય છે કે, વારંવાર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અભદ્ર વર્તનને કારણે વિવાદમાં આવતા રહેતા હોય છે.

પોલીસ તંત્ર અને કલેક્ટર મારા ખિસ્સામાં એવું વિવાદિત નિવેદન આપ્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસો અગાઉ પણ તેમને કરેલા એક બફાટને કારણે તેઓ ખાસ ચર્ચામાં રહ્યાં હતાં. વાઘોડિયાના ભાજપના વિવાદિત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સયાજીપુરા જિલ્લા પંચાયત ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે થોડાં દિવસ અગાઉ વિવાદિત નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘પોલીસ તંત્ર અને કલેક્ટર વલેકટરને હું મારા ખિસ્સામાં લઈને ફરું છું.’આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, ‘કોઈની તાકાત નથી કે મારો કોલર પકડી બતાવે. દેશ આઝાદ છે, આપણે પણ આઝાદ છીએ.’ આ પહેલાં તેઓ પોતાના પુત્ર-પુત્રીને ચૂંટણીમાં ટિકિટ અપાવવાના મુદ્દે પણ વિવાદમાં આવ્યા હતાં.

નીતિન પટેલે ભાજપના હોદ્દેદારોને સંયમ જાળવવા કરી હતી અપીલ

જો કે મધુ શ્રી વાસ્તવના વિવાદિત નિવેદન પર ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘ભાજપના હોદ્દેદારોએ સંયમ જાળવવો પડશે અને કાયદાનું પણ સન્માન જાળવવું પડશે.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33