GSTV
Gujarat Government Advertisement

માલદા રેલીમાં બોલ્યા યોગી: 2 મે પછી જીવનની ભીખ માંગતા જોવા મળશે ટીએમસીના ગુંડા, ગૌ-તસ્કરી પર લગાવીશું પ્રતિબંધ

Last Updated on March 2, 2021 by

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વિસ્ફોટક સ્ટાર પ્રચારક નેતા યોગી આદિત્યનાથએ મંગળવારે બંગાળમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. બંગાળના માલદામાં યોગી આદિત્યનાથે રેલીને સંબોધન કર્યું  જેમાં તેમના નિશાને મમતા સરકાર રહી. યોગીએ આરોપ લગાવ્યો હતો કે બંગાળમાં જય શ્રી રામના નારા લગાવતા પણ રોકવામાં આવી રહ્યા છે.

બંગાળની ધરતી પર થશે પરિવર્તન

યુપી સીએમ એ કહ્યું કે એક મહિનામાં બંગાળની ધરતી પર પરિવર્તન જોવા મળશે. બંગાળમાં એક પ્રૌઢ મહિલાને ટીએમસીના ગુંડાઓએ માર માર્યો હતો. પરંતુ સરકારે તેની સામે કોઈ જ પગલાં ન લીધા. યોગીએ કહ્યું કે 2 મે પછી ટીએમસીના ગુંડા જીવ બચાવવા ભીખ માંગતા જોવા મળશે અને રસ્તાઓ પર તકતીઓ લટકાવીને માફી માંગતા જોવા મળશે.

જે રામના દ્રોહી છે તે શું કામના

ઉત્તર પ્રદેશના સીએમ યોગીએ કહ્યું કે ભારતને નેતાગીરી આપનાર બંગાળ આજે બેહાલ છે. બંગાળમાં સત્તા સંચાલિત અપરાધ અને આતંકવાદ દેશની સુરક્ષાને પડકાર ફેંકે છે. બંગાળમાં શક્તિની પૂજા થાય છે પરંતુ અહીં દુર્ગા પૂજા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઈદ પર બળજબરીથી ગૌ હત્યાઓ કરાવવામાં આવે છે. ગાયોની તસ્કરીથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવે છે.

યોગી

રામભક્તો પર ગોળીબાર કરનાર સરકારની શું સ્થિતિ થઇ તે બધા જાણે જ છે

સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું કે બંગાળમાં જય શ્રી રામના નારા લગાવતા લોકોને રોકવામાં આવી રહ્યા છે. અયોધ્યામાં પણ એક સરકારે રામભક્તો પર ગોળીબાર કર્યો હતો. તેના શું હાલ થયા તે બધાએ જોયા. જે રામનો દ્રોહી છે તેનું બંગાળમાં કઈ કામ નથી.

CAA અને લવ જેહાદ પર સરકારને ઘેરી

યુપી સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે CAA જયારે લાગુ થયો ત્યારે બંગાળમાં હિંસા કેમ થઇ? આ સત્તા પ્રેરિત હિંસા છે. બંગાળમાં આયુષ્યમાન ભારત યોજનાનો અમલ ન કરવામાં આવ્યો, કેન્દ્રની કોઈપણ યોજનાનો લાભ અહીંના લોકોને નથી મળી રહ્યો. યોગીજી એ કહ્યું કે બંગાળમાં લવ જેહાદના કાયદાને અમલી કરવામાં આવશે. અહીંની સરકાર તેને રોકી નહીં શકે. યુપી સીએમ યોગી આદિત્યનાથએ સભામાં કહ્યું કે માલદા સનાતન સંસ્કૃતિની ભૂમિ છે. બંગાળમાં આજે અરાજકતાની સ્થિતિ છે. જેનાથી સમગ દેશને દુઃખ થાય છે. બંગાળમાં ભાજપની સરકાર બનાવીને એક નવા પરિવર્તનને આગળ વધારવાનું છે. બંગાળ પરિવર્તનની ભૂમિ છે. આ ભૂમિ પરથી વંદેમાતરમનો ઉદ્ઘોષ થયો હતો.

ગૌ-તસ્કરી પર યોગીનો પ્રહાર

યુપી સીએમ યોગીએ કહ્યું કે મોદી સરકારે ધારા 370 ખતમ કરી દીધી છે. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ પણ થઇ રહ્યું છે. માલદા રેલીમાં યુપી સીએમએ જણાવ્યું કે કોઈ પણ સીએમ કઈ રીતે પોતાનું સંતુલન ગુમાવી શકે છે? તેમણે વધુમાં જણાવ્યું કે ગૌ-હત્યા રોકવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. આજે યુપીમાં કોઈપણ ગૌ-હત્યા નથી કરી શકતો. યોગીજીએ જાહેરાત કરી કે બંગાળમાં ભાજપની સરકારે આવી તો 24 કલાકમાં ગૌ-તસ્કરી બંધ કરાવી દેવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33