Last Updated on March 10, 2021 by
ન્યૂ અલકાપુરી વિસ્તારમાં ગોત્રી ચેકપોસ્ટ પાછળ નેપચ્યુન ગ્રીનવુડ બંગ્લોઝમાં દારૂની પાર્ટીના ચકચારી કેસમાં પકડાયેલાઓ પૈકી કેટલાંક યુવા-યુવતીઓ વિદેશમાં અભ્યાસ કરતા હોવાથી તેઓ કેસ ચાલે તે દરમિયાન વિદેશ જતા રહે તો તે માટે કોણ જવાબદાર તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
પોલીસે દરોડો પાડતા ૧૦ યુવકો અને ૧૩ યુવતીઓ પાર્ટીની મોજ માણતા ઝડપાયાં
ગોત્રીના નેપચ્યુન ગ્રીનવુડ બંગ્લોઝમાં દારૂની પાર્ટી ચાલતી હતી ત્યારે લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડતાં ૧૦ યુવકો અને ૧૩ યુવતીઓ પાર્ટીની મોજ માણતા મળી આવ્યા હતા. પોલીસે દારૂની ત્રણ ખાલી બોટલ, એક અડધી બોટલ અને એક આખી બોટલ કબજે કર્યા હતા.
આ ઉપરાંત બંગલામાંથી દારૂની વાસવાળા ૨૬ ગ્લાસ, ઠંડા પીણા,ચાર કાર તેમજ ૧૦ મોબાઇલ પણ પોલીસે કબજે લીધા હતા. આ પૈકી યુવકો પીધેલા જણાઇ આવતાં પોલીસે તેમની સામે દારૂની મહેફિલનો કેસ કર્યો હતો. જ્યારે ૧૩ યુવતીઓના બ્લડ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધવો કે કેમ તે નક્કી થશે.
દરમિયાનમાં ઉપરોક્ત ૨૩ યુવક-યુવતીઓ પૈકી છ યુવકો તેમજ આઠ યુવતીઓ મળી ૧૪ જણા વિદેશમાં અભ્યાસ કરી રહ્યાં હોવાંથી કોર્ટમાં કેસ દરમિયાન તેઓ વડોદરામાં હશે કે કેમ તે મુદ્દે શંકાના વમળો સર્જાયા છે.પોલીસે આ લોકોના પાસપોર્ટ કબજે કરવા માટે પણ કોઇ કાર્યવાહી કરી નથી.પોલીસનું કહેવું છે કે,આ લોકો કોઇ મોટા ગુનેગાર નથી.તમામને શહેર નહીં છોડવા નોટિસ અપાઇ છે.આમ છતાં જો કોઇ વિદેશ જશે તો લુકઆઉટ નોટિસની કાર્યવાહી કરીશું.
વિદેશમાં અભ્યાસ કરતી આઠ યુવતીઓ કોણ છે?
દારૂની પાર્ટીનો કેસમાં પોલીસ દ્વારા જે ૧૩ યુવતીઓના બ્લડ સેમ્પલો લેવાયા છે તે યુવતીઓ પૈકીની ૮ યુવતીઓ વિદેશમાં અભ્યાસ કરતી હોવાની વિગતો જાણવા મળી છે. જેમના નામો આ મુજબ છે…
(૧) નિહારિકા શાહ-યુએસ, ઇકોનોમિક્સ (૨) પ્રિતી ચોકસી- સ્વિર્ટઝરલેન્ડ, હોટલ મેનેજમેન્ટ (૩) રેહાના આહુજા- સ્વિર્ટઝરલેન્ડ, હોટલ મેનેજમેન્ટ (૪) આયુષી શાહ- કેનેડા, ફિઝિયોથેરાપી (૫) ઋતિકા ગુપ્તા- કેનેડા, મેથેમેટિક્સ (૬) શોભા દવે- કેનેડા, મેનેજમેન્ટ (૭) ત્રીસા પટેલ-કેનેડા, ઇકોનોમિક્સ અને (૮) સાનિયા ખેરા- યુકે, સાઇકોલોજી.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31