GSTV
Gujarat Government Advertisement

અરે આ શું બોલ્યા / ઉત્તરાખંડના CM ફસાયા વધુ એક વિવાદમાં : વિચિત્ર નિવેદનોની વણઝાર, છલકાઈ સાક્ષરતાની અછત

Last Updated on March 22, 2021 by

ફાટેલા જીન્સને લઇને વિવાદોમાં આવેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે રવિવારે એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. ફાટેલા જિન્સ યુવતીઓએ ન પહેરવા જોઇએ તેવી સલાહથી ભારે ટિકાનો સામનો કરી રહેલા તીરથસિંહ રાવતે હવે કહ્યું છે કે લોકોમાં સરકાર દ્વારા વહેચવામાં આવેલા ચોખાને લઇને જલન પણ થવા લાગી છે કે બે સભ્યો વાળા લોકોને 10 કિલો જ્યારે 20 સભ્યો વાળાને એક ક્વિંટલ અનાજ કેમ આપવામાં આવ્યા?

બાદમાં રાવતે કહ્યું કે ભાઇ આમા દોષ કોનો છે? જેમણે બે બાળકો પેદા કર્યા તેનો કે પછી 20 પેદા કર્યા તેનો? જેણે બે બાળકો પેદા કર્યા તેને બે ક્વિંટલ અનાજ મળી રહ્યું છે એમા બળતરા કેમ થઇ રહી છે? જ્યારે સમય હતો ત્યારે તમે પણ બે જ બાળકો પેદા કર્યા હતા 20 કેમ ન કર્યા? આ દરમિયાન ઉત્તરાખંડના સીએમએ કોઇ ધર્મ કે જાતીનું નામ નહોતુ લીધુ,

ઉત્તરાખંડના સીએમનુ પદ સંભાળ્યાના થોડા જ દિવસોમાં તીરથસિંહ વિવાદોમાં ફસાઇ ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તીરથસિંહ જ્યારે સીએમ બન્યા ત્યારે તેમના વખાણ કર્યા હતા.

જોકે બાદમાં તીરથસિંહે નિવેદનો આપવાનું શરૂ કર્યું તો તેમના જ્ઞાાન પર સવાલો ઉઠવા લાગ્યા છે. અગાઉ તેઓએ કહ્યું હતું કે મહિલાઓ યુવતીઓએ ફાટેલા જિન્સ ન પહેરવા જોઇએ. તેમના આ નિવેદનની મહિલા સંગઠનો અને સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઇ હતી.

અમેરિકાએ ભારત પર 200 વર્ષ રાજ કર્યું : તીરથસિંહનું નવુ જ્ઞાન

ઉત્તરાખંડના સીએમ તીરથસિંહે ફાટેલા જિન્સ, બાળકો પેદા કરવા જેવા નિવેદનની સાથે હવે એક વિચિત્ર પ્રકારનો દાવો કર્યો હતો. તીરથસિંહે કહ્યું હતું કે અમેરિકાએ ભારત પર 200 વર્ષ સુધી શાસન કર્યું છે.

રવિવારે એક કાર્યક્રમમાં બોલતી વેળાએ તીરથસિંહે કહ્યું કે અન્ય દેશોની તુલનાએ ભારત કોરોના જેવી મહામારીમાંથી બહાર આવવામાં સફળ રહ્યું છે. જ્યારે અમેરિકા કે જેણે ભારતને 200 વર્ષ સુધી ગુલામ બનાવીને રાખ્યું અને દુનિયા પર રાજ કર્યું તે હાલ કોરોના મહામારી સામે ભારે સંઘર્ષ કરી રહ્યો છે.

સીએમ તીરથસિંહના નિવેદનને સંઘ સાથે ન જોડવું : દત્તાત્રેય

RSSના મહાસચિવ દત્તાત્રય હોસાબલેએ કહ્યું છે કે ઉત્તરાખંડના મુખ્ય મંત્રી તીરથસિંહ રાવત પોતાના રિપ્ડ જીન્સના નિવેદન પર ખુદ જવાબ આપવા માટે સક્ષમ છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે દરેક નિવેદનોને કે બાબતોને આરએસએસ સાથે જોડવાની જરૂર નથી.

તીરથસિંહ રાવતના નિવેદન અંગે બોલવા પર તેમણે કહ્યું કે જે વ્યક્તિનું નામ તમે લીધુ છે તેઓ પોતાનો જવાબ આપવા કે આ અંગે સ્પષ્ટતા કરવા સક્ષમ છે. લોકો વિચારો વ્યક્ત કરે છે તે સાચા પણ હોઇ શકે છે અને ખોટા પણ હોઇ શકે છે. તીરથસિંહ રાવતે યુવતીઓએ જીન્સ ન પહેરવા જોઇએ તેવી સલાહ આપી હતી. તીરથસિંહ રાવત પોતાને સંઘ સમર્થક અને પ્રચારક પણ બતાવી ચુક્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33