GSTV
Gujarat Government Advertisement

શું વિશ્વમાં સૌથી સસ્તી છે ભારતીય કોરોના રસી!, દુનિયાના વિવિધ દેશોની વેક્સિનની કિંમત વાંચો માત્ર એક ક્લિકે…

Last Updated on March 4, 2021 by

સમગ્ર વિશ્વની સરકારો કોરોના મહામારીનો અંત લાવવા માટે વેક્સિનેશન અભિયાન ચલાવી રહી છે જેમાં ભારતથી લઈને બ્રિટન, અમેરિકા, ચીન, રૂસ, ઈઝરાયલ વગેરે દેશોનો સમાવેશ થાય છે. માનવજાતના ઇતિહાસમાં આટલા મોટા સ્તરે રસીકરણ અભિયાન પહેલાં ક્યારેય થયું નથી. લોકો પહેલાની માફક કોઈ પણ જાતના ડર વગર જીવી શકે તે માટે વેક્સિનેશન દ્વારા મહામારીનો અંત લાવવા તમામ દેશો કાર્યશીલ છે. 

આ સંજોગોમાં વેક્સિન તમામ લોકો સુધી પહોંચે તે ખૂબ જ જરૂરી છે. લોકો વેક્સિન લગાવડાવી શકે તે માટે તેની કિંમતો યોગ્ય હોય તે પણ ખૂબ જ જરૂરી છે. કેટલીક કંપનીઓની વેક્સિન ખૂબ સસ્તી છે તો સામે કેટલીક કંપનીઓની વેક્સિન ખૂબ જ મોંઘી છે. તેમાં ભારતની વેક્સિનને વિશ્વમાં સૌથી સસ્તી માનવામાં આવે છે જ્યારે ચીનની વેક્સિન સૌથી મોંઘી છે. 

ચીનની વેક્સિન સૌથી મોંઘી

ભારતમાં જે બે વેક્સિનનો (કોવિશીલ્ડ અને કોવેક્સિન)નો ઉપયોગ થઈ રહ્યો છે તે વિશ્વમાં સૌથી સસ્તી હોવાનું મનાય છે. સરકારે આ વેક્સિનની મહત્તમ કિંમત 250 રૂપિયા પ્રતિ ડોઝ નિર્ધારિત કરી છે. જો કે, સાઉદી અરબ અને દક્ષિણ આફ્રિકામાં કોવિશીલ્ડ વેક્સિનની કિંમત પ્રતિ ડોઝ 390 રૂપિયા જેવી છે. જ્યારે બ્રાઝિલમાં આ વેક્સિનના એક ડોઝની કિંમત આશરે 370 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. 

રૂસની ‘સ્પૂતનિક-વી’ વિશ્વની પ્રથમ પંજીકૃત કોરોના વેક્સિન

અમેરિકી કંપની ફાઈઝરે જે કોરોના વેક્સિન તૈયાર કરી છે તેની કિંમત પ્રતિ ડોઝ 1,400 રૂપિયા કરતા પણ વધારે છે. જ્યારે યુરોપીય યુનિયન દ્વારા બનાવવામાં આવેલી વેક્સિન (mRNA- 1273)ની કિંમત પ્રતિ ડોઝ આશરે 1,300 રૂપિયા છે. 

રૂસની ‘સ્પૂતનિક-વી’ વિશ્વની પ્રથમ પંજીકૃત કોરોના વેક્સિન છે. તેના પ્રત્યેક ડોઝની કિંમત આશરે 730 રૂપિયા જાહેર કરાઈ છે. જો ચીનની વેક્સિન ‘કોરોનાવૈક’ની વાત કરીએ તો તેના પ્રત્યેક ડોઝની કિંમત આશરે 2,200 રૂપિયા છે જે અન્ય વેક્સિનની સરખામણીએ ઘણી મોંઘી છે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33