GSTV
Gujarat Government Advertisement

વેક્સિન ડિપ્લોમસી / કોરોનાકાળમાં ભારતનો વાગ્યો ડંકો, પાડોશી દેશોને રસી પહોંચાડી પૂરું પાડ્યું ઉત્તમ ઉદાહરણ

Last Updated on March 14, 2021 by

કોરોના કાળમાં વિશ્વભરમાં વેક્સિન ડિપ્લોમસીની બોલબાલા છે. જોકે વેક્સિન ડિપ્લોમસી નવી નથી. કોઇ દેશ પોતાની વિદેશ નીતિનો ઉપયોગ બીજા દેશોમાં ફેલાયેલી બીમારી સામે લડવા માટે વેક્સિન મોકલે તો તેને વેક્સિન ડિપ્લોમસી કહે છે. ખાસ કરીને જો બે દેશો વચ્ચે મતભેદો હોય તો એવા સંજોગોમાં મતભેદો ઉકેલવા માટે વેક્સિન ડિપ્લોમસી ભારે કામ લાગે છે. રશિયા અને અમેરિકા વચ્ચે પણ શીતયુદ્ધના જમાનામાં વેક્સિન ડિપ્લોમસીનો પ્રયોગ થયો હતો. જોકે કોરોનાકાળમાં વેક્સિન ડિપ્લોમસીમાં ભારતે ડંકો વગાડ્યો છે.

એશિયામાં જે રીતે ચીન અને ભારત પોતાનો પ્રભાવ જમાવવા મથી રહ્યાં છે એ જોતાં બંને દેશો વેક્સિન ડિપ્લોમસી કરે એ સ્વાભાવિક છે. ચીન અને ભારત વસતીની દૃષ્ટિએ દુનિયાના પહેલા અને બીજા સ્થાને છે. એટલા માટે બંને દેશો સમક્ષ પોતાની જંગી વસતીને વેક્સિનેશન કરવા માટેનો પડકાર છે. વેક્સિન ડિપ્લોમસીના પહેલા રાઉન્ડમાં ભારતે બાજી મારી લીધી છે.

ભારત પોતાના પડોશી દેશોને વેક્સિનની પહેલી ખેપ મફતમાં આપી છે. પછીની વેક્સિન પાડોશી દેશોએ ખરીદવાની છે. બીજી બાજું ચીન પોતાની વેક્સિન ખરીદવા માટે લોન ઓફર કરી રહ્યું છે. ખરેખર તો ચીન પણ વેક્સિન બનાવી ચૂક્યું છે અને વેક્સિન ડિપ્લોમસી દ્વારા જુદાં જુદાં દેશોને સાધવાના પ્રયાસમાં લાગ્યું છે. પરંતુ કોરોના વાઇરસ ચીનમાંથી જ નીકળ્યો છે અને આખી દુનિયા ચીનના કરતૂતોના પરિણામ ભોગવી રહી છે. ત્યારે ચીનની વેક્સિન પ્રત્યે દરેક દેશ એક વખત વિચાર ચોક્કસ કરે છે

યૂ.એન.ના રિપોર્ટ અનુસાર મોટા ભાગની વેક્સિન વિકસિત દેશોને જ મળી રહી છે એવામાં ભારતે ગરીબ અને વિકાસશીલ દેશોને વેક્સિન પહોંચાડીને કરેલા કામની વિશ્વભરે નોંધ લીધી છે ભારત વેક્સિનના મામલે મોખરાનું સ્થાન ધરાવે છે જ્યારે ચીન વેક્સિન માટે એટલું ભરોસાપાત્ર નથી. બીજું એ કે ભારતની બંને વેક્સિન ટ્રાયલમાં સફળ નીવડી ચૂકી છે જ્યારે ચીનની વેક્સિનના ડેટા ખાસ ઉત્સાહજનક નથી. એટલા માટે કોરોનાની વેક્સિનના મામલે ભારતનો ચીન પર હાથ ઉપર રહેવાનો છે.તે વાત ચોક્કસ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33