Last Updated on March 16, 2021 by
વડોદરાના સમા-સાવલી રોડ પર મસાજ પાલૅરમાં પ્રેસના નામે ધમકાવીને ખંડણી માંગનાર ત્રણ બોગસ પત્રકારોની સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. જે ફરિયાદના આધારે પોલીસે કુલ ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે.
સમા રોડ પર લોટસ ઓરા-૨ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ ફીલિંગ્સ સ્પા મસાજ પાર્લરમાં નોકરી કરતી મહિલાએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે 12 મી તારીખે પાર્લરમાં ચાર માણસો ધસી આવ્યા હતાં અને રૂમમાં ચેક કરવા લાગ્યા હતાં અને અહીં ગોરખધંધા ચાલે છે અને પ્રેસમાં આની માહિતી છાપી દેવાની ધમકી આપીને પોતાની ઓળખ પ્રેસવાળા તરીકેની આપી રૂપિયા 2 લાખની ખંડણીની માંગણી કરી હતી. ત્યાર બાદ ફરિયાદી મહિલાના પર્સમાંથી રોકડ રૂપિયા ૧૭ હજાર લઇને અન્ય ગ્રાહકને ધમકાવી વધુ એક લાખ રૂપિયાની માંગ કરી હતી. જેમાં ગ્રાહકના પરિવારને બોલાવી બદનામ કરવાની ધમકી આપી હતી.
આથી આ ફરિયાદના આધારે સમા પોલીસે ખંડણીનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા આરોપી ગુજરાત ન્યૂઝ એજન્સી (GNA) ના શનિ સિંદે, વિસ્ફોટ ન્યુઝના કેયુર બારોટ અને એડવેન્ચર ગુજરાત ન્યુઝના મહમ્મદ સિદ્ધિ મન્સૂરી, દેવાંગ ભાટીયાને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. જેમાં આકાશ કહારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જ્યારે રાકેશ પટેલને કોરોના પોઝિટિવ આવતા SSG ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. સમા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને તેમના આઈ કાર્ડ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31