GSTV
Gujarat Government Advertisement

વડોદરા: 24 કલાકમાં વધુ 43 લોકો થયા કોરોના સંક્રમિત, 27 દર્દીઓ વેન્ટિલેટર પર

Last Updated on February 24, 2021 by

શહેરમાં કોરોનાના છેલ્લા ચોવીસ કલાકના ટેસ્ટિંગ દરમિયાન વધુ ૪૩ લોકો  પોઝિટિવ આવ્યા છે.જ્યારે કોરોનાની સારવાર લેતા ૪૨ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.હાલમાં શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ દદીઓની સંખ્યા ૫૭૯ છે. 

કોરોના

કોરોના ના કેસ શહેરમાં ધીરે-ધીરે ઘટી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરમાં કુલ ૨,૦૯૬ નાગરિકોના સેમ્પલ કોરોનાના ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા હતા.તે  પૈકી ૨,૦૫૩ ના રિપોર્ટ નેગેટિવ અને ૪૩ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસની  સંખ્યા ૨૪,૪૮૨ પર પહોંચી છે.જ્યારે કોરોનાથી ૨૪૧ દર્દીઓના મોત થયા છે.હાલમાં શહેરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા ૫૭૯ છે.જે પૈકી ૬૫ દર્દીઓ ઓક્સિજનના સપોર્ટ પર છે.જ્યારે ૨૭  દર્દીઓ વેન્ટિલેટર પર છે.તેમજ કોરોનાના કારણે ૪૩૫ દર્દીઓ હોમક્વોરન્ટાઇન છે.

ધન્વંતરી રથની કામગીરી દરમિયાન કુલ ૩૪ ટીમોએ ૨,૭૯૧ નાગરિકોના હેલ્થની ચકાસણી કરી હતી.જે દરમિયાન તાવના ૧૧ અને શરદી ખાંસીના ૩૫ દર્દીઓ મળી આવતા તેમને પ્રાથમિક દવા આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33