Last Updated on March 10, 2021 by
ત્રિવેન્દ્ર સિંહ રાવત મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસે ઉત્તરાખંડમાં નવેસરથી ચૂંટણી કરાવવા માટેની માંગ કરી છે, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રાજ્યમાં અસ્થિરતા લાવવા માટે જવાબદાર છે, તેને સરકાર બનાવવાનો કોઈ અધિકાર નથી.
યુકેમાં કરો નવેસરથી ચૂંટણી
ન્યુઝ એજન્સી સાથે વાત કરતા હરીશ રાવતે કહ્યું કે રાજ્યમાં ચહેરો બદલાવો એ વાતની સાબિતી છે કે ભાજપ નેતૃત્વ ઉત્તરાખંડમાં વિકાસ કરવામાં નિષ્ફળ રહી છે, ભાજપ રાજ્યમાં રાજકીય અસ્થિરતા લાવવા માટે દોશી છે, તેને સરકાર બનાવવાનો કોઈ અધિકાર નથી. ઉત્તરાખંડમાં નવેસરથી ચૂંટણીઓ થવી જોઈએ.
જણાવી દઈએ કે ત્રણ દિવસેથી ચાલી રહેલા નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદેથી ત્રિવેન્દ્રસિંહ રાવતે મંગળવારે રાજીનામુ આપી દીધું હતું. ત્રિવેન્દ્ર સિંહ રાવતે સાંજે સવા ચાર વાગે રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ બેબી રાની મૌર્ય સાથે મુક્ક્ત કરીને પોતાનું રાજીનામુ આપી દીધું હતું.
રાજીનામુ આપ્યા બાદ ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું છે કે બુધવારે સવારે 10 વાગે પાર્ટીના પ્રદેશ મુખ્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે, અહીં નવા નેતાની ચૂંટણી કરવામાં આવશે. આ બેઠકમાં ઉત્તરાખંડના ભાજપના તમામ લોકસભા સાંસદ અને રાજ્યસભાના સભ્યો પણ સામેલ થશે.
ઉલ્લેખનીય છે કે, 18 માર્ચ 2017ના રોજ શપથ લીધા બાદથી કેબિનેટ વિસ્તાર સહિતના મુદ્દાઓને લઈને ભાજપના ધારાસભ્યોમાં અસંતોષની વાતો અવારનવાર બહાર આવતી રહી જોકે પ્રદેશમાં નેતૃત્વ પરિવર્તનની અટકળોએ શનિવારની સાંજે તે સમયે જોર પકડ્યું જયારે રમન સિંહ અને પાર્ટી મામલાઓના ઉત્તરાખંડના પ્રભારી દુષ્યંત કુમાર સિંહ અચાનક દેહરાદૂન પહોંચ્યા હતા અને કોર ગ્રુપની બેઠક બોલાવી હતી.
જોકે, રાજીનામુ આપવાનું કારણ પૂછતાં ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું હતું કે આ પાર્ટીનો સામુહિક નિર્ણય હોય છે, તેનો યોગ્ય જવાબ મેળવવા માટે તમારે દિલ્હી જવું પડશે. સાથે જ તેમણે પોતાના ઉત્તરાધિકારીને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31