GSTV
Gujarat Government Advertisement

યુએસ પ્રેસિડેન્ટ બાઇડેન બોલ્યા: અમેરિકામાં છવાયેલા છે ભારતીય મૂળના અમેરિકન્સ

Last Updated on March 5, 2021 by

બાઇડેન સરકારના 50 દિવસના કાર્યકાળમાં તમામ ભારતીય અમેરિકનો નિયુક્તિ થઇ ચુકી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરુવારે જણાવ્યું છે કે ભારતીય મૂળના અમેરિકન દેશમાં છવાયેલા છે. બાઇડેન પ્રશાસનમાં અત્યારસુધીમાં 55 ભારતીય-અમેરિકાનોને ટોચના પદો પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભારતીય-અમેરિકન મૂળમાં નાસા સાયન્ટિસ્ટ સ્વાતિ મોહન સાથે વાતચીત દરમ્યાન બાઇડેનએ ભારતવંશીઓના વખાણ કર્યા હતા. ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક સ્વાતિ મોહને નાસાના માર્સ 2020 મિશનમાં ગાઈડન્સ, નેવિગેશન અને કંટ્રોલ ઓપરેશનની જવાબદારી સાંભળી છે. બાઇડેનએ સ્વાતિ મોહન સાથે વાતચીત દરમ્યાન કહ્યું કે ભારતીય મૂળના અમેરિકન સમગ્રદેશમાં છવાયેલા છે. તમે, ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ અને મારા સ્પીચ રાઇટર વિનય રેડ્ડી તેના કેટલાંક ઉદાહરણ છો.

બાઇડેન

બાઇડેને પોતાના વહીવટી તંત્રના કેટલાંક મહત્વના પદો પર 55 ભારતીય મૂળના અમેરિકનોની નિયુક્તિ કરી ઇતિહાસ રચી દીધો છે. ઉપરાંત, અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ ભારતીય મૂળના છે. બાઇડેન વહીવટી તંત્રએ અન્ય એક ભારતીય મૂળના મહિલા નીરા ટંડનને બજેટ પ્રમુખ પર પર નિયુક્ત કરવા માટે નોમિનેટ કર્યા હતા. પરંતુ, સમર્થન ન મળવાના ડરને જોતા તેમણે પોતાનું નામ પરત ખેંચી લીધું હતું.

અત્યાર સુધી, ઓબામા પ્રશાસનમાં ભારતીય-અમેરિકાની સૌથી વધુ નિયુક્તિ કરવામાં આવી હતી. ટ્રમ્પ સરકારમાં પણ ભારતીય-અમેરિકનોને મહત્વના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, બાઇડેને પોતાના કાર્યકાળના 50 દિવસોમાં જ મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનોની નિયુક્તિ કરી ચુક્યા છે, ગત સપ્તાહે ડૉ. વિવેક મૂર્તિ યુએસ સર્જન જનરલના પદ માટે સેનેટ કમિટી સામે હાજર થયા હતા. તો, એસોસિયેટ એટર્ની જનરલ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના પદ માટે વનિતા ગુપ્તા પણ સેનેટ સમક્ષ હાજર થવાના છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33