Last Updated on February 24, 2021 by
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પર ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. કોર્પોરેશનની ૧૯ વોર્ડની ૭૬ બેઠક પર યોજાયેલી ચૂેંટણીમાં ભાજપે૬૯ બેઠકો જીતી લઇ ભગવો ફરકાવી દીધો છે. કોંગ્રેસના તો સૂપડાં સાફ થઇ ગયા છે કોંગ્રેસને માત્ર ૭ બેઠક મળી છે. ૧૯૯૫થી કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે અને તેના પર ભાજપે કબજો જાળવી રાખ્યો છે.
વડોદરામાં પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી સવારે શરૃ થઇ ત્યારે ઉમેદવારોના સમર્થકોના ટોળેટોળાં ઉમટી પડયા હતાં અને ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો. શરૃઆતમાં વોર્ડ નંબર-૧૬નું પરિણામ જાહેર થયું હતું. આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર ચન્દ્રકાંત ભથ્થુ અને તેમની પેનલ આગળ ચાલે છે તેવી વાતો વચ્ચે આ બેઠક પર બે ભાજપ અને બે કોંગ્રેસને બેઠકો મળી હતી. ચંન્દ્રકાંત ભથ્થુની પેનલ તોડવામાં ભાજપને સફળતા મળી હતી. આ બેઠકના રિઝલ્ટ બાદ વોર્ડ નંબર-૧ની બેઠકનું પરિણામ જાહેર થયું હતું. આ વોર્ડમાં કોંગ્રેસની પેનલે પોતાની બેઠકો જાળવી રાખી હતી.
વોર્ડ નંબર-૧૬ની બેઠક પર ભાજપના બે ઉમેદવારો વિજયી થતા ભાજપની છાવણીમાં ઉત્સાહ સર્જાયો હતો અને ભાજપના ઝંડા ડીજેની ધૂન સાથે ફરકવા માંડયા હતાં. બાદમાં તબક્કાવાર હાથ ધરાયેલી મતગણતરીમાં ભાજપની બેઠકો સતત વિજયી ઘોષિત થતી હતી. આ સાથે જ કોંગ્રેસની છાવણીમાં નિરાશા વ્યાપી હતી. એક પછી એક પરિણામો જાહેર થતાની સાથે જ કોંગ્રેસના ઉમેદવારો પોલિટેકનિક કોલેજમાંથી વિલા મોંઢે જતા રહેતા જણાયા હતાં. ભાજપની બેઠકોનો આંક સળસળાટ વધવા માંડયો હતો જ્યારે કોંગ્રેસની બેઠકોનો આંક માત્ર ૭ પર સ્થિર રહ્યો હતો. કોંગ્રેસની બેઠકો ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શકી ન હતી.
આજે થયેલી મતગણતરીમાં ભાજપે૧૬, કોંગ્રેસે માત્ર એક પેનલ પર વિજય મેળવ્યો હતો ભાજપની ૬૯,કોંગ્રેસની ૭ બેઠક પર જીત થઇ હતી. કોંગ્રેસને ૭ બેઠકનું નુકસાન થયું હતું જ્યારે ભાજપને ૧૧ બેઠકનો ફાયદો થયો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31