Last Updated on March 26, 2021 by
વડોદરા શહેરમાં શુક્રવારે SSG હોસ્પિટલના 10થી 12 ડૉક્ટરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલના સ્ટાફમાં તેમજ તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલના ૨૫થી ૨૭ જેટલાં નર્સિંગ સ્ટાફનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતાં. જો કે આ તમામ લોકોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યાં છે. જો કે, હાલમાં તેઓની તબિયત સુધારા પર છે. હોસ્પિટલનો સ્ટાફ કોરોના સંક્રમિત થતા અન્ય સ્ટાફમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.
સુરતની સ્મિમેર હોસ્પિલનો સ્ટાફ પણ કોરોના સંક્રમિત
અત્રે નોંધનીય છે કે, સુરતમાં કોરોનાનો કહેર યથાવત છે અને શહેરની ખાનગી હોસ્પિટલના તબીબ પણ કોરોના સંક્રમિત બન્યાં છે. સ્મિમેર હોસ્પિલના સ્ટાફમાં નર્સ, સફાઈ કામદાર પણ કોરોના સંક્રમિત બન્યાં છે. આ સિવાય 16 વિદ્યાર્થીઓ, અલગ-અલગ વ્યવસાય સાથે સંકળાયેલા 34 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. શાળાના શિક્ષક, મેનેજર સહિત ચાર બેંક કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. આ સિવાય પોલીસ કોન્સ્ટેબલ, કલર કોન્ટ્રાક્ટર અને હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છ વ્યક્તિઓ પણ કોરોના સંક્રમિત બન્યા છે.
અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં 4473 દર્દીઓના મોત
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચૂંટણી બાદ સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ગત રોજ ગુરૂવારે રાજ્યમાં ગુજરાતમાં કોરોનાના 1961 કેસ નોંધાયા હતાં તો છેલ્લાં 24 કલાકમાં કુલ 7 લોકોના મોત થઇ ચૂક્યાં હતાં. જેમાં સુરતમાં 4, મહિસાગરમાં 2 જ્યારે અમદાવાદમાં 1 દર્દીનું મોત થયું હતું. તો આજ દિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં 4473 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.
છેલ્લાં 24 કલાકમાં 1405 દર્દીઓ સાજા થયા હતાં જેની સાથે આજ દિન સુધીમાં કુલ 2 લાખ 80 હજાર 285 લોકો કોરોનામુક્ત બન્યા હતાં. રાજ્યમાં ફરી એક્ટિવ કેસની સંખ્યામાં ઝડપભેર વધારો થતા કુલ 9 હજાર 372 એક્ટિવ કેસ છે જ્યારે 81 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. કોરોનાના યુકે સ્ટ્રેન પછી હવે ગુજરાત પર ડબલ મ્યુટેન્ટ વેરિયન્ટનો ખતરો વધી રહ્યો છે. પશ્ચિમ મહારાષ્ટ્રમાં ડબલ મ્યુટન્ટ વેરિયન્ટનો પ્રસાર હોવાનું સત્તાવાર રીતે સ્વીકારાયું છે. આ વિસ્તાર સાથે ગુજરાતનો સંપર્ક કાયમી હોવાથી મહારાષ્ટ્ર તરફ આવવા-જવામાં હવે વિશેષ તકેદારી રાખવામાં આવે એ ઈચ્છનીય છે.
સમગ્ર દેશમાં માત્ર 24 કલાકમાં જ કોરોનાના 59 હજારથી વધુ કેસ
બીજી બાજુ દેશમાં પણ કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ત્યારે છેલ્લાં ચોવીસ કલાકમાં કોરોના 59 હજારથી વધુ કેસ સામે આવ્યા છે જયારે 257 લોકોનું કોરોનાથી મોત થયું છે. બીજી તરફ કોરોનાના 32 હજાર 987 કેસ રિકવર થયા છે. યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસની કુલ સંખ્યા 1 કરોડ 18 લાખ 46 હજાર 652 થઇ છે. હાલમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 21 હજારથી વધુ છે તો કોરોનાથી કુલ મોતની સંખ્યા 1 લાખ 60 હજાર 949 પર પહોંચી છે. કોરોના વાયરસ સામે કુલ 5 કરોડ 55 લાખ 4 હજાર 440 લોકોને રસી આપવામાં આવી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31