GSTV
Gujarat Government Advertisement

કોરોના રસી: આ રાજ્યોમાં સૌથી વધું રસીનો થઈ રહ્યો છે બગાડ, દેશમાં 70 ટકા લોકોને રસી આપતા આટલા વર્ષ લાગી જશે

Last Updated on March 19, 2021 by

ભારતમાં કોરોનાની રસી સરેરાશ 6.5 ટકા ડોઝ બરબાદ થઈ રહ્યા છે, જ્યારે તેલંગણા અને આંધ્રપ્રદેશમાં આ વેસ્ટેજનો ક્રમશ: 17.6 ટકા અને 11.6 ટકા છે. કેન્દ્રએ ઉપરોક્ત જાણકારી આપતા કોવિડ-19 રસીને વ્યાજભી રીતે ઉપયોગ કરવાની સલાહ આપી છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે, અત્યાર સુધીમાં દેશમાં રસીના 3.51 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 1.38 કરોડ ડોઝ 45થી 60 વર્ષની ઉંમરના લોકોને ગંભીર બિમારીઓ સામે લડી રહેલાને અને 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને આપવામાં આવી છે. તેમણે જણાવ્યુ છે કે, 15 માર્ચના રોજ દુનિયામાં કોવિડ-19નમા 83.4 લાખ ડોઝ આપવામાં આવ્યા, જેમાં 36 ટકા ડોઝ ફક્ત ભારતમાં જ આપવામાં આવ્યા છે.

પાંચ રાજ્યોમાં સૌથી વધારે વેસ્ટેજ

ભૂષણે જણાવ્યુ છે કે, પાંચ રાજ્યોમાં તેલંગણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક તથા જમ્મુ કાશ્મીરમાં રસીના ડોઝ સરેરાશ 6.5 ટકાથી વધારે વેસ્ટ થઈ છે. ત્યારે હવે રાજ્યોને મેસેજ આપવામાં આવ્યા છે કે, કોવિડ રસી અમૂલ્ય છે. જે લોકોના સ્વાસ્થ્ય હેતુ માટે છે, એટલા માટે તેને વ્યાજબી રીતે ઉપયોગ કરવામાં આવે. રસીની બરબાદીને રોકવા માટે મોટા પાયે પગલા ભરે. બરબાદી ઓછી કરવાનો અર્થ છે કે, તમે મોટા પાયા સુધી લોકોને રસી પહોંચાડી શકશો. જેનાથી સંક્રમણની કડીને તોડી શકાશે.

જો આ ગતિએ જ રસી આપવાનું ચાલુ રહ્યુ તો, દેશની 70 ટકા વસ્તીને રસી આપવામાં 2.36 વર્ષ લાગશે

માર્ચ મહિનાના પહેલા 17 દિવસમાં 1,87,55,540 લોકોને કોરોનાના પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જો આવી જ રીતે ચાલતુ રહ્યુ તો, ભારતની 70 ટકા વસ્તીને રસી આપવામાં 2.36 વર્ષ લાગી જશે. દુનિયાની બીજા નંબરની સૌથી વધુ વસ્તીવાળા દેશ ભારતમાં 18 માર્ચ 2021 સુધી 3.06 કરોડ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જો કે, ભારતની કુલ વસ્તી (135.5 કરોડ)માં આ ફક્ત 2.3 ટકા લોકો જ છે. જ્યારે બંને ડોઝ લેનારાની સંખ્યા ફક્ત 0.5 ટકા જ છે. જો આવી રીતે ગોકળગાયની ગતિએ કામ ચાલતુ રહ્યુ તો, 70 ટકા વસ્તીનું રસીકરણ કરવામાં 10.8 વર્ષ લાગી જશે.

કોરોના

બીજા ડોઝમાં થોડી ઝડપ આવી

જો કે, હવે રસીકરણનો બીજો ડોઝ થોડો ઝડપી ગતિએ ચાલતો હોય તેવું જણાઈ રહ્યુ છે. માર્ચ મહિનામાં પ્રથમ 17 દિવસમાં 40,86,218 રસીકરણ થયુ છે. એટલે કે, પ્રત્યેક દિવસ સરેરાશ કાઢવામાં આવે તો, દરરોજ 2,40,365.8 લોકોને ડોઝ આપવામાં આવે છે.

ભારતની 70 ટકા વસ્તીને રસી આપવામાં લાગી જશે 10 વર્ષ

વેક્સીનેશનની પ્રક્રિયામાં સતત ઝડપ લાવવામાં નહીં આવે તો, ભારતની 70 ટકા વસ્તીને બંને ડોઝ આપવામાં 10.8 વર્ષ લાગી જશે. તથા સમગ્ર વસ્તીને કવર માટે તો, 15.4 વર્ષ લાગશે.

છેલ્લા 17 દિવસમાં બંને ડોઝમાં થોડી ઝડપ દેખાઈ

એક માર્ચના રોજ 1,18,45,217 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 24,56,250 લોકોને બીજો ડોઝ. 12 માર્ચ સુધીની વાત કરીએ તો, 3,06,00,787 લોકોને પ્રથમ ડોઝ લીધો, જ્યારે 65,42,468 લોકોએ બીજો ડોઝ લીધો. છેલ્લા 17 દિવસની વાત કરીએ તો, 1,87,55,540 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. જ્યારે 40,86,218 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો. દરેક દિવસ સરેરાશ 11,03,267.1 પ્રથમ ડોઝ જ્યારે 2,40,365.8 લોકોને આ 17 દિવસમાં બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33