GSTV
Gujarat Government Advertisement

અરેરાટી/ આખા પરિવારે ઝેર પી લીધું છે ઘરને તાળું મારી ચાવી બહાર નાખી છે, પોલીસને દીકરાએ કર્યો ફોન

Last Updated on March 3, 2021 by

વડોદરામાં સોની પરિવારના સભ્યોની સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી છે. જેમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે. મૃતકોમાં પિતા નરેન્દ્રભાઈ સોની, પુત્રી રીહ્યા અને પૌત્ર પાર્થનો સમાવેશ થાય છે. જ્યારે પત્ની દિપ્તીબેન, પુત્ર ભાવિન અને પુત્રવધુ ઉર્વશીબેન સોનીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે. શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીની આ ઘટના છે. સ્વાતિ સોસાસટીમાં રહેતા સોની પરિવારના આ છ સભ્યોએ જંતુનાશક દવા પી લીધી હતી. આ પરિવાર પ્લાસ્ટીકના વ્યવસાય સાથે સંકળાયેલો હતો.

સોની પરિવારનો સામુહિક આપઘાત

નરેન્દ્રભાઈ સોની (પરિવારના મોભી)
ભાવિન નરેન્દ્રભાઈ સોની (પુત્ર)
રીહ્યા નરેન્દ્રભાઈ સોની (પુત્રી)
દિપ્તીબેન નરેન્દ્રભાઈ સોની (પત્ની)
ઉર્વશી ભાવિન સોની (પુત્રવધુ)
પાર્થ ભાવિન સોની (પૌત્ર)

  • વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતી સોસાયટીમાં રહે છે
  • છેલ્લા છ મહિનાથી ભાડાના મકાનમાં રહે છે
  • પ્લાસ્ટિકના વ્યવસાય સાથે સંકળાયેલો છે સોની પિરવાર
  • દોઢ વર્ષથી ભાડાના મકાનમાં રહે છે
  • ધંધામાં મંદી આવતાં આર્થિક સંકડામણ હતી
  • ભાવિને મિત્રો પાસેથી માગી હતી નાણાકિય મદદ
  • મંગળ બજારમાં આવેલી પ્લાસ્ટિકની દુકાન વેચી દીધી હતી

પોલીસ કંટ્રોલમાં ફોન કરી કહ્યું, ‘આખા પરિવારે ઝેર પીધું છે, ચાવી બહાર નાખી છે, એનાથી ઘર ખોલીને આવજો’

પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી છે. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોચી તપાસ કરી છે. મંદીને કારણે ધંધામાં આર્થિક સંકડામણ વધતાં આપઘાતનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. છેલ્લાં દોઠ વર્ષથી આ પરિવાર આર્થિક સંકડામણમાં છે અને છેલ્લાં છ મહિનાથી ભાડાના મકાનમાં રહે છે. ભાવિને મિત્રો પાસે નાણાંકીય મદદ પણ માગી હતી. ભાવિન સોનીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને કહ્યું હતું કે, ‘આખા પરિવારે ઝેર પી લીધું છે. ઘરને તાળું માર્યું છે અને ચાવી બહાર નાખી છે તો એનાથી ઘર ખોલીને આવજો.’ સોની પરિવારે મકાન અને મંગળ બજારમાં આવેલી પ્લાસ્ટિકની દુકાન વેચી દીધી હતી. જોકે આર્થિક સ્થિતિ કથળતાં તેમણે આખરે મોતનો રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો હતો.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33