GSTV
Gujarat Government Advertisement

કોંગ્રેસના વળતા પાણી: વડોદરા જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો પર અપક્ષ કરતા ઓછા મત મળ્યા

કોંગ્રેસ

Last Updated on March 3, 2021 by

વડોદરા જિલ્લા પંચાયતની આજે યોજાયેલી મતગણતરીમાં જિલ્લાની બે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર કરતા અપક્ષ ઉમેદવારોને વધારે મતો મળ્યા હતાં. વાઘોડિયા તાલુકાના જરોદ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર પટેલને ૧૨૮૩૧ મત મળતા વિજયી બન્યા હતાં. આ સાથે હરિફ કોંગ્રેસના ઉમેદવાર દિલીપ ભટ્ટને માત્ર ૩૨૯૫ મતો મળ્યા હતાં મહત્વની બાબત એ છે કે કોંગ્રેસના ઉમેદવાર કરતા અપક્ષ ઉમેદવાર મોઇદ્દીન પટેલને વધુ ૫૭૫૯ મત પ્રાપ્ત થયા હતાં.

કોંગ્રેસ

જરોદ, વાઘોડિયા અને વાંકાનેર બેઠક પર કોંગ્રેસ ત્રીજા સ્થાને રહી

આ ઉપરાંત વાઘોડિયાની બેઠક પર ભાજપના ઉમેદવાર નિલેશ પુરાણીને ૮૮૯૮ મત મળતા વિજયી થયા હતાં. તેમના હરિફ કોંગ્રેસના ઉમેદવાર કૃણાલ પટેલના ૫૨૧૯ મતો મળ્યા હતાં પરંતુ કોંગ્રેસના ઉમેદવાર કરતા પણ વધુ ૬૧૮૯ મત અપક્ષ ઉમેદવાર બ્રિજેશ ગોસ્વામીને મળ્યા હતાં.

સાવલી તાલુકાના વાંકાનેર ગામે પણ ભાજપના ઉમેદવાર મોહનસિંહ પરમારનો ૮૬૪૭ મતથી વિજય થયો હતો. તેમના હરિફ કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ પરમારને ૪૭૩૮ મતો મળ્યા હતાં અને અપક્ષ ઉમેદવાર તીરથસિંહ રાઠોડને ૭૫૬૨ મત મળ્યા હતાં.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33