Last Updated on March 19, 2021 by
અમેરિકા અને રશિયા જેવી વિશ્વની બે ટોચની મહાસત્તા વચ્ચે ફરી એક વખત શીતયુદ્ધની પરિસ્થિતિ પેદા થાય એવો ભય ઊભો થયો છે. ત્યારે સવાલ એ થાય કે અમેરિકા અને રશિયા વચ્ચે છેડાયેલું આ કથિત શીતયુદ્ધ દુનિયાને કેવી રીતે અસર કરશે. દુનિયાની અર્થવ્યવસ્થા અને દેશો વચ્ચેના પરસ્પર રાજકીય સંબંધો પર તેની શું અસર થશે તે જાણવું જરૂરી છે. પરંતુ સૌથી પહેલા તો શીતયુદ્ધ શું છે એ સમજીએ…
અમેરિકા અને રશિયા વચ્ચે ફરી એક વખત કોલ્ડ વોર એટલેકે શીતયુદ્ધ જામે તેવા એંધાણ છે. જેના કારણે શીતયુદ્ધ શબ્દ ફરી એક વખત ચર્ચામાં છે. શીતયુદ્ધ એ છદ્મ યુદ્ધનો એવો પ્રકાર છે કે જેમાં શત્રુદેશો સામસામે હથિયારો કે સેના વડે યુદ્ધ લડતા નથી. ખરેખર તો શીતયુદ્ધમાં શત્રુ રાષ્ટ્રો એકબીજા ઉપર કૂટનીતિક દાવપેચો અપનાવે છે અને જૂથબંધી દ્વારા એકબીજા ઉપર દબાણ સર્જવાના ખેલ કરે છે.
શીતયુદ્ધનો આરંભ અમેરિકા અને તત્કાલિન સોવિયેત સંઘ વચ્ચે બીજા વિશ્વયુદ્ધ બાદ મતભેદો સર્જાયા બાદ થયો હતો. એ વખતે એવી પરિસ્થિતિ ઊભી થઇ કે સામ્યવાદના તરફદાર દેશો સોવિયેત સંઘ સાથે ઊભા રહ્યાં અને મૂડીવાદી શાસનવ્યવસ્થા ધરાવતા દેશો અમેરિકાના પક્ષમાં ગયા છે. એ પછી નેવુંના દશકમાં સોવિયત સંઘનું વિભાજન થતા તેની તાકાતમાં ઘટાડો થયો છે. એ પછી આર્થિક રીતે કંગાળ થઇ ગયેલું રશિયા અમેરિકાને લડત આપી શકવાની સ્થિતિમાં ન રહ્યું અને વૈશ્વિક મહાસત્તાના રૂપમાં એકમાત્ર અમેરિકાનો દબદબો રહ્યો છે. એ સાથે જ અમેરિકા અને રશિયા વચ્ચેના શીતયુદ્ધનો પણ અંત આવ્યો છે. પરંતુ હાલ જે પરિસ્થિતિ સર્જાઇ રહી છે એ કાળક્રમે શીતયુદ્ધમાં પરિણમે એવી પૂરેપૂરી શક્યતા છે.
છેલ્લા થોડા સમયથી પુતિનની તાકાતમાં અવિરતપણે વધારો થઇ રહ્યો છે. પુતિનની વધી રહેલી આ તાકાતના કારણે મધ્યપૂર્વ એશિયાથી લઇને યુરોપ સુધીના રાજકીય અને રણનીતિક સમીકરણો બદલાઇ રહ્યાં છે. પાંચ વર્ષ પહેલા રશિયાએ યુક્રેનના ક્રિમીયા ઉપર કબજો જમાવ્યો ત્યારથી સમગ્ર યુરોપ અને ખાસ કરીને બાલ્ટિક દેશો પોતાની સુરક્ષાને લઇને ચિંતિત છે. તો સીરિયાના ગૃહયુદ્ધમાં રાષ્ટ્રપતિ બશલ અલ અસદને સાથ આપીને રશિયાએ મિડલઇસ્ટમાં અમેરિકા તેમજ યુરોપના દેશોને લલકાર્યા હતાં. એ સાથે જ દક્ષિણ એશિયામાં પણ રશિયાની સક્રિયતા વધી રહી છે. અફઘાનિસ્તાનમાં પણ રશિયા ફરી વખત પગપેસારો કરવાની ફિરાકમાં છે. ઉપરાંત ચીન સાથે મળીને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર અમેરિકાને સકંજામાં લેવાની કોઇ તક રશિયા ગુમાવતું નથી.
પુતિનના ધમકીભર્યા વલણ અને રશિયાની વધી રહેલી તાકાતને જોતા નાટો દેશો તેની સામે ટક્કર લેવા ઇચ્છતા નથી. નાટોનું કહેવું છે કે રશિયાને વિખૂટું પાડવું કોઇ વિકલ્પ નથી. એ સાથે જ નાટો દેશોને આશા છે કે રશિયા પણ એ વાત સમજશે કે વિવાદ કરવાનો કાઇ ફાયદો નથી અને સાથે મળીને ચાલવામાં જ ભલાઇ છે. પરંતુ હાલના સંજોગોમાં પુતિનને આ વાત સમજાય એવું જણાતું નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31