GSTV
Gujarat Government Advertisement

વડોદરાના સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં 2 જ્યોતિષની ધરપકડ, વિધિના નામે ખંખેર્યા આટલાં બધાં રૂપિયા

Last Updated on March 12, 2021 by

વડોદરામાં સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં પોલીસે બે આરોપી જ્યોતિષની ધરપકડ કરી છે. પોલીસે સોની પરિવાર પાસેથી પૈસા ખંખેરનારા સીતારામ ભાર્ગવ અને ગજેન્દ્ર ભાર્ગવ નામના બે જ્યોતિષની ધરપકડ કરી લીધી છે. ગજેન્દ્ર ભાર્ગવે સોની પરિવાર પાસે વિધિના નામે 4 લાખ રૂપિયા ખંખેરી લીધા હતાં.

જ્યારે અન્ય જ્યોતિષ સીતારામ ભાર્ગવે પણ સોનાનો ચરું કાઢવાના નામે સોની પરિવાર પાસેથી રૂપિયા 3.5 લાખ પડાવી લીધા હતાં. અત્રે મહત્વનું છે કે, હેમંત જોશી નામના જ્યોતિષે ગજેન્દ્ર જાદવને મૃત બતાવ્યા હતાં. પરંતુ ગજેન્દ્ર ભાર્ગવ જીવીત હોવાનું અને તે રાજસ્થાનના નાગોર ગામે દરજીકામ કરતો હોવાનું સામે આવ્યું છે. સોની પરિવારના સામૂહિક આપઘાત કેસની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું કે, અન્ય આરોપી જ્યોતિષીને પણ ટૂંક સમયમાં જ ઝડપી લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના છ સભ્યોએ થોડાંક દિવસો અગાઉ સામૂહિક આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. સ્વાતિ સોસાયટીમાં મકાન નંબર સી. 13માં રહેતા નરેન્દ્ર સોની મંગળ બજાર વિસ્તારમાં ઈમિટેશન જવેલરીની દુકાન ધરાવતા હતાં. છેલ્લાં બે વર્ષથી અને લોકડાઉનની પરિસ્થિતિમાં તેમને આર્થિક નુકસાનમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો હતો જેથી જીવન નિર્વાહ કરવાની મુશ્કેલી પડતી હતી.

પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી થઈ ગઇ હતી

સોની પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી થઈ જવાને કારણે તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા હતાં. સમા વિસ્તારની સોસાયટીમાં તેઓ અગાઉ મકાન નંબર C-18માં રહેતા હતાં એ મકાન તેમણે આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થતા રૂપિયા 25 લાખમાં વેચી દીધું હતું અને નજીકમાં ભાડાનું મકાન લઈને રહેતા હતાં.

તમને જણાવી દઇએ કે, સોની પરિવારનો આ કિસ્સો સૌ કોઇ માટે લાલબત્તી સમાન છે. સોની પરિવારના સામૂહિક આપઘાતનો કિસ્સો આજે દરેક સમાજ માટે એક ઉદાહરણ છે કે કોઈ પણ વ્યક્તિએ આવાં લેભાગુ જ્યોતિષીના ચક્કરમાં ન પડવું જોઇએ.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33