GSTV
Gujarat Government Advertisement

અમેરિકામાં હિન્દીની ધૂમ/ US નેવીના ઓફિસરોએ બોલિવૂડની આ પ્રખ્યાત ફિલ્મનું ગીત ગાયું, દોઢ મીનિટનો આ વીડિયો 2 લાખ લોકોએ જોયો

Last Updated on March 29, 2021 by

યુએસ નેવીના ચીફ માઇકલ એમ. ગિલ્ડે અને ભારતીય રાજદૂત તરણજીત સિંઘ સંધુની ડિનર પાર્ટીમાં હિન્દી ગીતોએ ધૂમ મચાવી છે. વિશેષ બાબત એ છે કે તે કોઈ મ્યુઝિક સિસ્ટમ પર નહીં પણ અમેરિકન નૌકાદળના અધિકારીઓએ આ ગાયા હતા. આ ગીત બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની સ્વદેશ ફિલ્મનું હતું – યે જો દેશ હૈ તેરા, સ્વદેશ હૈ મેરા…

તરણજીતે રવિવારે આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો અને લખ્યું કે આ તે બંધન છે જે ક્યારેય તોડી શકાતું નથી. 2004માં આવેલી ફિલ્મ સ્વદેશ ફિલ્મના આ ગીત માટે ઓસ્કર વિનર વિજેતા સંગીત દિગ્દર્શક અને ગાયક એ.આર. રહેમાન દ્વારા ગવાયું છે અને કમ્પોઝ પણ કરાયું છે.

2 લાખથી વધુ લોકોએ વીડિયો જોયો

વીડિયોમાં યુએસ નેવી બેન્ડના સભ્યો હિંદી ગીત ગાતા તેમના ગણવેશમાં ઉભા છે. બેન્ડના કેટલાક સભ્યો મ્યૂઝિકલ ઇન્સ્ટુમેન્ટ પર પોતાનો હાથ અજમાવી રહ્યા હતા. લગભગ દોઢ મિનિટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર 15 હજારથી વધુ લોકોએ પસંદ કર્યો છે. તેને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.

બેન્ડે હોળીની શુભેચ્છા પાઠવી

યુએસ નેવી બેન્ડે પણ ભારતને હોળીની શુભકામના પાઠવી હતી. નેવી બેન્ડ 1925થી તેના ભાગીદાર દેશો સાથે યુએસ નેવી સાથે સંકળાયેલું છે. આનંદ અને પ્રેમથી ભરેલા ગીતની પ્રશંસા કરવા માટે અમે યુએસ નેવી અને ભારતીય રાજદૂતનો આભાર માનીએ છીએ એમ પણ તેમણે જણાવ્યું છે.

ગિલ્ડે કહ્યું – બંને દેશો મળીને કામ કરશે

નૌકા ઓપરેશનના વડા એડમિરલ ગિલ્ડે જણાવ્યું હતું કે અમે સાથે મળીને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્વતંત્રતા પુન સ્થાપિત કરીશું. બંને દેશો આ ક્ષેત્રમાં કાયદા અનુસાર કાર્ય કરવા માટે પ્રતિબદ્ધ છે. હું આશા રાખું છું કે બંને દેશો સાથે મળીને આગળ વધવાનું ચાલુ રાખશે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33