GSTV
Gujarat Government Advertisement

મોટો ઝટકો/ પીએમ મોદીના હોમટાઉન મહેસાણામાં આપની એન્ટ્રી, આ તાલુકા પંચાયતમાં કેજરીવાલના ઉમેદવાર જીત્યા

ચૂંટણી

Last Updated on March 2, 2021 by

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું હતું. પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આપ પાર્ટીએ પીએમ મોદીના ગૃહ નગરમાં એન્ટ્રી કરી લીધી છે. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકા પંચાયતની બોલિપુરા સીટ પર આપના ઉમેદવાર નાગરભાઈ મોમીન જિત્યા છે.

ગ્રામિણ વિસ્તારોમાં પણ આપે ખાતું ખોલ્યું

સુરત મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો હાંસલ કર્યા પછી ગ્રામિણમાં પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આમ આદમી પાર્ટીએ સીઆર પાટીલ અને પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પાડ્યા બાદ પીએમમોદીના વતન વડનગરમાં પણ ખાતું ખોલાવ્યું છે. સુરત જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ ત્રીજી પાર્ટી તરીકે ચૂંટણી લડીને ખૂબજ સારી સફળતા મેળવી છે. લોકોએ આંચકો પણ આપ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમ વખત ઊભા રહીને વર્ષો જૂની કોંગેસને હંફાવી દીધી છે. આમ આદમી પાર્ટીએ તમામ મળીને અત્યાર સુધીની મહાનગરપાલિકાથી લઈને નગરપાલિકા સુધી તમામ મળીને 50 જેટલી સીટો પર ઉમેદવારો વિજેતા બન્યા છે..

કચ્છમાં તાલુકા પંચાયતની 131 બેઠકો સાથે ભાજપનો દબદબો વધ્યો

તાલુકા પંચાયતમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ તેના ગઢ ગણાતાં વિસ્તારોમાં લીડ આપી રહી છે. તેમ છતાં ભાજપે ઘણી બેઠકો આંચકી લીધી છે. ભાજપે સૌથી વધુ 131 તાલુકા પંચાયતની બેઠકો કચ્છ જિલ્લામાં મેળવી છે. તો 56 બેઠકો કોંગ્રેસના ભાગે આવી છે. કચ્છ જિલ્લામાં 204 બેઠકોમાંથી 184 બેઠકો પર મતદાન થયું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33