Last Updated on April 5, 2021 by
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. રાજ્ય સરકારના અનેક નેતાઓ પહેલા જ વેક્સિન લઇ ચુક્યા છે. સીએમએ લખનઉની સિવિલ હોસ્પિટલમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.
ઉત્તર પ્રદેશમાં કોરોના વેક્સિનેશનનું કામ ઝડપથી ચાલી રહયું છે. રાજ્યના અનેક નેતા અને અધિકારીઓ પહેલા જ કોરોના વેક્સિન લઇ ચુક્યા છે, આજે રાજ્યના સીએમએ પણ લખનઉની હોસ્પિટલમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો. વેક્સિન લેવા માટે યોગી આદિત્યનાથ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
સીએમ યોગીએ લીધો વેક્સિનનો પહેલો ડોઝ
દેશમાં વધતા કોરોના કેસ સાથે રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. લખનઉની સિવિલ હોસ્પિટલમાં તેઓએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈને તેમણે રસીકરણની અપીલ પણ કરી છે. તેઓએ કોરોના રસીને લઈને વૈજ્ઞાનિકોને અભિનંદન પણ આપ્યા. તેમણે કહ્યું વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે અને દરેક વ્યક્તિએ કોરોના રસી લેવી જોઈએ.
પીએમ મોદી સહીત ભાજપના અનેક મોટા નેતાઓ પહેલા જ વેક્સિન લઇ ચુક્યા છે. વેક્સિન લેનારાઓ નેતાઓમાં ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવી, ઉત્તર પ્રદેશના કાયદા મંત્રી બ્રજેશ પાઠક, પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવ , બીએસપી અધ્યક્ષ માયાવતી પણ સામે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31